Thursday, April 17, 2025
More
    હોમપેજક્રાઈમ'વિજય દાસ' નામ સાથે રહેતો હતો મો. શહજાદ, સૈફ અલી ખાનના ઘરમાં...

    ‘વિજય દાસ’ નામ સાથે રહેતો હતો મો. શહજાદ, સૈફ અલી ખાનના ઘરમાં જ નહીં દેશમાં પણ કઈ રીતે ઘૂસ્યો તે પણ પ્રશ્ન: નથી કોઈ ઓળખપત્ર કે દસ્તાવેજ, બાંગ્લાદેશી હોવાની પોલીસને શંકા

    મુંબઈ પોલીસે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, આરોપી મોહમ્મદ શહજાદ નકલી નામ 'વિજય દાસ' ધારણ કરીને ધરપકડથી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો. તે થાણેમાં હાઉસકીપીંગ એજન્સીમાં હાઉસકીપર તરીકે કામ કરી રહ્યો હતો.

    - Advertisement -

    બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલા (Attack) મામલે મુંબઈ પોલીસે (Mumbai Police) આરોપીની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસના DCP દીક્ષિત ગેદામે મીડિયાને આ મામલે જણાવ્યું છે કે, આરોપીને થાણેથી પકડી પાડવામાં આવ્યો છે અને તેની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ (Mohammad Shariful Islam Shehzad) તરીકે થઈ છે. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આરોપી બાંગ્લાદેશી (Bangladeshi) મૂળનો હોય શકે છે. પોલીસે જણાવ્યું છે કે, તેનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે.

    સૈફ અલી ખાન પર હુમલા મામલે DCP દીક્ષિત ગેદામે રવિવારે (19 જાન્યુઆરી) એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી અને આરોપી વિશેની માહિતી આપી હતી. અધિકારીએ એ પણ જણાવ્યું છે કે, આરોપીની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, તેની પાસે કોઈ ભારતીય દસ્તાવેજ કે ઓળખપત્ર પણ નથી. આ ઉપરાંત તે હિંદુ નામ ધારણ કરીને ભારતમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસની સામે કબૂલ્યું છે કે, તે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો અને છરીથી હુમલો પણ કર્યો હતો.

    ‘વિજય દાસ’ નામ સાથે રહેતો હતો મોહમ્મદ

    મુંબઈ પોલીસે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, આરોપી મોહમ્મદ શહજાદ નકલી નામ ‘વિજય દાસ’ ધારણ કરીને ધરપકડથી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો. તે થાણેમાં હાઉસકીપીંગ એજન્સીમાં હાઉસકીપર તરીકે કામ કરી રહ્યો હતો. આ ઉપરાંત તે જાણવા મળ્યું છે કે, તે 6 મહિના પહેલાં જ મુંબઈમાં આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે, આરોપીએ પોતે પશ્ચિમ બંગાળનો હોવાનું જણાવ્યું છે, પરંતુ તેની પાસે ભારતીય હોવાના કોઈ પુરાવા કે દસ્તાવેજ નથી. તેથી પોલીસને શંકા છે કે, તે બાંગ્લાદેશી નાગરિક છે. જે બાદ પોલીસે પાસપોર્ટ એક્ટ હેઠળની વિવિધ કલમો પણ FIRમાં જોડી છે.

    - Advertisement -

    પોલીસે તે પણ જણાવ્યું છે કે, આરોપી વારંવાર પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. શરૂઆતમાં તે 5 કે 6 મહિના પહેલાં મુંબઈ આવ્યો હતો. જે બાદ મુંબઈની પાસેના વિવિધ શહેરોમાં તે રહ્યો હતો અને ઘટનાના 15 દિવસ પહેલાં તે ફરી મુંબઈમાં આવ્યો હતો, ઘટનાને અંજામ આપ્યા બાદ તે ઝાડીઓમાં પણ રહેવા લાગ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, આરોપીએ ચોરીના ઈરાદે અભિનેતા પર હુમલો કર્યો હતો. આરોપીએ પણ પોલીસને જણાવ્યું છે કે, ચોરી કરવા માટે તેણે આવું કર્યું હતું.

    પોલીસને શંકા છે કે, આરોપી બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. હાલમાં તેણે પોતાની ઓળખ ‘વિજય દાસ’ તરીકે આપી હતી. તે સામાન્ય રીતે 6 મહિના પહેલાં મુંબઈ આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં રહેતો હતો. પોલીસ હાલ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જો તે બાંગ્લાદેશી નાગરિક છે, તો તેણે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કઈ રીતે મેળવ્યો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં