જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) USAID પર તાળું માર્યું છે, ત્યારથી સતત તેની કરતૂતો બહાર આવી રીઓ છે. ભારતવિરોધી તાકતોને યુનાઈટેડ સ્ટેટ એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) તરફથી મળેલા ફંડિંગનો (Funding) મામલો 10 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભા સુધી પહોંચ્યો છે. ભાજપ સાંસદ (BJP MP) નિશિકાંત દુબેએ (Nishikant Dubey) આ મુદ્દો ઉઠાવ્યો છે. નિશિકાંત દુબેએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિઓના (સેમ પિત્રોડા વગેરે) સ્વામિત્વ ધરાવતા NGOને USAID તરફથી ફંડિંગ મળતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મામલે પ્રથમ વખત ઑપઇન્ડિયાએ એક્સક્લુઝિવ રિપોર્ટ આપ્યો હતો.
બાદમાં નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “સ્વતંત્રતાથી લઈને હમણાં સુધી કોંગ્રેસે માત્ર દેશને તોડવાનું કામ કર્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન તથા ઘણા NGOએ USAID પાસેથી પૈસા લઈને દેશવિરોધી તાકતોને લાભ પહોંચાડ્યો છે. વિપક્ષ દેશને તોડવા માંગે છે.” આ સાથે જ તેમણે લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.
आजादी से लेकर अब तक कांग्रेस ने सिर्फ देश को तोड़ने का काम किया है , राजीव गाँधी फाउंडेशन तथा काफ़ी NGO ने USAID से पैसे लेकर देश विरोधी तत्वों को फायदा पहुंचाया, विपक्ष देश तोड़ना चाहते हैं. pic.twitter.com/5JO0dKHa5R
— Dr Nishikant Dubey (@nishikant_dubey) February 10, 2025
સંસદમાં ભાષણ દરમિયાન દુબેએ કહ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે USAID પર તાળાં મારી દીધા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, અમેરિકન સરકારની આ એજન્સીએ છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય રીતે શાસન વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે પૈસા ખર્ચ્યા છે. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન, નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો કે, USAID દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થાઓ સરકારની અગ્નિવીર પહેલ સામેના વિરોધમાં સામેલ હતી, જાતિ વસ્તી ગણતરીની હિમાયત કરતી હતી અને ભારતમાં નક્સલવાદને સમર્થન આપી રહી હતી.
BJP MP @nishikant_dubey ji blasts Italian family over USAID funding to the trusts owned by them and other individuals closely affiliated with Congress party… pic.twitter.com/htOeNc79rg
— Mr Sinha (@MrSinha_) February 10, 2025
તેમણે લોકસભાની કાર્યવાહીનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ આ ઘટના સાથે સંકળાયેલા સવાલો કરી રહ્યા છે.
નિશિકાંત દુબેએ કરેલા સવાલો
નિશિકાંત દુબેએ લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન અમેરિકાના રાજકારણ અને ખાસ કરીને USAID વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકાન નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે USAID પર તાળાં લગાવી દીધા છે. તેની તપાસમાં એ સામે આવ્યું હતું કે, USAID માત્ર અન્ય દેશોની સરકારોને તોડવા માટે જ પૈસા વેડફી રહ્યું હતું. જે બાદ તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને ગાંધી પરિવારને પ્રશ્નો પણ પૂછ્યા હતા. નિશિકાંત દુબેએ પૂછેલા પ્રશ્નો નીચે મુજબ છે. –
“USAIDએ ઓપન સોસાયટી ફાઉન્ડેશનના જ્યોર્જ સોરોસને ₹5000 કરોડ ભારતને તોડવા માટે આપ્યા છે કે નથી આપ્યા?”
“USAIDએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટને પૈસા આપ્યા કે નથી આપ્યા?”
“ઓવરસીઝ કોંગ્રેસના જે અધ્યક્ષ છે, સેમ પિત્રોડા, તેમને USAIDએ પૈસા આપ્યા કે નથી આપ્યા?”
“બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ, જેણે ત્યાંનાં લોકતંત્રને બરબાદ કરી નાખ્યું, તેની સાથે ગાંધી પરિવારને શું સંબંધ છે?”
“રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં જે વિજય મહાજન છે, તેની સંસ્થાને USAID પૈસા આપી રહ્યું છે કે નહીં? કોંગ્રેસે તેને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દેશના ટુકડા કરવા માટે રાખ્યો છે કે નહીં?”
‘ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જે જાતિગત જનગણનાની વાત કરે છે, તેને USAID તેને પૈસા આપે છે કે નહીં?”
“તાલિબાનને USAIDએ પૈસા આપ્યા છે કે નથી આપ્યા?”
“નેપાળમાં જે નાસ્તિકતા માટે મુવમેન્ટ ચાલ્યું છે, તેના માટે USAIDએ પૈસા આપ્યા છે કે નથી આપ્યા?”
“સામંતા પાવર સાથે તમારી મુલાકાત થઈ કે નથી થઈ?”
“ફલાહ-એ-પાકિસ્તાન, એલ ખિદમત જેવા આતંકી સંગઠનોને USAIDએ પૈસા આપ્યા કે નથી આપ્યા?”
“વક્ફ એક્ટને જે જકાત ફાઉન્ડેશન ચલાવી રહ્યું છે કે, જેને કોંગ્રેસ પણ સપોર્ટ કરે છે, તેને USAIDએ પૈસા આપ્યા કે નથી આપ્યા?”
ઑપઇન્ડિયાએ પહેલાં જ પ્રકાશિત કર્યો હતો એક્સક્લુઝિવ રિપોર્ટ
લોકસભામાં નિશિકાંત દુબેના દાવા ઑપઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક તપાસ અહેવાલના મહિલાઓ બાદ આવ્યા છે. ઑપઇન્ડિયાના તે સ્પેશ્યલ રિપોર્ટમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા અને તેમના NGO ગ્લોબલ નોલેજ ઇનિશિયેટિવ (GKI) દ્વારા વિવિધ યુએસ સરકારી સંસ્થાઓ અને ફાઉન્ડેશનો વચ્ચેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી. પિત્રોડા દ્વારા સહ-સ્થાપિત GKIને USAID, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને રોકફેલર ફાઉન્ડેશન જેવા સંગઠનો તરફથી ફંડિંગ મળતું હતું. લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, GKIના બે સહ-સ્થાપકો નીના વી. ફેડોરોફ અને સારા ફાર્લેના યુએસ સરકાર અને રોકફેલર ફાઉન્ડેશન સાથે નોંધપાત્ર સંબંધો હતા, જેના કારણે ભારતીય રાજકીય વ્યક્તિઓ, ખાસ કરીને રાહુલ ગાંધી પર આ સંગઠનોના સંભવિત પ્રભાવો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
OpIndia's exclusive investigation into Sam Pitroda's NGO being funded by USAID and the US State Department stirs a storm in Parliament as Nishikant Dubey questions Congress.
— Nupur J Sharma (@UnSubtleDesi) February 10, 2025
This was the story we published in July 2024. https://t.co/FpCv2Mf6hM
ગાંધી પરિવારના લાંબા સમયથી સહયોગી અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીના વિદેશી કાર્યક્રમોનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, તેમની પાસે અગાઉ યુએસ નાગરિકતા હતી, પરંતુ તેમણે ઇન્દિરા ગાંધીના આગ્રહથી તેનો ત્યાગ કર્યો અને ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંઘના સલાહકાર તરીકે કામ કર્યું હતું.
2009માં, સિંઘને સલાહ આપતી વખતે, પિત્રોડાએ નીના વી. ફેડોરોફ અને સારા ફાર્લે સાથે મળીને અમેરિકામાં ગ્લોબલ નોલેજ ઇનિશિયેટિવની (GKI) સ્થાપના કરી હતી, આ બંને વ્યક્તિ યુએસ સરકાર અને વૈશ્વિક ફાઉન્ડેશનો સાથે ગાઢ સંબંધો ધરાવે છે.
નીના વી. ફેડોરોફ: ભૂતપૂર્વ US સાયન્સ અને ટેકનોલોજી સલાહકાર, રોકફેલર ફાઉન્ડેશન, USAID અને મોન્સેન્ટો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે ભારત-યુએસ નોલેજ ઇનિશિયેટિવ ઓન એગ્રીકલ્ચર હેઠળ ભારતમાં આનુવંશિક રીતે સુધારેલા (જીએમ) પાક, ખાસ કરીને બીટી રીંગણ માટે લોબિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સારા ફાર્લે: રોકફેલર ફાઉન્ડેશનના ફૂડ ઇનિશિયેટિવના વાઇસ પ્રેસિડેન્ટ, વૈશ્વિક ખાદ્ય વ્યૂહરચનાઓ અને રોકાણોનું નિરીક્ષણ કરે છે.
USAID પર કડક પગલાં લેવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના પ્રયાસોને પગલે, એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, પિત્રોડાના NGO, GKIને USAID, અમેરિકી વિદેશી વિભાગ, રોકફેલર ફાઉન્ડેશન અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. USAID અમેરિકી વિદેશનીતિનું એક જાણીતું સાધન છે, જે વિકાસશીલ દેશોમાં શાસન અને આર્થિક નીતિઓને પ્રભાવિત કરતા પ્રોજેક્ટ્સને ફંડિંગ પૂરું પાડે છે.
તપાસમાં એવી સંભાવના સામે આવી છે કે, GKI ભારતમાં, ખાસ કરીને કૃષિ અને નીતિ-નિર્માણ જેવા ક્ષેત્રોમાં, અમેરિકી હિતો માટે એક ચેનલ તરીકે કામ કરી રહ્યું છે, જેનાથી ભારતીય શાસન અને નિર્ણય લેવામાં વિદેશી પ્રભાવ અંગે ચિંતા ઉભી થઈ છે.