Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપણે મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફ્ળ રહ્યા’: રાજસ્થાનના કોંગ્રેસના મંત્રીએ પોતાની જ સરકારને...

    ‘આપણે મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફ્ળ રહ્યા’: રાજસ્થાનના કોંગ્રેસના મંત્રીએ પોતાની જ સરકારને કઠેડામાં ઉભી રાખી દીધી, કહ્યું- મણિપુરની ચર્ચા કરતાં પહેલાં આપણી અંદર જોવું જોઈએ

    વર્ષ 2021માં સામે આવેલા એક NCRB રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે વર્ષમાં રાજસ્થાનમાં મહિલાઓ સાથે બળાત્કારના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

    - Advertisement -

    મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો ઘૃણાસ્પદ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા ચાલી રહી છે ત્યાં રાજસ્થાનના કોંગ્રેસ સરકારના એક મંત્રીએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છીએ અને મણિપુરની ચર્ચા કરવાની જગ્યાએ આપણે આપણી અંદર જોવું જોઈએ. 

    રાજસ્થાન વિધાનસભા ગૃહમાં ચર્ચા કરતી વખતે ગેહલોત સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગુઢાએ કહ્યું કે, “એ સત્ય છે કે આપણે મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ ગયા છીએ. રાજસ્થાનમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, મણિપુરની જગ્યાએ આપણે આપણી અંદર જોવું જોઈએ.” તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે મણિપુરની ઘટનાને લઈને એક તરફ કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર અને મણિપુરની ભાજપ સરકાર પર આરોપ લગાવી રહી છે અને રાજ્ય સરકાર બરખાસ્ત કરવાની માંગ કરી રહી ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ મંત્રીએ પોતાના રાજ્યની સ્થિતિ સ્વીકારીને પહેલાં તેની ઉપર ધ્યાન આપવાનું કહીને પાર્ટીને કઠેડામાં ઉભી રાખી દીધી છે. 

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ચર્ચા ચાલતી હતી તે દરમિયાન વિપક્ષ નેતા રાજેન્દ્ર રાઠોડે ‘100 ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી’વાળી વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ આવું કરી રહ્યા છે. રાજસ્થાન મહિલાઓ સાથે થતા ગુનાઓમાં પહેલા ક્રમે છે. આ દરમિયાન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કશુંક ટિપ્પણી પણ કરી. પરંતુ પાસાં ત્યારે પલટાઈ ગયાં જ્યારે કોંગ્રેસના જ એક મંત્રીએ ઉભા થઈને પાર્ટીની સરકારને અરીસો દેખાડ્યો હતો. જેને લઈને ભાજપ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે, હું મંત્રીને અભિનંદન આપું છું અને તેમનું સ્વીકાર કરવું સ્પષ્ટ દર્શાવે છે કે રાજશાનમાં મહિલા પર અત્યાચાર વધી રહ્યા છે. 

    વર્ષ 2021માં સામે આવેલા એક NCRB રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે વર્ષમાં રાજસ્થાનમાં મહિલાઓ સાથે બળાત્કારના સૌથી વધુ કેસ નોંધાયા હતા. તે વર્ષે દેશભરમાં કુલ 31,677 રેપ કેસ નોંધાયા હતા, જેમાંથી 6,337 માત્ર રાજસ્થાનમાં જ દાખલ થયા હતા. વર્ષ 2020માં રાજસ્થાનમાં 5,310 રેપ કેસ નોંધાયા હતા, જેનાથી 2021માં 19.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં