દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) સોમવારની (9 ડિસેમ્બર 2024) વહેલી સવારે કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (School Bomb Threat) મળતા અજંપા ભરી સ્થિતિ સર્જાઈ છે. તાજી જાણકારી અનુસાર હાલ ત્રણ શાળાઓના નામ સામે આવ્યા છે જેને આ પ્રકારની ધમકીઓ મળી છે. ધમકી મળવાના પગલે દિલ્હી પોલીસ (Delhi Police), બોમ્બ સ્કવોડ, ફાયર બ્રિગેડ સહિત પ્રશાસન એલર્ટ પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ જે શાળાઓના નામ સામે આવ્યા છે તેમાં આર.કે. પુરમની DPS સ્કુલ, બીજી સ્કુલ પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલ (GD Goenka School) અને ત્રીજી સ્કૂલ મયુર વિહાર ફેઝ વનમાં આવેલી મધર મેરી સ્કૂલ (Mather Mary School) છે. આ ત્રણેય શાળાઓને ઈ-મેલ મારફતે ધમકીઓ આપવામાં આવી છે. વહેલી સવારે જયારે શાળા સંચાલકોએ શાળા શરૂ કરવાની તૈયારીઓ કરી, તે સમયે જ તેમને આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા હતા.
दिल्ली के कई स्कूलों को फिर बम की धमकी@RajLaveena @deepakbishtNews pic.twitter.com/gp5kWwQDbq
— News18 India (@News18India) December 9, 2024
એક સાથે અનેક શાળાઓને ધમકી
ધમકી મળતાની સાથે જ તમામ શાળાઓએ પોલીસને જાણ કરી હતી. જેવી પોલીસને જાણ થઈ કે તરત જ ત્રણેવ શાળાઓ પર પોલીસ કાફલા દોડી ગયા હતા. હાલ બોમ્બ સ્કવોડ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે છે. શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ હજુ શરૂ નથી કરવામાં આવી. બીજી તરફ આ ધમકી ભર્યા ઈ-મેલ ક્યાંથી આવ્યા, તે દિશામાં તપાસ કરવા માટે પોલીસ સાયબર એક્સપર્ટની મદદ લઈ રહી છે. નોંધનીય છે કે દિલ્હીમાં આ ત્રણ સિવાયની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
#WATCH दिल्ली पुलिस की एक टीम आरके पुरम के डीपीएस पहुंची। यह उन दो स्कूलों में से एक है, जिन्हें आज सुबह ई-मेल के जरिए बम की धमकी मिली थी। pic.twitter.com/OfE3YdGHxp
— ANI_HindiNews (@AHindinews) December 9, 2024
નોંધવું જોઈએ કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ એક સાથે અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. જોકે સદનસીબે તે માત્ર પોકળ ધમકીઓ જ હોવાનું સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે ફરી એક વાર આ પ્રકારની ધમકીઓ મળતા હાલ રાજધાની દિલ્હીમાં અજંપા ભરી સ્થિતિ છે. જ્યાં સુધી એજન્સીઓ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર નહીં કરે ત્યાં સુધી લોકોના જીવ અધ્ધર રેહશે.