Wednesday, January 29, 2025
More
    હોમપેજગુજરાતપેદલ રિક્ષા ભંગારની, ચાલક બાંગ્લાદેશી સલીમઉલ્લાહ, રૂટ જુહાપુરાથી દાણીલીમડા અને માલ 'ગૌમાંસ'!:...

    પેદલ રિક્ષા ભંગારની, ચાલક બાંગ્લાદેશી સલીમઉલ્લાહ, રૂટ જુહાપુરાથી દાણીલીમડા અને માલ ‘ગૌમાંસ’!: અમદાવાદના વાસણા ખાતે હિંદુ કાર્યકર્તાઓએ શંકાસ્પદ માંસનો જથ્થો પકડ્યો, FSLમાં મોકલ્યો

    ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતે જ સ્વીકાર્યું હતું કે, તે એક બાંગ્લાદેશી નાગરિક છે અને માંસના જથ્થાને જુહાપુરાથી દાણીલીમડા લઈ જઈ રહ્યો છે. જે બાદ સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને ઘટના વિશેની જાણ કરી હતી.

    - Advertisement -

    અમદાવાદમાંથી (Ahmedabad) ગૌમાંસનો (Beef) જથ્થો ઝડપાયો હોવાની તાજી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, વાસણા જતાં આંબેડકર બ્રિજ પાસે આ જથ્થો મળી આવ્યો છે. ગૌમાંસનો આ જથ્થો સલીમઉલ્લાહ (salimullah) નામના એક શખ્સ પાસેથી મળી આવ્યો છે. આરોપી પેદલ રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તેણે પોતે સ્વીકાર્યું છે કે, તે એક બાંગ્લાદેશી (Bangladeshi) નાગરિક છે અને પેદલ રિક્ષામાં જુહાપુરાથી માંસ ભરીને દાણીલીમડા આવી રહ્યો હતો. દરમિયાન હિંદુ સંગઠનોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસ (Ahmedabad Police) હવાલે કર્યો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    આ સમગ્ર ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શી દાણીલીમડા ભાજપના પ્રમુખ ભૌમિક સોખડિયાનો સંપર્ક કર્યો હતો, જે વ્યવસાયે પોતે વકીલ છે. તેમણે ઘટનાને લઈને જણાવ્યું છે કે, સોમવારે (6 જાન્યુઆરી) સાંજના લગભગ 4 કલાકે દાણીલીમડાથી વાસણા જતાં આંબેડકર બ્રિજ પાસે સાઈબાબા મંદિરની નજીક એક પેદલ રિક્ષામાંથી સ્થાનિક હિંદુ સંગઠનોએ ગૌમાંસ પકડી પાડ્યું હતું. ભૌમિકના જણાવ્યા અનુસાર, હિંદુ સંગઠનોએ પૂછપરછ કરતાં રિક્ષાચાલકનું નામ સલીમઉલ્લાહ હોવાનું સામે આવ્યું હતું.

    ‘બાંગ્લાદેશી નાગરિક, જુહાપુરાથી દાણીલીમડા સુધી લઈ જઈ રહ્યો હતો ગૌમાંસ’- પ્રત્યક્ષદર્શી

    ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી ભૌમિક સોખડિયાએ વધુમાં જણાવ્યું છે કે, આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતે જ સ્વીકાર્યું હતું કે, તે એક બાંગ્લાદેશી નાગરિક છે અને માંસના જથ્થાને જુહાપુરાથી દાણીલીમડા લઈ જઈ રહ્યો છે. જે બાદ સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને ઘટના વિશેની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આરોપી સલીમઉલ્લાહની અટકાયત કરી હતી.

    - Advertisement -

    આ ઉપરાંત સ્થળ પર હાજર પોલીસકર્મીએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, હાલ રિક્ષાચાલકની અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી તથા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આરોપીની સાથે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. મળી આવેલા માંસના સેમ્પલ પણ FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આરોપીની પૂછપરછ કર્યા બાદ વધુ માહિતી સામે આવી શકે છે. હાલ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં