Saturday, March 22, 2025
More
    હોમપેજદેશભાજપ સરકારના પહેલા 15 દિવસમાં જ દિલ્હીની મહિલાઓના ખાતામાં પહોંચશે ₹2500, 'શીશ...

    ભાજપ સરકારના પહેલા 15 દિવસમાં જ દિલ્હીની મહિલાઓના ખાતામાં પહોંચશે ₹2500, ‘શીશ મહેલ’ બનશે ‘મ્યુઝિયમ’: CM બનતા જ કામે વળગ્યા રેખા ગુપ્તા

    દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ અરવિંદ કેજરીવાલે 'શીશમહેલ'માં પરિવર્તિત કરેલા સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવાનો ઇનકાર કરી દીધો છે. સાથે જ તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાની વાત કરી છે.

    - Advertisement -

    દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi CM) રેખા ગુપ્તાએ (Rekha Gupta) મોટી જાહેરાતો કરી છે. મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા પણ તેમણે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો કોઈપણ કિંમતે પૂરા કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે મહિલાઓને ₹2500ની રકમ આપવામાં આવશે; તેનો પહેલો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના (International Women’s Day) અવસરે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ‘શીશમહલ’ (Sheesh Mahal) પર પણ એક મોટું નિવેદન આપ્યું.

    સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે ₹2500નો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં દિલ્હીની મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દિલ્હીના તમામ 48 ભાજપના ધારાસભ્યોની જવાબદારી છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરે. ભાજપ સરકાર મહિલાઓને આપવામાં આવતી સહાયની રકમ સહિત તમામ વચનો પૂરા કરશે.

    શીશમહેલમાં નહીં રહે CM રેખા ગુપ્તા

    દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ અરવિંદ કેજરીવાલે ‘શીશમહેલ’માં પરિવર્તિત કરેલા સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવાનો ઇનકાર કરી દીધો છે. તેઓએ સ્પષ્ટતા કરી કે તે અરવિંદ કેજરીવાલ દ્વારા બનાવવામાં આવેલા શીશમહેલમાં રહેશે નહીં અને તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરશે. તેમણે કહ્યું, “અમે શીશમહલને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરીશું… અમે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા તમામ વચનો પૂરા કરીશું. આ પદ માટે પસંદગી પામવા બદલ હું આભાર વ્યક્ત કરું છું.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર હતી. આ વખતે, મહિલા મતદારોએ મતદાનમાં વધુ ઉત્સાહ દર્શાવ્યો, પુરુષોને પાછળ છોડી દીધા. માહિતી અનુસાર, મહિલા મતદાન 60.92% હતું, જ્યારે પુરુષોનું મતદાન 60.21% હતું.

    આ ઉપરાંત, 40 બેઠકો પર મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું. આમાંથી, ભાજપે 29 બેઠકો જીતી, જે દર્શાવે છે કે પાર્ટીએ મહિલા મતદારોને આકર્ષવા માટે અસરકારક વ્યૂહરચના અપનાવી હતી. ભાજપ દ્વારા મહિલાઓ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં