Tuesday, January 7, 2025
More
    હોમપેજક્રાઈમઅનસે અન્ય પુરુષ સાથે સંબંધો બાંધ્યા, તો પ્રેમી હામીદે ગુસ્સે થઈને કરી...

    અનસે અન્ય પુરુષ સાથે સંબંધો બાંધ્યા, તો પ્રેમી હામીદે ગુસ્સે થઈને કરી દીધી હત્યા: પોલીસે કરી ધરપકડ, બરેલીનો સમલૈંગિક પ્રેમ-મર્ડરનો ચોંકાવનારો કેસ

    જ્યારે અનસે હામીદને કહ્યું કે તે પંજાબ જાય છે અને પરત નહીં આવે ત્યારે હામીદે અનસને પંજાબ જવાની ના પાડી. જોકે અનસ માન્યો નહીં. ત્યારે હામીદે અનસની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.

    - Advertisement -

    બરેલીમાં (Bareilly) થયેલ મુસ્લિમ યુવક અનસ હત્યા (Murder) મામલે ખુલાસો થયો છે. આ મામલે પોલીસે અનસના જ મિત્ર હામીદની ધરપકડ કરી હતી. હામીદ અહમદે અનસની હત્યા કરી તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી હત્યાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોસ્ટ મોર્ટમમાં વાસ્તવિકતા સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી જેમાં સમલૈંગિક પ્રેમ (Homosexual Relations/Gay) હોવાનો મામલો સામે આવ્યો હતો.

    બરેલીમાંથી સામે આવેલ આ ઘટના 6 મહિના પહેલાં કિલા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્વાલેનગરમાં બની હતી. જ્યાં 1 જૂન 2024ના રોજ રેલવે ટ્રેકની બાજુમાં એક યુવકની લાશ મળી આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અજાણી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી રહ્યો હતો.

    પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો

    જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલ ખુલાસાઓએ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરતા પહેલાં તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. તથા અજાણી લાશની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -

    તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મૃતકનું નામ અનસ છે જે કિલા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતો. આ દરમિયાન સામે આવ્યું હતું કે આ જ વિસ્તારમાં રહેતા હામીદ સાથે અનસના સમલૈંગિક સંબંધો હતા. બંને લાંબા સમય સુધી એકબીજા સાથે સંબંધમાં હતા. પરંતુ આ દરમિયાન હામીદને જાણ થઇ કે અનસ પંજાબ નોકરી કરવા જવાનો હતો.

    રેલવેટ્રેક પર બોલવી કરી હત્યા

    અહેવાલ અનુસાર અનસના અન્ય યુવક સાથે સંબંધ હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે અનસે હામીદને કહ્યું કે તે પંજાબ જાય છે અને પરત નહીં આવે ત્યારે હામીદે અનસને પંજાબ જવાની ના પાડી. જોકે અનસ માન્યો નહીં. ત્યારે હામીદે અનસની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. ઘટનાના દિવસે હમીદે અનસને રેલવે લાઇન પર મળવા બોલાવ્યો હતો.

    જ્યાં હામીદે અનસ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને પછી દોરડા વડે ક્રૂરતાપૂર્વક અનસનું ગળું દબાવી હત્યા કરીને લાશ રેલવે ટ્રેક પર ફેંકી ફરાર થઇ ગયો હતો. પોલીસ તપાસમાં અનસની આસપાસના કેટલા લોકો ગાયબ છે એની જાણકારી મેળવતા હામીદ અંગે પણ ખુલાસા થયા હતા. ત્યારે 6 મહિનાની તપાસ પછી પોલીસે હામીદની ધરપકડ કરી તેને જેલભેગો કરી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં