Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'માન' ન 'માન' મૈ તેરા...: પંજાબના મુખ્યમંત્રી બન્યા પછી પણ સાંસદના ઘરનો...

    ‘માન’ ન ‘માન’ મૈ તેરા…: પંજાબના મુખ્યમંત્રી બન્યા પછી પણ સાંસદના ઘરનો કબજો ન છોડતાં ભગવંત માન પર કાર્યવાહી શરુ કરવામાં આવી

    પંજાબનું મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હોવા છતાં પોતાનું સાસંદ તરીકેનું ઘર ખાલી ન કરતાં લોકસભા સેક્રેટરીએટે ભગવંત માનનું એ ઘર ખાલી કરાવવાના આદેશ આપ્યા છે.

    - Advertisement -

    AAP નેતા ભગવંત માન 16મી માર્ચે પંજાબના મુખ્ય પ્રધાન બન્યા હતા, અને તેના બે દિવસ પહેલાં જ તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તેઓ હજુ પણ તેઓને લોકસભા સાંસદ તરીકે દિલ્હીમાં ફાળવવામાં આવેલા સરકારી આવાસ પર કબજો જમાવીને બેસી રહ્યા છે. તેમણે હવે સાંસદ ન હોવા છતાં રાયસિના હિલના નોર્થ એવન્યુ પરના આવાસ ખાલી કર્યું ન હોવાથી, લોકસભા સચિવાલયે એસ્ટેટ ઓફિસરને નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના આવાસ પર અનધિકૃત કબજો કરવા બદલ તેમની વિરુદ્ધ આવાસ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું છે.

    AAP ના ભગવંત માન 2019 માં 17મી લોકસભામાં પંજાબના સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. તેમણે માર્ચ 2022 માં પંજાબના મુખ્ય પ્રધાન બનવા માટે સંગરુર સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું.

    સચિવાલયે એસ્ટેટ ઓફિસર સમક્ષ પિટિશન મૂકી છે અને પિટિશનમાં એવું કહેવામાં આવ્યું છે કે માનને 17માં લોકસભાના સભ્ય તરીકે તેમના નિયમિત રહેઠાણ તરીકે કેન્દ્ર સરકારના ડુપ્લેક્સ નંબર 33, નોર્થ એવેન્યુ, તેના યુનિટ્સ અને 153 નોર્થ એવેન્યુની ફાળવણી કરવામાં આવી હતી. પિટિશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “તેમના નામે 14 એપ્રિલથી આ ફાળવણી રદ કરવામાં આવી છે અને માન જગ્યા ખાલી કરવામાં નિષ્ફળ રહ્યા છે. 13 એપ્રિલ પછી ભૂતપૂર્વ સાંસદ દ્વારા બિલ્ડિંગનો કબજો અનધિકૃત છે.”

    - Advertisement -

    એસ્ટેટ ઓફિસરને મોકલવામાં આવેલી અરજીમાં આગળ લખવામાં આવ્યું છે કે, “તેથી વિનંતી કરવામાં આવે છે કે ભગવાન માન, ભૂતપૂર્વ સાંસદ અને તમામ વ્યક્તિઓને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે અને તેમની હકાલપટ્ટીના આદેશો પસાર કરવામાં આવે.”

    સચિવાલયે એસ્ટેટ ઓફિસરને બંગલો ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવા માટે કહ્યું તે પછી પણ, આ મુદ્દાને લઈને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા ઉપલબ્ધ નથી થઈ. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, આ રહેઠાણ હવે RLP પ્રમુખ અને રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલને ફાળવવામાં આવ્યું છે.

    નોર્થ એવન્યુ ખાતેના ડુપ્લેક્સ ફ્લેટ્સ સંસદના સભ્યોને ફાળવવામાં આવનાર નવા બાંધવામાં આવેલા મકાનો છે. ઓગસ્ટ 2019માં પીએમ મોદી દ્વારા આવા 36 ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફ્લેટ 1951-52 માં બાંધવામાં આવેલા જૂના બંગલોની જગ્યાએ બાંધવામાં આવ્યા હતા, જે ખૂબ જૂના થઈ ગયા હતા અને વારંવાર જાળવણીની જરૂર હતી. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સાથે નોર્થ એવેન્યુ અને સાઉથ એવન્યુ પર જૂના મકાનોને બદલીને આધુનિક સુવિધાઓ સાથે આવા 400 જેટલા ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં નવા સંસદ ભવનનું બાંધકામ પણ સામેલ છે, જે પૂર્ણતાને આરે છે.

    કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સાંસદો, ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવોને રાષ્ટ્રીય રાજધાનીમાં રહેણાંક આવાસ આપવામાં આવે છે જ્યારે તેઓ સેવામાં હોય અને દિલ્હીમાં પોસ્ટેડ હોય. જ્યારે તેમનો કાર્યકાળ સમય પહેલા પૂરો થાય છે અથવા કોઈ કારણોસર સમાપ્ત થાય છે, ત્યારે તેઓ સરકારી આવાસ પર કબજો રાખવા માટે અયોગ્ય બની જાય છે. PRS લેજિસ્લેટિવ મુજબ, રહેણાંક આવાસમાંથી કોઈ વ્યક્તિને બહાર કાઢવા માટે, કેન્દ્ર સરકારના એસ્ટેટ અધિકારી પહેલા સંબંધિત વ્યક્તિને લેખિત નોટિસ આપે છે, ત્યારબાદ તેણે ત્રણ કામકાજના દિવસોમાં કારણ બતાવવું પડશે કે કેમ ખાલી કરવાની નોટિસ ન હોવી જોઈએ.

    ઉલ્લેખનીય છે કે તાજેતરની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી હતી અને ભગવંત માનને સરહદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં