Wednesday, January 29, 2025
More
    હોમપેજદેશઅજમેરમાં મુસ્લિમ બાપ-દીકરાએ અપનાવ્યો સનાતન ધર્મ: કહ્યું- મૌલવી સાથે મળીને બીવી-પુત્રી કરતા...

    અજમેરમાં મુસ્લિમ બાપ-દીકરાએ અપનાવ્યો સનાતન ધર્મ: કહ્યું- મૌલવી સાથે મળીને બીવી-પુત્રી કરતા હતા પરેશાન, કરાવી દીધો હતો POCSO અંતર્ગત કેસ

    શફીક ખાનથી શુભમ અગ્રવાલ બનનાર વ્યક્તિએ કહ્યું હતું કે ખાનપુરાની મસ્જિદના મૌલવીના કારણે જ તેમના તેમની બીવી સાથે તલાક થઇ ચુક્યા છે અને તેમણે તેમની બીવીને ₹2 લાખ પણ આપ્યા હતા. તથા મૌલવીએ તેમની પુત્રીને ઉશ્કેરીને તેમની વિરુદ્ધ POCSO અંતર્ગત કેસ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) એક મૌલવીથી (Maulana) પરેશાન એક મુસ્લિમ પિતા અને પુત્રએ હિંદુ ધર્મ (Hindu) અપનાવી લીધો હતો. સનાતન ધર્મ અપનાવનારા પિતાએ પોતાનું નામ બદલીને શુભમ અગ્રવાલ રાખ્યું છે, જ્યારે તેમના પુત્રનું નામ અમન અગ્રવાલ રાખવામાં આવ્યું છે. બંને પિતા-પુત્રએ ખ્રિસ્તી ગંજના મંદિરમાં પ્રાર્થના કરી હતી તથા ભગવા વસ્ત્રો પહેરીને સનાતન અપનાવીને તેમનું નામકરણ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે પિતા અને પુત્ર બંને મૂળ અજમેરના ખાનપુરાના રહેવાસી છે. હાલમાં તેઓ અજમેરના સુભાષ નગરમાં રહે છે. શફીક (નામ બદલ્યું છે), જે લગભગ 45 વર્ષના છે, તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરે છે અને તેમની પત્ની અને પુત્ર-પુત્રી સાથે રહે છે. તેમના જણાવ્યા અનુસાર તેમની પડોશમાં રહેતો મૌલવી તેમની બીવી અને પુત્રીને વશમાં કરીને તેમની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે.

    શફીક ખાનથી શુભમ અગ્રવાલ બનનાર વ્યક્તિએ કહ્યું હતું કે ખાનપુરાની મસ્જિદના મૌલવીના કારણે જ તેમના તેમની બીવી સાથે તલાક થઇ ચુક્યા છે અને તેમણે તેમની બીવીને ₹2 લાખ પણ આપ્યા હતા. તથા મૌલવીએ તેમની પુત્રીને ઉશ્કેરીને તેમની વિરુદ્ધ POCSO અંતર્ગત કેસ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે મૌલવીએ તેમના આખા પરિવારને બરબાદ કરી દીધા છતાં મુસ્લિમ સમુદાયનો કોઈ પણ વ્યક્તિ તેમની મદદે આવ્યો નહોતો.

    - Advertisement -

    ઘણા સમયથી અપનાવવા માંગતા હતા હિંદુ ધર્મ

    તેમણે આગળ કહ્યું કે હિંદુ ધર્મમાં બધા એકબીજાને મદદ કરવા સતત તૈયાર હોય છે. આ મામલે પણ તેમણે હિંદુ સમુદાયના લોકો પાસેથી મદદ માંગી ત્યારે તેમને પ્રકારની મદદ મળી, ત્યારે બંનેએ ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો. આ પછી, બંનેએ ખ્રિસ્તી ગંજ સ્થિત મંદિરના પૂજારીનો સંપર્ક કર્યો અને હિંદુ ધર્મ અપનાવવાની વાત કરી.

    આ મામલે પૂજારીએ કહ્યું હતું કે, પિતા અને પુત્ર બંને લાંબા સમયથી પરેશાન હતા અને બંને હિંદુ ધર્મ અપનાવવા માંગતા હતા. આખરે, સોમવાર 13 જાન્યુઆરીના રોજ પૂજા અને હવન કર્યા પછી, તેમણે સનાતન ધર્મ અપનાવ્યો. પૂજારી કહ્યું હતું કે બંનેએ સ્વેચ્છાએ હિંદુ ધર્મ અપનાવ્યો છે. બંનેને સનાતન ધર્મ વિશે પહેલેથી જ ઘણું જ્ઞાન છે.

    ધર્મ પરિવર્તન પછી, શુભમ અગ્રવાલ અને તેમના પુત્ર અમન અગ્રવાલે કહ્યું કે તેઓ હવે સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે સનાતન ધર્મનું પાલન કરશે. તેમણે કહ્યું કે તેઓ દરરોજ પૂજા કરશે અને ભક્તિભાવથી પોતાનું જીવન જીવશે. તેમણે એમ પણ કહ્યું કે હવે તેઓ પોતાનું જીવન ભગવાનની ભક્તિ અને સેવામાં સમર્પિત કરશે.

    મધ્યપ્રદેશમાં કરી હતી ઘરવાપસી

    આ પહેલાં મધ્યપ્રદેશમાં એક મુસ્લિમ યુવકે ઘર વાપસી કરી હતી. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ફિરોઝ નામના મુસ્લિમ યુવકે સનાતન ધર્મ અંગીકાર કરીને ઘરવાપસી કરી હતી. તેણે 8 જાન્યુઆરીના રોજ મહાદેવગઢ મંદિરમાં વિધિ-વિધાન અનુસાર હિંદુ ધર્મ અપનાવીને પોતાનું નામ રાહુલ સનાતની રાખ્યું હતું. ફિરોઝે પંડિત અશ્વિન ખેડેની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર તેમજ શુદ્ધિકરણ અને પવિત્ર હવન સાથે ઘરવાપસીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં