Tuesday, September 17, 2024
More
    હોમપેજક્રાઈમ'ભારતીય દૂતાવાસ પર કરો હુમલો, 15 ઑગસ્ટે રાષ્ટ્રધ્વજ ન ફરકાવે પંજાબ CM':...

    ‘ભારતીય દૂતાવાસ પર કરો હુમલો, 15 ઑગસ્ટે રાષ્ટ્રધ્વજ ન ફરકાવે પંજાબ CM’: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ ફરી દેખાયો, વિડીયોમાં આપી ધમકી

    તેણે ભારતને વિભાજિત કરવા પંજાબના લોકો અને વિદ્યાર્થીઓને બળવો કરવા ભડ્કાવ્યા છે. તેણે પંજાબના લોકોને PM મોદી વિરુદ્ધ બળવો કરવા કહ્યું હતું. વિશ્વભરના ભારતીય દૂતાવાસો પર હુમલો કરવા કહ્યું હતું.

    - Advertisement -

    ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ (Gurpatwant Singh Pannun) મુખ્યમંત્રી ભગવંત માનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે પંજાબ ભારતનો ભાગ ન હોવાથી રાજ્યના તેણે મુખ્યમંત્રી ભગવંત સિંઘ માનને (Bhagwant Singh Mann) ભારતીય સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની ના પાડી છે. ગુરપતવંત સિંહ પન્નુ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’નો (Sikhs for Justice) સ્થાપક છે.

    ખાલિસ્તાની આતંકવાદી પન્નુને દાવો કર્યો હતો કે તિરંગા હેઠળ શીખોની હત્યા કરવામાં આવી હતી. પંજાબના ખેડૂતો તિરંગા હેઠળ અન્યાયનો ભોગ બન્યા હતા. તેણે દાવો કર્યો હતો કે 15મી ઓગસ્ટ શીખ ધર્મ અને પંજાબ માટે આઝાદીનો દિવસ નથી. તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો કે પંજાબમાં શીખ ખેડૂતોની આત્મહત્યા માટે ભગવંત માનની સરકાર જવાબદાર છે. ગુરપતવંત પન્નુ દ્વારા ઘોષણા કરાઈ હતી કે મુખ્યમંત્રીને સ્વતંત્રતા દિવસ (Independence Day) પર તિરંગો લહેરાવતા અટકાવવામાં આવશે. જે આવું કરવામાં સફળ થશે તેને પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ તરફથી ₹1 કરોડનું ઇનામ આપવામાં આવશે.

    બાંગ્લાદેશની ઘટનાને લઈને ભારત પર ટાંક્યું નિશાન

    પન્નુએ વિડીયોમાં બાંગ્લાદેશી માહોલ વિષે કહ્યું હતું કે, “સૌ પ્રથમ, હું બાંગ્લાદેશના લોકો અને તેના વિદ્યાર્થીઓની અમેરિકા વિરોધી સરકારને પછાડવા બદલ પ્રશંસા કરવા માંગુ છું. શેખ હસીના ભારતની સમર્થક હતી. તેથી તેની સરકારનું પતન થવું એ ભારત માટે સંદેશ છે કે હવે આગલો વારો નરેન્દ્ર મોદીનો (Narendra Modi) છે.”

    - Advertisement -

    તેણે ભારતને વિભાજિત કરવા પંજાબના લોકો અને વિદ્યાર્થીઓને બળવો કરવા ભડ્કાવ્યા છે. તેણે પંજાબના લોકોને PM મોદી વિરુદ્ધ બળવો કરવા કહ્યું હતું. વિશ્વભરના ભારતીય દૂતાવાસો પર હુમલો કરવા કહ્યું હતું. ઉપરાંત 15 ઓગસ્ટના રોજ તિરંગો લહેરાવતો રોકવા, બળવો કરવા વિશ્વમાંથી ફંડ ભેગું કરવા ઉકસાવ્યા હતા. તે દિવસને મોદી શાસનનો કયામતનો દિવસ બનાવવા કહ્યું હતું. આ બળવા દ્વારા ભારતમાંથી પંજાબને અલગ પાડી ખાલિસ્તાન બનાવવાની ધમકી પણ આપી હતી.

    ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વારંવાર ભારતના વિરોધમાં ઝેર ઓંકતો હોય છે. દેશ વિરોધી નિવેદનો અને દેશના તથા ભારત તરફી નેતાઓને ધમકીઓ આપતો હોય છે. આ અગાઉ પણ તેણે કેનેડામાં રહેલા હિંદુ સાંસદને ધમકી આપતો વિડીયો મૂક્યો હતો. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2020ના રોજ પન્નુને આતંકવાદી ઘોષિત કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં