Tuesday, May 14, 2024
More
    હોમપેજગુજરાતઆણંદના સામરખામાં હિંદુ યુવાન પર મુસ્લિમ યુવકોનો હુમલો, પીડિત યુવકે કહ્યું- તિરંગા...

    આણંદના સામરખામાં હિંદુ યુવાન પર મુસ્લિમ યુવકોનો હુમલો, પીડિત યુવકે કહ્યું- તિરંગા યાત્રામાં ભગવો ઝંડો લહેરાવવા બદલ માર માર્યો, પોલીસ તપાસ શરૂ

    શુક્રવારે રાત્રે કલ્પેશ ચૌહાણ નામનો 21 વર્ષીય યુવાન સામરખાથી ગોરખપુર તરફ જતો હતો ત્યારે મુસ્લિમ સમાજના અમુક યુવકોએ ઉભો રાખીને હુમલો કરી દીધો હતો અને બેટ વડે માર માર્યો હતો. 

    - Advertisement -

    આણંદના સામરખામાં મુસ્લિમ યુવકો દ્વારા એક હિંદુ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેની ઉપર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. 

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, શુક્રવારે (18 ઓગસ્ટ, 2023) રાત્રે આઠ વાગ્યે કલ્પેશ ચૌહાણ નામનો 21 વર્ષીય યુવાન સામરખાથી ગોરખપુર તરફ જતો હતો ત્યારે સામરખામાં મુસ્લિમ સમાજના અમુક યુવકોએ આ હિંદુ યુવાનને ઉભો રાખીને તેની પર હુમલો કરી દીધો હતો અને બેટ વડે માર માર્યો હતો. 

    યુવક પર હુમલો થયો હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક પોલીસ અધિક્ષક તેમજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન, આણંદ ટાઉન, LCB અને SOGના અધિકારીઓ પણ સ્થળે પહોંચી ગયા હતા અને મામલાની વિગતો મેળવી હતી. 

    - Advertisement -

    આણંદના DySP જે. એન પંચાલે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે, 18 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રિના આઠ વાગ્યે સામરખા ગામે રહેતા કલ્પેશભાઈ મહેશભાઈ ચૌહાણ ગોરખપુરા જવાના રોડ પરથી પસાર થતા હતા ત્યારે સામરખા ગામના જ મુસ્લિમ સમુદાયના ત્રણ છોકરાઓએ અગાઉ 15 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રામાં ઝંડા ફરકાવવા બાબતનું મનદુઃખ રાખી યુવકને બેટથી ઇજા પહોંચાડી હતી. બનાવની જાણ થતાં જ આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલ વિસ્તારમાં શાંતિ છે.

    તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. ફરિયાદ મળ્યા બાદ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

    સ્થાનિક મીડિયા ચેનલ ‘ચરોતરનો અવાજ’ સાથે વાત કરતાં પીડિત યુવકે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટે યોજાયેલી તિરંગા રેલીમાં ભગવો ધ્વજ લહેરાવવા બદલ તેને માર મારવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, “હું 5 વાગ્યે સામરખા ગયો હતો અને રાત્રે સાડા સાત-આઠ વાગ્યાના અરસામાં પરત ફરતો હતો તે સમયે પાછળ બે બાઈક લઈને પાંચથી છ મુસ્લિમો આવ્યા અને બાઈક આડું કરીને ‘તું ભગવા રંગનો ઝંડો કેમ લહેરાવે છે?’ કહીને બેટ મારવા માંડ્યા. ત્યારબાદ હું પડી ગયો હતો, પછી પણ આખા શરીર પર બેટ માર્યા હતા. 

    તિરંગા યાત્રાને લઈને યુવકે જણાવ્યું કે, મારી પાસે ભગવા રંગનો ઝંડો હતો અને હું ડીજે પર ચડીને એ ધ્વજ લહેરાવતો હતો, જેને લઈને મારી સાથે મારામારી કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં