Tuesday, January 14, 2025
More
    હોમપેજગુજરાતઅમદાવાદના સલમાન એવન્યુના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા પહોંચી AMCની ટીમ, સ્થાનિકો હાઇકોર્ટમાંથી...

    અમદાવાદના સલમાન એવન્યુના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા પહોંચી AMCની ટીમ, સ્થાનિકો હાઇકોર્ટમાંથી લઈ આવ્યા સ્ટે: અતિક્રમણ સીલ કરવાનો આદેશ

    નોંધવા જેવું છે કે, બિલ્ડર મોઈન ખાન દ્વારા 18 માળના બિલ્ડિંગની મંજૂરી લેવામાં આવી હતી. જે બાદ 22 માળની રિવાઇઝ પરમીશન લેવામાં ખોટી NOC હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અમદાવાદના શહેરના દાણાપીઠમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation) મુખ્ય ઓફિસની સામે આવેલ સલમાન એવન્યુ બિલ્ડિંગમાં (Salman Avenue Building) ગેરકાયદે બાંધવામાં (Illegal Construction) આવેલ પાંચમા અને છઠ્ઠા માળને તોડી પાડવા માટે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે કામગીરી શરૂ કરી હતી. જોકે, આ દરમિયાન જ બિલ્ડરે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) બાંધકામ તોડવાની કામગીરીને રોકવા માટે થઈને તાત્કાલિક સુનાવણીની માંગ કરતી અરજી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરે એસ્ટેટ વિભાગની ટીમ દાણાપીઠમાં આવેલ સલમાન એવન્યુનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા પહોંચી હતી. ગેરકાયદે બાંધકામમાં ચણાયેલા બે માળને તોડવા માટે AMCના અધિકારીઓ પહોંચ્યા તે દરમિયાન સ્થાનિકોએ હોબાળો કર્યો અને ડિમોલિશન કાર્યવાહીને અટકાવી હતી. આ સાથે જ ત્યાં AIMIMના કોર્પોરેટર અને કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચી ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ કરવા લાગ્યા હતા.

    નોંધનીય છે કે AMCનું કહેવું હતું કે 15 મીટરના બાંધકામની મંજૂરી લઈને 22 મીટરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જોકે આ મામલે સ્થાનિકોએ કહ્યું હતું કે, જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે કેમ તંત્ર નહોતું જાગ્યું. આ દરમિયાન જ ગેરકાયદે બાંધકામની તોડફોડ અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સ્ટેટસ કો માટેની અરજી કરવામાં આવી તથા તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    આ  મામલે હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને બિલ્ડીંગના ગેરકાયદે બે માળને સીલ કરી તેનો કબજો મેળવી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી આગામી સુનાવણી ન થાય અને કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ બાંધકામ તોડવા કે રિપેર કરવામાં ન આવે. તથા બિલ્ડીંગની હાલમાં જે સ્થિતિ છે તે સ્થિતિ જ યથાવત રાખવામાં આવે.

    પુરાતત્વ વિભાગની ખોટી NOC મેળવીને ઊભા કરાયા હતા બે માળ

    અહીં એ પણ નોંધવા જેવું છે કે, બિલ્ડર મોઈન ખાન દ્વારા 18 માળના બિલ્ડિંગની મંજૂરી લેવામાં આવી હતી. જે બાદ 22 માળની રિવાઇઝ પરમીશન લેવામાં ખોટી NOC હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. 2015માં તેને 9.21 મીટર ઊંચાઈની મંજૂરી મળી હતી. એ બાદ 2017માં 20.57 મીટરની ઊંચાઈને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ 29 જૂન 2018ના રોજ તથા 14 ઑગસ્ટ 2018ના રોજ પુરાતત્વ વિભાગની NOCની સ્પષ્ટતા મંગાવતા નવી દિલ્હી ખાતેથી એવી સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, 2017ના રોજ જે NOC રજૂ કરાઈ હતી એ બોગસ છે. જે-તે સમયઆ બિલ્ડિંગ એન્જિનિયરનું લાયસન્સ પણ તત્કાલ રદ કરી દેવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે, કોર્ટના આદેશ પહેલાં જ્યારે આ બાંધકામને તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને AIMIMના કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તથા તેમણે પણ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. ઈમરાન ખેડાવાલાએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો હતો કે, અમદાવાદમાં બીજી ઘણી બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ છે પરંતુ આ એક જ બિલ્ડીંગને નિશાનો બનાવવામાં આવી રહી છે.

    આ મામલે ભાજપ નેતા ભૂષણ ભટ્ટે X પર પોસ્ટ કરીને ઈમરાન ખેડાવાલા પર આરોપ મુક્યા હતા. તેમણે લખ્યું હતું કે, “કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલાનો હાથ અને ગેરકાયદેસર મકાન બનાવનારને સાથ. સુફિયાણી વાતો કરી સમાજના લોકોને ખુશ કરવાનું કાર્ય કર્યું છે. ‘મેરા કામ હી મેરી પહેચાન’ શું આ ઓળખ છે તેમની?”

    તેમણે આગળ લખ્યું હતું કે “જ્યારે-જ્યારે મેં ધ્યાન દોર્યું છે, ત્યારે-ત્યારે અસામાજિક તત્વોએ ઉશ્કેરણીભર્યું વર્તન કર્યું છે. આગળ પણ સમાજ જીવનની અંદર સરકારનું ધ્યાન દોરવાનું હશે ત્યારે ચોક્કસ રીતે ધ્યાન દોરીશ. ભલે પછી કોઈ પણ પ્રકારનું વર્તન અસામાજિક તત્વો દ્વારા થાય. કારણ કે મારી ઓળખ પ્રજા જીવનની અંદર સાચા અર્થમાં કામ કરનારી છે, નહીં કે ફોટા પડાવીને નાટકો કરવાની.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં