Wednesday, January 15, 2025
More
    હોમપેજદુનિયાકેનેડાના વડાપ્રધાન બનવાની રેસમાં વધુ એક ભારતવંશી હિંદુનું નામ જોડાયું: ચંદ્રા આર્યાએ...

    કેનેડાના વડાપ્રધાન બનવાની રેસમાં વધુ એક ભારતવંશી હિંદુનું નામ જોડાયું: ચંદ્રા આર્યાએ કરી દાવેદારીની ઘોષણા, આ પહેલા અનિતા આનંદનું નામ આવી ચૂક્યું છે ચર્ચામાં

    ઓટાવાના સાંસદ અને ભારતીય મૂળના ચંદ્રા આર્યાએ વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધવાની ઘોષણા કરી છે. તેમણે પોતે X પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે તે પોતે આગામી વડાપ્રધાન પદની દોડમાં શામેલ છે.

    - Advertisement -

    કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના (Justine Trudeau) રાજીનામા બાદ ભારતીય મૂળના હિંદુ સાંસદો વડાપ્રધાન બનવાની હરોળમાં અગ્રેસર છે. પહેલા અનિતા આનંદનું (Anita Anand) નામ વડાંપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું હતું, તો હવે ઓટાવાના સાંસદ અને ભારતીય મૂળના ચંદ્રા આર્યાએ (Chandra Arya) કેનેડાના વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધવાની ઘોષણા કરી છે. તેમણે પોતે X પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે તે પોતે આગામી વડાપ્રધાન પદની દોડમાં શામેલ છે.

    ચંદ્ર આર્યાએ ગુરુવારે (9 જાન્યુઆરી 2025) પોતાના X હેન્ડલ પોર પોસ્ટ કરીને પોતે વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવશે તેવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ કેનેડાને સંપ્રભુ ગણરાજ્ય બનાવવા, સેવાનિવૃત્તિની આયુ વધારવા, નાગરિકતા આધારિત પ્રણાલી લાગુ કરવા તેમજ પેલેસ્ટાઇનને માન્યતા આપવાની ઘોષણા કરી હતી. તેમણે પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહ્યો છું, જેથી આપણા દેશના પુનઃનિર્માણ અને ભાવી પેઢી માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશકે તેવી સરકારનું નેતૃત્વ કરી શકું.”

    આવનારી પેઢીઓ માટે સાહસિક નિણર્ય લઈ શકે તેવા નેતૃત્વની જરૂર

    તેમણે કહ્યું કે, “આપણે મહત્વપૂર્ણ બાબતોને લગતી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યા છે. આ એવી સમસ્યાઓ છે, કે જેને પેઢીઓથી નથી જોવામાં આવી. તેના નિરાકરણ માટેના વિકલ્પોની આવશ્યકતા છે. મેં હંમેશા કેનેડાવાસીઓ માટે સહુથી સારું કામ કરવા માટે આકરી મહેનત કરી છે અને આપણા બાળકો અને તેમની આવનારી પેઢીઓ માટે આપણે આવશ્યક સાહસિક નિર્ણય લેવા જ પડશે. જો મને લિબરલ પાર્ટીનો આગની નેતા ચૂંટવામાં આવશે, તો હું તે તમામ નિર્ણય લેવા માટે કાર્ય કરીશ.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “આપણી સામે મોટી સમસ્યાઓ છે, ખાસ કરીને યુવા પેઢી સાથે જોડાયેલી આર્થિક સમસ્યાઓ. કામકાજી મધ્યમ વર્ગને આજે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પરિવારો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે. કેનેડાને એક એવા નેતૃત્વની જરૂર છે કે જે મોટા નિર્ણય લેવામાં ન ડરે. તે એવા નિર્ણય લે જે આપણી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરે અને કેનેડાના તમામ લોકો માટે સમાન અવસર ઉભા કરે. સાહસિક રાજનૈતિક નિર્ણય વૈકલ્પિક નથી, તે આવશ્યકતા છે. મારા માર્ગદર્શક સિદ્ધાંતો, વિવેક અને વ્યવહારિકતા સાથે હું તે જવાબદારીઓ ઉપાડવા માટે દેશના આગામી વડાપ્રધાન રૂપે નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યો છું.”

    ભારત અને ભારતીયો માટે અનેક વાર અવાજ ઉઠાવી ચૂક્યા છે આર્યા

    તેમણે આ પોસ્ટમાં કેનેડાના નાગરિકોને તેમને સહયોગ કરવા અપીલ પણ કરી છે. તેમણે કેનેડાની આગામી પેઢીઓ માટે ભવિષ્યના પુનઃનિર્માણ, પુનઃઉદ્ધાર અને સુરક્ષા માટે સહયોગી થવા આહ્વાન કર્યું છે. નોંધવું જોઈએ કે આર્યા કેનેડા સ્થિત ભારતીયો અને ખાસ હિંદુઓ માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. તેઓ ભારત અને ભારતીયો માટે અનેક વાર કેનેડિયન રાજકારણીઓ સાથે સંઘર્ષમાં ઉતરતા જોવા મળ્યા છે. તેઓ ગયા વર્ષે ભારત આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આર્ય બીજા તેવા ભારતીય છે, કે જેઓ કેનેડાના આગામી વડાપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યા છે. આ પહેલા અનિતા આનંદનું નામ પણ વડાપ્રધાન પદ માટે ચર્ચામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં