અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર આવતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એક પછી એક ચોંકાવનારા નિર્ણયો અને ઘોષણાઓ કરી રહ્યા છે. કાર્યકાળના પ્રથમ દિવસમાં જ તેમણે WHO, ક્લાઈમેટ એગ્રીમેન્ટ, બોર્ડર ઈમરજન્સી સહિતના લીધેલા નિર્ણયોએ વિશ્વને ચોંકાવી દીધું છે. ત્યારે હવે આ જ શ્રેણીમાં ટ્રમ્પે ટેરિફમાં (High tariff) 25%નો વધારો ઝીંકતા કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (justin trudeau) ઉકળી ઉઠ્યા છે, તેમણે ટ્રમ્પને ‘ધમકી’ આપવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ ટ્રમ્પે પુતિન સાથે મુલાકાતની ઈચ્છા જાહેર કરી છે, અને કહ્યું છે કે રશિયા (Russia) ચર્ચા નહીં કરે તો વધુ પ્રતિબંધ લાદવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો બાદ અગામી 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25% ટેરિફ લાગશે. આ ઘોષણા બાદ કેનેડા વ્યાકુળ થઈ ઉઠ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનો આ નિર્ણય કેનેડાની આર્થિક કમર ભાંગી નાખશે. જોકે આ બાબતની ચીમકી ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની શપથ લેતા પહેલા જ ઉચ્ચારી ચૂક્યા હતા. ત્યારે હવે ટેરિફમાં વધારો થતા પીએમ ટ્રુડોએ ટ્રમ્પને ધમકી આપવા પ્રયાસ કર્યો છે.
Donald Trump's renewed threat to impose 25% tariffs on Canada received a strong response from outgoing Canadian PM Justin Trudeau. Trudeau stated that if the President decides to impose tariffs on Canada, Ottawa will give a "robust" response. https://t.co/SGaw1bcGbK pic.twitter.com/ZiKNykPyFL
— Hindustan Times (@htTweets) January 22, 2025
કેનેડાના કાર્યકારી વડાપ્રધાન ટ્રુડોએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો ટ્રમ્પ વાસ્તવમાં ટેરિફ લગાવવાની યોજના ધરાવતા હોય તો કેનેડા તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે, તેમણે કહ્યું કે, “ટ્રમ્પને પાછળ ધકેલવા અને અમેરિકાને મોટું આર્થિક નુકસાન આપવા ઓટાવા તૈયાર છે” તેમણે આ વાત મોન્ટેબેલો ખાતે યોજાયેલી વિશેષ કેબીનેટ બેઠકમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કેનેડાનો મુખ્ય લક્ષ્ય અમેરિકાના ટેરિફથી બચીને સકારાત્મક સંબંધો વિકસિત કરવાનું છે, પરંતુ તેમ નહીં થાય તો કેનેડા અમેરિકાને જવાબ આપશે.”
પુતિન સાથે મુલાકાત કરશે ટ્રમ્પ, રશિયા અને અમેરિકાને એક ટેબલ પર લાવશે ભારત
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિનો પદભાર સંભાળતાની સાથે જ યુક્રેન રશિયા યુદ્ધ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ થવું જ નહોતું જોઈતું. તેમણે કહ્યું હતું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કોઈ પણ સમય પર મળવા અને ચર્ચા કરવા તૈયાર છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જો પુતિન મળવા રાજી નથી થતા તો તેઓ રશિયા પર અન્ય વધારાના પ્રતિબંધ લગાવી દેશે. તેમણે પત્રકારોને સંબોધતા તેમ પણ કહ્યું કે, “વિશ્વને એમ હતું કે આ યુદ્ધ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે, પરંતુ તેણે અનેકનો જીવ લીધો. જો હું રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ જ ન થાત.”
બીજી તરફ પુતીને પણ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પને શુભકામનાઓ પાઠવીને પોતાનો મિજાજ સ્પષ્ટ કરી દીધો હતો. તેમણે પણ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા ઈચ્છે છે. જોકે આ બંને નેતાઓએ તે નથી જણાવ્યું કે તેઓ ક્યારે અને ક્યાં મુલાકાત કરશે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત આ મામલે સક્રિય ભૂમિકા નિભાવી શકે છે. કહેવામાં તેવું પણ આવી રહ્યું છે કે બની શકે કે આ બંને નેતાઓ ભારત આવીને વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મુલાકાત કરી શકે છે.