Sunday, January 12, 2025
More
    હોમપેજદેશસ્વપ્નમાં આવવા લાગ્યા હનુમાનજી અને ફિરોઝ બની ગયો રાહુલ: શુદ્ધિકરણ બાદ કર્યો...

    સ્વપ્નમાં આવવા લાગ્યા હનુમાનજી અને ફિરોઝ બની ગયો રાહુલ: શુદ્ધિકરણ બાદ કર્યો સનાતનમાં પ્રવેશ, એમપીથી સામે આવ્યો ઘરવાપસીનો વધુ એક કિસ્સો

    ખંડવાની દુબે કોલોનીમાં રહેતા ફિરોઝ અકરમે જણાવ્યું હતું કે, તેમને 14 વર્ષથી હિંદુ ધર્મમાં ઊંડી આસ્થા હતી. બજરંગબલી અને ખાટુ શ્યામજી અવારનવાર તેમના સપનામાં આવતા હતા અને આ જ તેમની ઘરવાપસીનું મુખ્ય કારણ બની ગયું હતું.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ખંડવા (Khandwa) જિલ્લામાં ફિરોઝ નામના (Firoz Akram) મુસ્લિમ યુવકે સનાતન ધર્મ (Sanatan Dharma) અંગીકાર કરીને ઘરવાપસી (Ghar Wapsi) કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ફિરોઝે વિધિ-વિધાન અનુસાર હિંદુ ધર્મ અપનાવીને પોતાનું નામ રાહુલ સનાતની રાખ્યું છે. ફિરોઝે બુધવારે (8 જાન્યુઆરી 2025) મહાદેવગઢ મંદિરમાં પંડિત અશ્વિન ખેડેની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર તેમજ શુદ્ધિકરણ અને પવિત્ર હવન સાથે ઘરવાપસીની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ખંડવાની દુબે કોલોનીમાં રહેતા ફિરોઝ અકરમે જણાવ્યું હતું કે, તેમને 14 વર્ષથી હિંદુ ધર્મમાં ઊંડી આસ્થા હતી. બજરંગબલી અને ખાટુ શ્યામજી અવારનવાર તેમના સપનામાં આવતા હતા અને આ જ તેમની ઘરવાપસીનું મુખ્ય કારણ બની ગયું હતું. તેમણે આ ઘટનાને ધર્માંતરણ નહીં પણ પોતાના અસલ મૂળ તરફ પરત આવવું ગણાવ્યું હતું.

    ઘરવાપસી દરમિયાન કરવામાં આવેલી શુદ્ધિકરણની પ્રક્રિયામાં મંદિરમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને દસ પ્રકારના પવિત્ર પદાર્થોથી તેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારપછી મુંડન બાદ ભગવા વસ્ત્રો પહેરાવીને પ્રાયશ્ચિત હવન કરવામાં આવ્યો હતો. આ પછી ભગવાન શિવનો જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં કરી ઘરવાપસી

    આ મામલે મંદિરના સંરક્ષક અશોક પાલીવાલે જણાવ્યું હતું કે, ફિરોઝ લાંબા સમયથી હિંદુ ધર્મમાં પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ નિર્ણયને કારણે ફિરોઝને પોતાના પરિવાર અને સમાજના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. વિરોધના કારણે તેમને થોડા સમય માટે ઇન્દોર જતું રહેવું પડ્યું હતું. પરંતુ આઠ દિવસ પહેલાં તેઓ મહાદેવગઢ મંદિરના સંપર્કમાં આવ્યા હતા અને પોતાની મનોકામના પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો.

    નોંધનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા બે વર્ષમાં ખંડવા જિલ્લામાં આવા 22 કિસ્સા નોંધાયા છે, જેમાં મુસ્લિમોએ સનાતન ધર્મ પરંપરા અપનાવી છે. આ ઘટનાએ સનાતન ધર્મની ઉદારતા અને તેના પ્રત્યે લોકોનું આકર્ષણ ફરી ઉજાગર કર્યું છે.

    આ મામલે રાહુલે કહ્યું છે કે, સનાતન ધર્મમાં બધાના કલ્યાણની ભાવના છે અને તેથી જ તેમણે તેને અપનાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સનાતન ધર્મમાં આવ્યા બાદ તેઓ આધ્યાત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ કરી રહ્યા છે.

    મહાદેવગઢ મંદિરના પૂજારી પંડિત અશ્વિન ખેડેએ જણાવ્યું હતું કે, ઘરવાપસી દરમિયાન તમામ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મંદિરમાં શિવભક્તોએ સ્વસ્તિવાચનનો પાઠ કર્યો હતો અને પુષ્પ-અક્ષત દ્વારા રાહુલનું સ્વાગત કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં