અમદાવાદ (Ahmedabad) પોલીસ ક્રાઈમ બ્રાન્ચે એક હિંદુ કિશોરીના અપહરણ અને શારીરિક શોષણના કેસમાં એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે. આરોપ છે કે તે 10 મહિના પહેલાં પીડિતાને ભગાડીને લઈ ગયો હતો અને અલગ-અલગ ઠેકાણે લઈ જઈને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીની ઓળખ અબ્દુલ મુબીન હમીદખાન પઠાણ તરીકે થઈ છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે આરોપી HIV પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મધ્ય પ્રદેશથી બંનેને પકડી પાડ્યાં હતાં.
આ મામલો માર્ચ 2024નો છે. 22 માર્ચ, 2024ના રોજ સગીરા શાહીબાગ ખાતે એક લગ્નપ્રસંગમાં ગઈ હતી. જ્યાંથી રાત્રે આઠ વાગ્યે તે અચાનક ગાયબ થઈ ગઈ. ત્યારબાદ તેના પિતાએ શાહીબાગ પોલીસ મથકે કિડનેપિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
અમદાવાદઃ 6થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી ઝડપાયો…
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 6, 2025
વિઘર્મી યુવકની પૂછપરછ દરમિયાન સામે આવી વિકૃત માનસિકતા…
મહિલાઓ સાથે સંબંધ રાખી એઈડ્સથી સંક્રમિત કરવાનો હતો પ્લાન…#Gujarat #Ahmedabad #Lovetrap pic.twitter.com/YBWkzaQYfy
ત્રણ મહિના સતત તપાસ કર્યા બાદ પણ પોલીસને કિશોરીનો કોઈ પત્તો ન મળ્યો. ત્યારબાદ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપી દેવામાં આવ્યો. બીજી તરફ, કોઈ ભાળ ન મળતાં પીડિત પિતાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને હસ્તક્ષેપની માંગ પણ કરી.
તપાસ હાથમાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજ્યમાં અને બહાર પણ અનેક ઠેકાણે બંનેને શોધતી રહી. આખરે ફેબ્રુઆરી 2025માં લીડ મળી. કિશોરી અને આરોપી બંને મધ્ય પ્રદેશના બિજોરી શહેરમાં હોવાની બાતમી મળ્યા બાદ એક ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાંથી બંને મળી આવ્યાં.
TOIના રિપોર્ટ અનુસાર, આરોપી અબ્દુલે પીડિતાને એક રીતે બંધક બનાવી રાખી હતી અને તેને સરખું ભોજન પણ આપવામાં આવી રહ્યું ન હતું. અબ્દુલ તેના સંબંધીઓની મદદ લઈને અહીં ઘર ભાડે રાખીને રહેતો હતો. પોલીસ પછીથી બંનેને અમદાવાદ લઈ આવી અને પીડિતાને તેના પરિવારને સોંપવામાં આવી તેમજ આરોપીને શાહીબાગ પોલીસને સોંપી દેવામાં આવ્યો, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શાહીબાગ પોલીસે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કાર્યવાહીની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું કે આરોપી અબ્દુલ પઠાણ મૂળ અમદાવાદના બારેજાનો વતની છે. પોલીસથી બચવા માટે સગીરાને લઈને તે અનેક શહેરોમાં ફરતો રહ્યો હતો. બંને મધ્ય પ્રદેશથી પકડાયાં છે. હાલ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભૂતકાળમાં 6 યુવતીઓને ફસાવી ચૂક્યો છે, તમામનું પરીક્ષણ થશે
રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં તેણે કિશોરીને તેના વતનમાં જ રાખી હતી. પરંતુ એક વકીલની સલાહ પર તે પીડિતાને લઈને સુરત, ઔરંગાબાદ, નાગપુર, બીડ, હૈદરાબાદ, બિલાસપુર વગેરે જેવાં શહેરોમાં ફરતો રહ્યો, જેથી પોલીસના હાથે ન ચડી જવાય. આ વકીલ સામે પણ હવે કાર્યવાહી થશે.
આ સિવાય, પોલીસે જણાવ્યું કે આરોપી જાણતો હોવા છતાં કે પોતે HIV પોઝિટિવ છે, તેણે ભૂતકાળમાં છ યુવતીઓ સાથે સંબંધો બાંધ્યા હતા. પોલીસ હવે આ તમામને ટ્રેસ કરી રહી છે અને તેમનું પણ મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.