Sunday, January 26, 2025
More
    હોમપેજદુનિયાકઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયન મિસાઈલના કારણે થયું ક્રેશ!: જાણો કેમ...

    કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયન મિસાઈલના કારણે થયું ક્રેશ!: જાણો કેમ અહેવાલોમાં થઈ રહ્યો છે આ દાવો

    વિમાનના કાટમાળનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બહારની સપાટીમાં ઘણા નાના કાણાં પાડેલા જોઈ શકાય છે. આ તમામ વિગતો પરથી લોકો કહી રહ્યા છે કે પેસેન્જર પ્લેનને યુક્રેનિયન ડ્રોન સમજીને રશિયન મિસાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    26 ડિસેમ્બરના રોજ યુરોન્યૂઝે (Euronews) અઝરબૈજાની સરકારના સ્ત્રોતો પાસેથી વિશિષ્ટ રૂપે પુષ્ટિ કરી હતી કે 25 ડિસેમ્બરે અઝરબૈજાન એરલાઇન્સનું (Azerbaijan Airlines) વિમાન અક્તાઉમાં જમીનથી હવામાં પ્રહાર કરતી રશિયન મિસાઇલને (Russian missile) કારણે ક્રેશ થયું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે રશિયામાં ગ્રોઝની પર એન્ટી-ડ્રોન ઓપરેશન (anti-drone operations) દરમિયાન તેના પર ફાયરિંગ કર્યા પછી પ્લેન J28432ની બાજુમાં હવામાં વિસ્ફોટ થતાં વિમાનના મુસાફરો અને કેબિન ક્રૂ રશિયન મિસાઇલના કાટમાળથી અથડાયા હતા.

    યુરોન્યૂઝ સાથે વાત કરતા અઝરબૈજાની સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્ષતિગ્રસ્ત પ્લેનને કેસ્પિયન સમુદ્ર ઉપરથી કઝાકિસ્તાનના (Kazakhstan) અક્તાઉ તરફ ઉડવાની ફરજ પાડવામાં આવી હતી. પાઇલોટ્સે ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી હતી તેમ છતાય તેમને કોઈપણ રશિયન એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નોંધનીય છે કે અઝરબૈજાનના બાકુથી આ ફ્લાઈટ રશિયાના ચેચન્યાના ગ્રોઝની જઈ રહી હતી. ડેટા દર્શાવે છે કે સમુદ્ર પરના ફ્લાઇટ પાથ સાથે, એરક્રાફ્ટની GPS નેવિગેશન સિસ્ટમ્સ જામ થઈ ગઈ હતી.

    બાકુ સ્થિત આંતરરાષ્ટ્રીય પોર્ટલ AnewZ અનુસાર, અઝરબૈજાની સરકારી સૂત્રોને ટાંકીને, મિસાઇલને પેન્ટસિર-એસ એર ડિફેન્સ સિસ્ટમથી છોડવામાં આવી હતી. AnewZ એ રશિયન લશ્કરી બ્લોગરને પણ ટાંક્યો જેણે દાવો કર્યો હતો કે. “વિમાનને થયેલ નુકસાન સૂચવે છે કે એરક્રાફ્ટ આકસ્મિક રીતે એર-ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ સાથે અથડાયું હશે.”

    - Advertisement -

    વિમાનના કાટમાળનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બહારની સપાટીમાં ઘણા નાના કાણાં પાડેલા જોઈ શકાય છે. આ તમામ વિગતો પરથી લોકો કહી રહ્યા છે કે પેસેન્જર પ્લેનને યુક્રેનિયન ડ્રોન સમજીને રશિયન મિસાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

    38 મુસાફરોના થઈ ચૂક્યા છે મોત

    નોંધનીય છે કે 25 ડિસેમ્બરના દિવસે રશિયા તરફ જતું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનના અક્તાઉ વિસ્તાર નજીક ક્રેશ થયું હતું, જેમાં પાંચ ક્રૂ સભ્યો સહિત 67 મુસાફરો હતા. તાજી જાણકારી મુજબ હમણાં સુધી તેમાંથી 38 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા ઘાયલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં