સાણંદ (Sanand) તાલુકાના અણદેજ (Anadej) ગામના હિંદુ સમુદાયે સ્થાનિક પ્રશાશન પાસે સુરક્ષાની માંગ કરી છે. હિંદુઓનો (Hindu) આરોપ છે કે સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા હિંદુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. આ મામલે હિંદુ સમુદાયે જિલ્લા અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે. સ્થાનિકોની રાવ છે કે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેર સ્થળોએ ગેરકાયદેસર દબાણ કરીને ત્રાસ ફેલાવવામાં આવી રહ્યો છે.
Harassment of Hindus in Anadej village; memorandum submitted to Sanand Prant officerhttps://t.co/LgQqo9mstQ pic.twitter.com/ZfLLU0jfvy
— DeshGujarat (@DeshGujarat) December 27, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર હિંદુ સમુદાયે આપેલા આવેદનપત્રમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે સ્થાનિક હિંદુ મહિલાઓ પણ આ લોકોથી ત્રસ્ત છે. મહિલાઓ છેડછાડનો ભોગ બનતી હોવાના આરોપ પણ હિંદુ સમુદાય દ્વારા લગાવવામાં આવ્યા છે. અણદેજ ગામના હિંદુ સમુદાયે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનોને સાથે રાખીને આ રાવ કરી હતી.
ગામમાં 70% વસ્તી મુસ્લિમોની
હિંદુ સમાજનું કહેવું છે કે ગામમાં 70%થી વધુ આબાદી મુસ્લિમોની છે અને બાકીની 30%માં હિંદુઓ છે. આરોપ છે કે જયારે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગામમાં વસતા હિંદુ સમાજે રામલલાની શોભાયાત્રા અને રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક ઈસમોએ ધમકીઓ આપતા આ કાર્યક્રમો ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં યોજવામાં આવ્યા હતા. આ ઘટનાની રીસ રાખીને સામા પક્ષે જાહેર જગ્યા પર ચાની કીટલી ખોલીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું.
આરોપ છે કે મુસ્લિમ સમુદાયના કેટલાક ઈસમો અહીં રાત્રે મોડે સુધી બેસી રહે છે અને અશાંતિ ફેલાવે છે. ઘણીવાર અહીંથી પસાર થતી હિંદુ મહિલાઓ છેડતીનો ભોગ બનતી હોવાની વાત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. ગામની હિંદુ દલિત મહિલાઓ અને યુવતીઓને જાતિસૂચક ટિપ્પણીઓ કરીને છેડતી કરવામાં આવતી હતી.
બીજી તરફ આ બધી પ્રતાડનાઓથી ત્રસ્ત થઈને જયારે હિંદુ સમુદાયે પોતાના વિસ્તારમાં ગેટ બનાવવા પ્રયાસ કર્યો, તો હથિયારબંધ ટોળાએ તેનો વિરોધ કરીને ગેટનું કામ અટકાવી દીધું. આ ઘટના બાદ પ્રતાડનાઓ વધી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધતી જતી તકલીફને લઈને સ્થાનિક હિંદુ સમુદાયે જિલ્લા અધિકારીને રજૂઆત કરીને ન્યાય અને સુરક્ષાની માંગ કરી છે. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ સહિતના હિંદુ સંગઠનોએ ગામના હિંદુઓને સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સમાજના અગ્રણી અને હિંદુ સંગઠનોનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક સ્થાપી શકાયો નહતો.