Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશચૂંટણી પહેલા પંજાબમાં 'ફ્રી… ફ્રી… ફ્રી…' કરતી AAP સરકાર હવે કેન્દ્ર સામે...

    ચૂંટણી પહેલા પંજાબમાં ‘ફ્રી… ફ્રી… ફ્રી…’ કરતી AAP સરકાર હવે કેન્દ્ર સામે ‘આપો… આપો… આપો…’ કરતી દેખાઈ: મોદી સરકાર પાસે વધારાના ₹10,000 કરોડની કરી માંગ

    આમ આદમી પાર્ટીની નેત્તૃત્વવાળી પંજાબ સરકારને લાગે છે કે તેમની વર્તમાન આર્થિક સ્થિતિ અનુસાર ચાલુ નાણાકીય વર્ષનો ખર્ચ નહીં ઉપાડી શકાય. સ્વભાવિક છે કે જો તિજોરી ખાલી હશે તો રાજ્યનું સંચાલન ઠપ્ થઇ જશે. તેવામાં ભગવંત માનના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકાર વધારાનું દેવુ કરીને અને ઉધારી લઈને પોતાના ખર્ચને પહોંચી વળવાનો પ્રયત્ન કરવા માંગે છે.

    - Advertisement -

    ચૂંટણી ટાણે મફતની લ્હાણી વેચતી રહેતી આમ આદમી પાર્ટીએ (Aam Aadami Party Punjab) પંજાબમાં સરકાર તો બનાવી, પરંતુ હવે તેની આર્થીક હાલત કફોડી નજરે પડી રહી છે. તાજેતરમાં જ પંજાબની જનતા પર ભાવ વધારો લાધીને પણ હિસાબ ન મળતા હવે પંજાબની AAP સરકારે કેન્દ્ર સરકાર (Central Government) પાસે ઉધારી સીમા વધારવાની માંગ રાખી છે. પંજાબ સરકારે કેન્દ્રીય નાણા મંત્રાલયમાં પત્ર લખીને ₹10,000 કરોડના વધારાની કરી માંગ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની નેત્તૃત્વવાળી પંજાબ સરકારને લાગે છે કે તેમની વર્તમાન આર્થિક સ્થિતિ અનુસાર ચાલુ નાણાકીય વર્ષનો ખર્ચ નહીં ઉપાડી શકાય. સ્વભાવિક છે કે જો તિજોરી ખાલી હશે તો રાજ્યનું સંચાલન ઠપ્ થઇ જશે. તેવામાં ભગવંત માનના (Bhagwant Mann) નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકાર વધારાનું દેવુ કરીને અને ઉધારી લઈને પોતાના ખર્ચને પહોંચી વળવાનો પ્રયત્ન કરવા માંગે છે.

    પોતાની નિષ્ફળતાને ઢાંકવા જૂના દેણા પર ઠીકરું ફોડવાનો પ્રયાસ

    યાદ રાખવું જોઈએ કે પંજાબ સરકાર પહેલાથી જ નાણાકીય વર્ષ 2024-25 માટે તેની ઉધારીની સીમાના ₹30,464,92 કરોડ ઉઠાવી ચૂકી છે. જુલાઈ મહિના સુધીનો આ આંકડો ₹13,094 કરોડ હતો. વિચારવા જેવી બાબત તો તે છે કે આટલો કરજો લીધા બાદ પણ AAP સરકારે એવા કોઈ ક્રાંતિકારી કાર્યો રાજ્યમાં નથી કર્યા જે ઉડીને આંખે વળગે. ઉલટાનું તેમની તિજોરી ખાલી થઇ ગઈ છે અને વર્તમાનમાં સરકાર ચલાવવા માટે તેમણે ₹10 હજાર કરોડના વધારાની ઉધારીની જરૂર છે.

    - Advertisement -

    અહીં એ પણ નોંધવું જોઈએ કે વર્તમાન સમયમાં પંજાબ સરકાર પર ₹69, 867 કરોડની ઉધારી બોલે છે. તેવામાં ઓગસ્ટ મહિનાની કેબીનેટ બેઠકમાં રાજ્ય સરકારે નાણા મંત્રાલયને પત્ર લખીને ઉધારી સીમા વધારવાની પરવાનગી માંગવાનો પત્ર લખવાની પરવાનગી આપી છે. પંજાબ સરકારે પત્રમાં દલીલ આપી છે કે તેમને પહેલાની સરકારો તરફથી દેણું વારસામાં મળ્યું છે.

    પોતાનું ભારણ ઘટાડવા જનતા પર ભારણ વધાર્યું

    નોંધનીય છે કે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર પર ₹23, 900 કરોડની રાશીનું તો માત્ર દેણું અને વ્યાજ જ બોલે છે. તેવામાં સરકારે પાછલા કેટલાક દિવસમાં પોતાના પરનું ભારણ ઓછું કરવા માટે જનતા પર ભારણ વધારવાનો નિર્ણય લીધો છે. પહેલા પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારીને રાજ્યમાં ઇંધણની કિંમતોમાં વધારો કર્યો અને બાદમાં સરકારી બસોના ભાડામાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. આટલું જ નહીં, પંજાબ સરકારે રાજ્યમાં આપવામાં આવતી વીજળીની સબસીડી પણ પણ બંધ કરી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં