Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશ'તમે હારો તો EVMમાં ચેડા… જીતો તો બધું બરાબર…?': સુપ્રીમ કોર્ટે બેલેટ...

    ‘તમે હારો તો EVMમાં ચેડા… જીતો તો બધું બરાબર…?’: સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ કરતી અરજી ફગાવી

    પોલ નામના વ્યક્તિએ દલીલ આપતા કહ્યું હતું કે, EVM દ્વારા થતા મતદાનમાં ગેરરીતી આચરવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ અનેક દેશ ફરી ચૂક્યા છે અને અઢળક દેશ હજુ પણ બેલેટ પેપરથી મતદાન કરે છે.

    - Advertisement -

    ભારતમાં ક્યાય પણ ચૂંટણી (Election) હોય, હારનો સામનો કર્યા બાદ વિપક્ષ, વામપંથી અને લિબરલ ગેંગ EVMના નામની રોકકળ કરી મુકતી નજરે પડતા હોય છે. દર વખતે જોવા મળે છે કે તે લોકો પોતાની જીતને જનતા-જનાર્દનનો આદેશ અને હારને EVMમાં ગેરરીતીને જવાબદાર ઠેરવતા હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણીઓ દરમિયાન EVMની જગ્યાએ બેલેટ પેપરથી (Ballot Paper) મતદાન કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફગાવી દીધી છે. આ મામલે જસ્ટીસ વિક્રમ નાથ અને પીબી વરાલેએ સુનાવણી કરી હતી.

    અરજી કરનાર પોલ નામના વ્યક્તિએ દલીલ આપતા કહ્યું હતું કે, EVM દ્વારા થતા મતદાનમાં ગેરરીતી આચરવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ અનેક દેશ ફરી ચૂક્યા છે અને અઢળક દેશ હજુ પણ બેલેટ પેપરથી મતદાન કરે છે. અરજદારે અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું નામ લઈને કહ્યું હતું કે તેઓ પણ EVMનો વિરોધ કરે છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આખરે તેઓ વિશ્વથી આગળ અને અગલ શા માટે નથી ચાલવા માંગતા?

    અરજદારનો દાવો હતો કે આ અરજી પાછળનો ઉદ્દેશ્ય લોકોમાં મતદાનને લઈને જાગૃત કરવાનો છે. અરજદારે તેવો પણ દાવો કર્યો હતો કે EVM દ્વારા મતદાનથી લોકતંત્ર મારી રહ્યું છે અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તેમ્નેકાહ્યું કે જો આમ જ ચાલતું રહ્યું તો ભારતનું ભવિષ્ય શું હશે? પોતાની દલીલો આપતી વખતે અરજદારે કહ્યું હતું કે દેશની 18 રાજનૈતિક પાર્ટીઓ તેમને સમર્થન આપે છે. સાથે જ તેમણે વાઈ એસ જગન મોહન રેડ્ડી અને ચન્દ્રબાબુ નાયડુનું નામ પણ લઈને દલીલ આપી હતી કે તેઓ પણ મને છે કે EVM સાથે ચેડા થઈ શકે છે.

    - Advertisement -

    તેમની આ પ્રકારની દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “જયારે તમે ચૂંટણી જીતો, ત્યારે EVM સાથે છેડછાડ નથી થતી અને તે એકદમ બરાબર હોય છે. પણ જયારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે EVM સાથે છેડછાડ થઇ હોવાના દાવા કરો છો? તમને આવા આઈડિયા આવે છે ક્યાંથી?” સુપ્રીમ કોર્ટે નાયડુ અને રેડ્ડીનું નામ લઈને કહ્યું હતું કે, “જગન મોહન રેડ્ડી અને ચન્દ્રબાબુ નાયડુ જયારે હારી જાય ત્યારે તેઓ કહે છે કે EVMમાં ચેડા થયા છે. જીતવા પર તેઓ ચૂપ રહે છે. આ મામલે દલીલો ન થઈ શકે, અમે અરજી રદ કરીએ છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં