Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશપંજાબમાં હવે વધ્યાં બસનાં ભાડાં, 2 દિવસ પહેલાં વધ્યા હતા પેટ્રોલ-ડીઝલના ભાવ...

    પંજાબમાં હવે વધ્યાં બસનાં ભાડાં, 2 દિવસ પહેલાં વધ્યા હતા પેટ્રોલ-ડીઝલના ભાવ પણ: વીજ સબસિડી પણ રદ કરી ચૂકી છે AAP સરકાર

    પંજાબ સરકારે પ્રતિ કિલોમીટરના હિસાબે ભાવવધારો નક્કી કર્યો છે. શનિવારે (7 સપ્ટેમ્બર 2024) લેવાયેલા આ નિર્ણયમાં સરકારની કેબિનેટે દર કિલોમીટરે 21 પૈસાનો વધારો કરવાનું નક્કી કર્યું છે

    - Advertisement -

    આમ આદમી પાર્ટી જ્યાં ચૂંટણી લડે ત્યાં મફત વીજળી-પાણી અને પરિવહન સેવાઓ વગેરે મુદ્દાઓ મુખ્ય હોય છે. આ જ મુદ્દાઓ પર ચૂંટણી લડીને પાર્ટીએ પહેલાં દિલ્હી અને ત્યારબાદ પંજાબમાં પણ સરકાર બનાવી હતી, પરંતુ હવે રાજ્યની નાણાકીય સ્થિતિ એવી થઈ ગઈ છે કે સરકારે એક પછી એક એવા નિર્ણયો લીધા છે, જેનાથી ‘આમ આદમી’ને કોઇ ફાયદો થતો જણાય રહ્યો નથી, ઉપરથી ખિસ્સા વધુ ખાલી થશે. AAP સરકારે તાજેતરની કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકાર દ્વારા લાગતા VATમાં વધારો કર્યો હતો. હવે આજથી પંજાબમાં બસનાં ભાડાંમાં પણ વધારો કરાયો છે. બીજી તરફ, અગાઉની કોંગ્રેસ સરકારે લાગુ કરેલી વીજળી સબસિડી પણ પરત ખેંચી લેવામાં આવી છે.

    પ્રપ્ત્ત માહિતી અનુસાર, પંજાબ સરકારે બસનાં ભાડાંમાં પ્રતિ કિલોમીટરના હિસાબે ભાવવધારો નક્કી કર્યો છે. શનિવારે (7 સપ્ટેમ્બર, 2024) લેવાયેલા આ નિર્ણયમાં સરકારની કેબિનેટે દર કિલોમીટરે 21 પૈસાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. આ જાહેરાતને લઈને પંજાબ પરિવહન વિભાગે જાહેર સૂચનાઓ પણ આપી દીધી છે. આ ભાવવધારો રવિવારથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

    નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં વેટમાં વધારો કરી પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારો ઝીંક્યાના ત્રીજા જ દિવસે નવો ભાવ વધારો લાદ્યો છે. બે દિવસ પહેલાં જ પંજાબ સરકાર પેટ્રોલમાં પ્રતિ લીટર 61 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 92 પૈસાનો વધારો કરી ચૂકી છે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સામાન્ય બસોમાં સફર કરતા લોકોએ પ્રતિ કિલોમીટર 23 પૈસા વધારે ચૂકવણી કરવાની રહેશે. સરળ ભાષામાં કહીએ તો પંજાબની સામાન્ય જનતા હવે દર કિલોમીટરે 145 પૈસા ચૂકવીને યાત્રા કરશે.

    - Advertisement -

    મુસાફરીમાં જનતાને કેટલો માર?

    સરકારે કરેલા ભાવવધારા બાદ ઇન્ટિગ્રલ કોચનું ભાડું 41 પૈસા વધારવામાં આવ્યું છે, એટલે કે યાત્રીઓએ હવે સામાન્ય સ્લીપર કોચમાં મુસાફરી કરવા પ્રતિ કિલોમીટર 261 પૈસા ચૂકવવાના રહેશે. બીજી તરફ સુપર ઇન્ટિગ્રલ બસના ભાડામાં 46 પૈસાનો ભાવ વધારો કરી દેવામાં આવતા તેનું ભાડું 290 પૈસા પ્રતિ કિલોમીટર પડશે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર વધેલાં ભાડાંનો નિયમ પંજાબ રોડવેઝ, PRTC અને ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત બસો સહિત તમામ બસો માટે લાગુ પડશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે મફત બસ સેવા ચલાવી તેની આ માઠી અસર ગણી શકાય.

    પંજાબની જનતાની તકલીફોનો આટલે જ અંત આવી જાત તો સારું હતું, પરંતુ તેવું જરાય નથી. સરકારે જાહેર કરેલી સૂચના અનુસાર ઓછામાં ઓછું અંતર કાપવા માટે 5 રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવશે. કદાચ હિસાબ મુજબ ભાડાની રકમ 2.5 રૂપિયા આસપાસ હોય તો યાત્રીએ રાઉન્ડ ફિગરમાં ભાડું આપવાનું રહેશે. એક ઉદાહરણ આપીને સમજાવીએ તો, સમજો કે તમારે જેટલી મુસાફરી કરવાની છે, તેટલી મુસાફરીના 12.5 રૂપિયા ભાડું થાય છે. પરંતુ તમારે રાઉન્ડ ફિગર કરીને સરકારને 15 રૂપિયા ચૂકવવાના રહેશે. આ મામલે લુધિયાણા ડેપોના બસ યુનિયનના પ્રમુખ શમશેર સિંહે કહ્યું હતું કે, “પહેલેથી જ આર્થિક ભીંસ સામે ઝઝૂમી રહેલી સરકારે પહેલાં મફતમાં બધું આપ્યું અને હવે નાણાકીય ભાર ઉપાડવા સામાન્ય માણસને માથે ભારણ વધારી રહી છે.”

    વીજળીની સબસીડી પણ ખતમ

    પંજાબ વિધાનસભાનું ચોમાસું સત્ર પૂર્ણ થતાં જ બે દિવસ પહેલાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીની સરકારે મોટા નિર્ણયો લઈને પેટ્રોલમાં 61 પૈસાનો અને ડીઝલમાં 92 પૈસાનો ભાવ વધારો ઝીંકવાનો નિર્ણય લીધો. રાજ્યના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ સરકાર તરફે આ ભાવ વધારાની જાહેરાત કરી હતી. આટલું જ નહીં, સરકારે સાત કિલોવોટ સુધીનાં વીજ કનેક્શનો પર મળતી સબસિડી પણ રદ કરી દીધી. સરકારનો દાવો છે કે લોકો 300 યુનિટ મફત વીજળી સાથે-સાથે વધારાની સબસીડી પણ મેળવી રહ્યા હતા. આ સબસિડી અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી.

    પંજાબ સરકારની ગણતરી છે કે વીજળી સબસિડી રદ કરીને વાર્ષિક 1500થી 1800 કરોડ જેટલો ફાયદો થશે. જોકે, 300 યુનિટ ફ્રી વીજળી મળવાનું ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. વિપક્ષોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેનાથી સામાન્ય વીજ ગ્રાહકો પર ભારણ વધશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં