Monday, March 24, 2025
More

    રશિયા જતું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ: 42ના મોતની આશંકા, વિડીયો વાયરલ

    રશિયા (Russia) તરફ જતું પેસેન્જર પ્લેન (passenger plane crash) કઝાકિસ્તાનના (Kazakhstan) અક્તાઉ વિસ્તાર નજીક ક્રેશ થયું હતું, જેમાં પાંચ ક્રૂ સભ્યો સહિત 67 મુસાફરો હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં લગભગ 25 લોકો બચી ગયા હોવાના અહેવાલ છે, તેમ છતાં અનેક જાનહાનિની ​​આશંકા છે.

    મંત્રાલયે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા હોવાની સંભાવના છે, જોકે જાનહાનિની ​​ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થઈ નથી. અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન (Azerbaijan Airlines Plan) રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેને પાછું ફેરવવામાં આવ્યું હતું. કઝાક મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રેસ થતા પહેલા વિમાને એરપોર્ટ પર હવામાં ઘણા આંટા માર્યા હતા.

    કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે 52 બચાવકર્તા અને 11 ટુકડીઓ અક્તાઉમાં ક્રેશ સાઇટ પર પહોંચ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગ્નિશમન સેવાઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે અને બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.