બિહારના (Bihar) ગોપાલગંજથી (Gopalgunj) લવ જેહાદ (Love Jehad) અને ધર્માંતરણનો (Forced conversions) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હિંદુ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તબરેજ આલમ નામના મુસ્લિમ વ્યક્તિએ સમીર સહગલ બનીને તેની સાથે લવ જેહાદ આચર્યો છે. યુવતીનો આરોપ છે કે તેને ઘણા લાંબા સમય સુધી અંધારામાં રાખીને તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ દરમિયાન તે ગર્ભવતી પણ થઈ અને તેનું ગર્ભપાત પણ કરાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર હિંદુ યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે લગભગ ચાર વર્ષ પહેલા આરોપીના સંપર્કમાં આવી હતી. તે એક ખાનગી શાળા ચલાવતો હતો અને તેણે પોતાની ઓળખ સમીર સહગલ તરીકે આપી હતી. તેણે પોતાની વાતોમાં ભેળવીને પીડિતાનો ભરોસો જીતી લીધો. બાદમાં સારી નોકરી આપવાના બહાને અને નાની મોટી મદદના નામે તેને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.
તેવામાં આરોપી યુવતીને સારું અને ઉચ્ચ શિક્ષણ આપવાના નામે કોલકાતા લઈ ગયો. અહીં તેને એક ઘરમાં ગોંધી રાખીને તેના પર અનેકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો. હિંદુ યુવતીનો આરોપ છે કે સમીર સહગલ ઉર્ફે તબરેજે બળાત્કાર દરમિયાન તેના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. તે તેના આધારે યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો. આરોપીની પોલ ખુલી જતા તે પીડિતાને ધર્માંતરણ કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો.
યુવતી ગર્ભવતી થઇ તો મુસ્લિમ નામ જણાવીને અબોર્શન કરાવ્યું
તેવામાં વારંવાર બળાત્કારથી યુવતી ગર્ભવતી થઈ જતા તેને એક દવાખાને લઇ જવામાં આવી, જ્યાં તેનું અબોર્શન કરી દેવામાં આવ્યું. આ દરમિયાન આરોપીએ હોસ્પિટલમાં હિંદુ યુવતીનું નામ આલિયા ખાતુન હોવાનું કહીને તે જ નામ નોંધાવ્યું હતું. અંતે જયારે ત્રાસીને પીડિતાએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું તો તેના પર નમાજ પઢવા અને કુરાન પઢવાનું દબાણ કરવામાં આવ્યું. આરોપી પીડિતાને વારંવાર ઇસ્લામ કબૂલ કરી લેવા માટે દબાણ કરતો હોવાનું પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે.
પીડિતાએ જણાવ્યા અનુસાર આરોપી રૂમમાં પૂરીને તેની સાથે મારપીટ કરતો હતો. તેને મોકો મળતાની સાથે જ તે ત્યાંથી ભાગીને પોલીસ પાસે મદદ માટે દોડી આવી હતી. યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે FIR નોંધીને તેનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. બીજી તરફ ફરિયાદ થઈ હોવાનું જાણ થતા જ આરોપી ભાગી છૂટ્યો છે. હાલ પોલીસ તેને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતી કૂલ 3 વાર ગર્ભવતી થઇ હતી અને તેનું અબોર્શન કરાવવામાં આવ્યું હતું. બીજી તરફ બિહારના ગોપાલગંજથી લવ જેહાદ અને બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં તે ચર્ચાનો વિષય બન્યો છે.