તાજેતરમાં જ હિંદુ છોકરીઓને છેતરપિંડી કરીને ફસાવવી, તેમની સાથે પ્રેમસંબંધો બાંધીને ફોસલાવીને શારીરિક સંબંધો બાંધવા આ દરમિયાન અશ્લીલ ફોટા-વિડીયો મેળવીને તેમને બ્લેકમેલ કરવાના ઘણા મામલા સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક લવ જેહાદનો (Love Jihad) મામલો અલીગઢમાંથી (Aligarh) પણ સામે આવ્યો છે. ઑપઇન્ડિયા પાસે રહેલ FIRની નકલ અનુસાર અલીગઢમાં દાનિશ સૈફીએ એક હિંદુ છોકરીને છેતરપિંડી દ્વારા ફસાવી હતી.
યુવતીએ જણાવ્યું હતું કે દાનિશ સૈફીએ તેની સાથે મિત્રતા કરી અને છેતરપિંડી કરીને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો. પછી તેણે ફોનમાં હાજર ફોટા અને વિડીયો તેની પાસે રાખી લીધા. ત્યારપછી તેણે છોકરી પર નિકાહ કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જો છોકરી નિકાહ ન કરે તો તેને જાનથી મારી નાખવાની અને જીવ આપી દેવાની ધમકીઓ આપી રહ્યો છે.
FIR અનુસાર, 22 ફેબ્રુઆરી 2025ના રોજ અલીગઢમાં ભગવાન કૃષ્ણા હોસ્પિટલ પાસે અરમાન નામના છોકરાએ છોકરીનો ફોન લઈ લીધો હતો. ત્યારપછી આ ફોન દાનિશ સૈફીએ છીનવી લીધો હતો. ત્યારપછી તેણે હિંદુ છોકરીનો નંબર પોતાના નામે પોર્ટ કરાવ્યો અને છોકરીના સગાસંબંધીઓને ફોન કરવા લાગ્યો.
ફેક ID બનાવી પોસ્ટ કરી તસ્વીરો
દાનિશ પાસે છોકરીનો ફોન અને તેનો નંબર હતો અને તેની પાસે તેની ઍક્સેસ પણ હતી, તેથી તેને છોકરીના બધા સંપર્કોની ઍક્સેસ મળી ગઈ. ત્યારપછી દાનિશ સૈફીએ છોકરીને ધમકાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે છોકરીની ભત્રીજીના નામે ફેસબુક પર એક ID બનાવી અને તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું.
ત્યારબાદ દાનિશ સૈફીએ પીડિત હિંદુ છોકરીને ફોન અને સિમ આપવાના બહાને ક્વાસી ક્રોસિંગ પાસે બોલાવી. તેણે છોકરી સાથે ખરાબ વર્તન કર્યું અને તેનો ફોન પણ પાછો આપ્યો નહીં. દાનિશ સૈફીના બ્લેકમેઇલિંગથી કંટાળીને, યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો અને FIR નોંધાવી હતી. જોકે, આ કેસમાં પોલીસે શું કાર્યવાહી કરી છે તે જાણી શકાયું નથી.
FIRમાં એ પણ ઉલ્લેખ છે કે દાનિશે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવા માટે છોકરીના મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો. તેના કૃત્યોથી છોકરી માનસિક રીતે પરેશાન છે. આ સમગ્ર મામલે, વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા લોકો સોમવારે (14 એપ્રિલ 2025) આ લવ જેહાદ મામલે પોલીસ અધિક્ષકને પણ મળશે. VHP અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને ફરિયાદી પર સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.