Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ દેવતાઓનું અપમાન કરનાર AAPનાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગૌતમને બૌદ્ધ ધર્મીઓનું જ...

    હિંદુ દેવતાઓનું અપમાન કરનાર AAPનાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગૌતમને બૌદ્ધ ધર્મીઓનું જ સમર્થન નહીં; કાયદેસરનાં પગલાં લેવા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

    ગયા અઠવાડિયે દિલ્હીની આપ સરકારમાં મંત્રી રહેલાં રાજેન્દ્ર ગૌતમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારાઓને તેઓ હિંદુ દેવી દેવતાઓને ન માનવાના શપથ લેવડાવી રહ્યાં હતાં. હવે બૌદ્ધ સંગઠનો જ તેમના વિરુદ્ધમાં જાહેરમાં આવ્યા છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીની હિંદુ વિરોધી છબી જગ જાહેર છે, તેમાં પછી AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હોય કે તેમની પાર્ટીના મોટા નેતાઓ, તમામ લોકો સાતન ધર્મને યેનકેન પ્રકારે અપમાનિત કરીને દેશના કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓ દુભાવવામાં જરાય પાછીપાની નથી રાખતા, તેવામાં ગત દશેરાના પવન અવસરે હિન્દુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં પહોંચેલા AAPના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગૌતમ હિદુ ધર્મ પ્રત્યે ઘૃણાસ્પદ નિવેદનો આપ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપવાનો વારો આવ્યો હતો, પરંતુ રાજીનામું આપ્યા બાદ પણ AAPના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગૌતમની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું નજરે પડે છે.

    વાસ્તવમાં દિલ્હીના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે ભલે સરકારમાંથી રાજીનામું આપી દીધું હોય, પરંતુ હિંદુ ધર્માંતરણ કાર્યક્રમમાં ભગવાન રામ અને કૃષ્ણ પર આપેલા નિવેદનોનો વિવાદ તેમનો પીછો નથી છોડી રહ્યો. જે કાર્યક્રમમાં રાજેન્દ્ર પાલ ગૌતમે હિંદુ વિરોધી ઝેર ઓક્યું હતું, તે જ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હવે AAP નેતા માટે મુશ્કેલીઓ વધારી રહ્યા છે, અહેવાલો અનુસાર બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા અનેક સંગઠનોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને રાજેન્દ્ર પાલ ગૌતમ વિરુદ્ધ તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ સંગઠનોનું કહેવું છે કે ગૌતમની હાજરીમાં જે કાર્યક્રમમાં આવી ઘટના બની તે ન તો બૌદ્ધ ધર્મ અનુસાર છે અને ન તો ભગવાન બુદ્ધના ઉપદેશો અનુસાર.

    આ ઉપરાંત બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર અને બંધારણની પણ વિરુદ્ધ છે.આ પત્ર પર ધર્મ સંસ્કૃતિ સંગમના રાષ્ટ્રીય મહાસચિવ રાજેશ લાંબા અને સેક્રેટરી ડૉ. વિશાખા સૈલાની સહિત વિવિધ બૌદ્ધ સંગઠનોના 19 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં મહાબોધિ સોસાયટી ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ભંતે વેઈન પી શિવાલી થેરો, જોઈન્ટ સેક્રેટરી ભંતે સુમિહાનંદ થેરો, ભીખ્ખુ શાંતિ મિત્રનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    બૌદ્ધ ઘૃણા નથી ફેલાવતા: બૌદ્ધ સંગઠનો

    સંગઠનોએ કહ્યું છે કે બૌદ્ધ ધર્મ કોઈપણ સમુદાયમાં ઘૃણા નથી ફેલાવતો અને તે કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી. બૌદ્ધ ધર્મ કોઈના ભગવાનની વિરુદ્ધ નથી, પરંતુ તે અન્ય ધર્મોના સહયોગથી ચાલે છે. આપ દીપો ભવ, જાતને જાગૃત કરો, સર્વ ધર્મ, સર્વધમ્મ, સર્વધર્મ સમભાવનો આદર કરો. સદીઓથી અહીં બૌદ્ધ અને હિંદુઓ એકસાથે રહે છે.

    નોંધનીય છે કે હિંદુઓને ધર્માંતરિત કરવા માટે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે હાજરી આપીને ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદિત ટીપ્પણી કરી હતી, જે પછી દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો ભારે વિરોધ થયો હતો. વિરોધ એ હદે વધી ગયો હતો કે કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને રાજીનામું આપી દેવાની નોબત આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં