Tuesday, January 21, 2025
More
    હોમપેજદેશઉત્તર પ્રદેશના શામલીમાં STFને મોટી સફળતા, કુખ્યાત મુસ્તફા ક્ગ્ગા ગેંગના અરશદ સહિત...

    ઉત્તર પ્રદેશના શામલીમાં STFને મોટી સફળતા, કુખ્યાત મુસ્તફા ક્ગ્ગા ગેંગના અરશદ સહિત 4ને ઠાર માર્યા: એન્કાઉન્ટરમાં પોલીસ ઈન્સ્પેક્ટને વાગી ગોળીઓ, હાલત ગંભીર

    ઠાર મરનાર ચારેય આરોપીઓ પોલીસના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં હતા. તેમાં અરશદ સહુથી કુખ્યાત હતો અને તેના પર એક લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેના પર લૂંટ, હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

    - Advertisement -

    ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શામલીમાં (Shamli) STFના એન્કાઉન્ટરમાં ચાર ગેંગસ્ટર ઠાર મરાયા છે. આ ચારેય કુખ્યાત મુસ્તફા ક્ગ્ગા (Mustafa Kagga Gang) ગેંગના મેંબર હતા. બદમાશોમાં અરશદ પણ શામેલ છે, જે સેંકડો ગુનાઓ સાથે સંકળાયેલો હતો અને પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી. UP STFએ આ એન્કાઉન્ટરમાં અરશદ, મંજીત, સતીશ અને એક અજ્ઞાત અપરાધીને ઠાર માર્યા છે. બીજી તરફ આ એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ પોલીસના બાહોશ ઇન્સ્પેકટર સુનીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઠાર મરનાર ચારેય આરોપીઓ પોલીસના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં હતા. તેમાં અરશદ સહુથી કુખ્યાત હતો અને તેના પર એક લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેના પર લૂંટ, હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે. સહારનપુર અને તેના આસપાસના વિસ્તારોમાં તેણે પોલીસના નાકમાં દમ કરીને રાખ્યો હતો. તેના વિરુદ્ધ સહરાનપુર, શામલી, મુઝફ્ફરનગર અને હરિયાણાના પાણીપત સહિત અનેક ઠેકાણે ગુના નોંધાયેલા છે.

    બાતમીના આધારે પાર પડ્યું ઓપરેશન, ઇન્સ્પેકટર સુનીલ થયા ઘાયલ

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર UP STFને બાતમી મળી હતી કે અરશદ તેના કેટલાક સાથીઓ સાથે ઝિઝના થઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરી તેને રોકવાનો અને પકડવાનો પ્રયાસ કર્યો. જોકે તેણે પોતાના સાથીઓ સાથે મળીને પોલીસ પર અંધાધુંધ ફાયરીંગ ખોલી દીધું. હુમલો થતાની સાથે જ પોલીસે મોરચો સંભાળી લીધો અને જવાબી કાર્યવાહી શરૂ કરી. કહેવામાં આવી રહ્યું છે કે સતત અડધો કલાક સુધી પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે ફિલ્મી ઢબે ગનફાઈટ ચાલી.

    - Advertisement -

    પોલીસની જવાબી કાર્યવાહીમાં અરશદ અને તેના સાથીઓને પોલીસની ગોળીએ વીંધી નાંખ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા, જોકે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા. બીજી તરફ સામસામાં ફાયરિંગમાં UP STFની ટીમનું ન્તૃત્વ કરી રહેલા બાહોશ પોલીસ ઇન્સ્પેકટર સુનીલને અનેક ગોળીઓ વાગી. તેમને પણ તાત્કાલિક કરનાલની અમૃતધારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જોકે તેમની હાલત વધુ ગંભીર જાણતા તેમને વધુ સારવાર માટે ગુરુગ્રામ ખાતેની હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યા. હાલ તેમની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.

    દદુઆ-ઠોકિયા એન્કાઉન્ટરમાં શામેલ હતા સુનીલ

    STFના SPએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઇન્સ્પેકટર સુનીલની હાલત ખૂબ નાજુક છે. તેમની કેટલીક સર્જરી કરવામાં આવી છે. સુનીલ કુમાર મેરઠના મસૂરી ગામના રહેવાસી છે. તે પહેલા આર્મ્ડ ફોર્સમાં હતા જ્યાં તેમણે PAC કંપની કમાન્ડર તરીકે સેવા આપી હતી. તેઓ 25 વર્ષ પહેલા STFમાં જોડાયા હતા. ઇન્સ્પેકટર સુનીલ કુમાર બહુચર્ચિત દદુઆ, ઠોકિયા સહિત અનેક એન્કાઉન્ટરમાં શામેલ રહી ચુક્યા છે અને સ્થાનિક બદમાશો તેમનાથી થથરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં