Thursday, April 2, 2026
More
    હોમપેજદેશ‘ગિગ વર્કસ’વાળો ધ્રુવ રાઠી અને કોંગ્રેસ ઇકોસિસ્ટમનો પ્રોપગેન્ડા સદંતર નિષ્ફળ ગયો: 31...

    ‘ગિગ વર્કસ’વાળો ધ્રુવ રાઠી અને કોંગ્રેસ ઇકોસિસ્ટમનો પ્રોપગેન્ડા સદંતર નિષ્ફળ ગયો: 31 ડિસેમ્બરે જોવા ન મળી અસર– વાંચો ઑપઇન્ડિયાના રિયાલીટી ચેકમાં શું સામે આવ્યું?

    ‘ગિગ વર્કસ’વાળો ધ્રુવ રાઠી અને કોંગ્રેસ ઇકોસિસ્ટમનો પ્રોપગેન્ડા સદંતર નિષ્ફળ ગયો: 31 ડિસેમ્બરે જોવા ન મળી અસર; ઑપઇન્ડિયાના રિયાલીટી ચેકમાં શું સામે આવ્યું?

    - Advertisement -

    છેલ્લા થોડા દિવસોથી લેફ્ટસિટ સોશિયલ મીડિયા હેન્ડલો અને અમુક વામપંથી મીડિયા પોર્ટલો માહોલ બનાવી રહ્યાં હતાં કે 31 ડિસેમ્બરના રોજ દેશના કરોડો ગિગ વર્કર્સ (સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો અને બ્લિન્કિટના ડિલિવરી પાર્ટનર્સ) હડતાળ પર ઉતરસે. નવા અંગ્રેજી વર્ષની ઉજવણી પ્રસંગે દેશની આ સેવાઓ ઠપ થઈ જાય એ માટે ધ્રુવ રાઠી જેવા યુટ્યુબરો અને અમુક કોંગ્રેસ સમર્થિત સંગઠનોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. પણ ઑપઇન્ડિયાના રિયાલીટી ટેસ્ટ અને ગ્રાઉન્ડ રિપોર્ટમાં પરિસ્થિતિ તદ્દન અવળી જોવા મળી.

    કામ પર નીકળેલા યુવાનો અને સામાન્ય રીતે થઈ રહેલી ડિલિવરીએ એ સ્પષ્ટ કરી દીધું કે ભડકાવવાના કાવતરાં સંપૂર્ણપણે ‘ફ્લોપ’ રહ્યાં છે.

    રાઘવ ચઢ્ઢાની હાજરી અને ધ્રુવ રાઠીનો પ્રોપેગન્ડા

    દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ગિગ વર્કર્સ સાથે જોવા મળ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ આ ઘટનાને સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી હડતાળને એક રાજકીય આધાર આપી શકાય.

    - Advertisement -

    બીજી તરફ, જર્મનીમાં બેઠેલા યુટ્યુબર ધ્રુવ રાઠીએ વિડીયો જાહેર કરીને લોકોને અપીલ કરી હતી કે તેઓ 31 ડિસેમ્બરે આ એપ્સનો ઉપયોગ ન કરે. તેણે ગિગ વર્કર્સને પોતાની એક દિવસની કમાણી છોડી દેવા જણાવ્યું હતું. જોતજોતામાં આખી લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમ આ કેમ્પેઈનમાં કૂદી પડી, પરંતુ હકીકત એ છે કે જમીની સ્તરે તેની કોઈ અસર ન જોવા મળી.

    ઑપઇન્ડિયાના પત્રકારોએ સત્ય જાણવા માટે આ કથિત હડતાળની તપાસ ગ્રાઉન્ડ ઝીરો પર કરી. જ્યારે તેમણે એપ્લિકેશનો પર ઓર્ડર આપ્યા ત્યારે તે સરળતાથી એક્સેપ્ટ પણ થઈ ગયા અને સમયસર ડિલીવર પણ થઈ ગયા.

    જ્યારે ડિલિવરી કરવા આવેલા યુવાનો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે અમારી કમાણી છોડી શકીએ નહીં, અમારે કામ કરવું છે.” યુવાનોએ કોઈપણ પ્રકારની હડતાળનો ભાગ હોવાનો ઇનકાર કરી દીધો, જેનાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે પ્રોપેગન્ડા ચલાવનારા લોકો અસલ શ્રમિકોની જરૂરિયાતોથી જોજનો દૂર છે.

    સંજય ગાવા અને કોંગ્રેસનું કનેક્શન

    જ્યારે ઑપઇન્ડિયાના પત્રકારે ગિગ વર્કર્સની હડતાળ અંગેની તપાસ કરી ત્યારે એક સંગઠન ‘ઓલ ઇન્ડિયા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ’નું (AIGPWU) નામ સામે આવ્યું, જેના અધ્યક્ષ સંજય ગાવા છે. આ સંગઠન સીધી રીતે કોંગ્રેસ સાથે જોડાયેલું છે અને ગાવાની મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે તસવીરો પણ ઉપલબ્ધ છે.

    જ્યારે ઑપઇન્ડિયાએ સંજય ગાવાને ફોન કર્યો ત્યારે પહેલાં તેમણે કહ્યું કે તેમને હડતાળ વિશે કંઈ ખબર જ નથી. પરંતુ જ્યારે બીજી વાર ફોન કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાની વાતથી ફરી ગયા અને દાવો કરવા લાગ્યા કે તેમનું સંગઠન આમાં સામેલ છે. એક રાષ્ટ્રીય અધ્યક્ષનું પોતાની જ કથિત હડતાળ વિશે આ પ્રકારનું વિરોધાભાસી નિવેદન આ આખા ખેલની પોલ ખોલી નાખે છે.

    દેશને ઠપ કરવાની જૂની ‘ટૂલકિટ’

    આ પહેલીવાર નથી જ્યારે કોઈ વિશેષ વર્ગને ભડકાવીને દેશમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. લેબર કોડ બિલ હોય કે પછી, કિસાન આંદોલન હોય કે ટ્રક ડ્રાઇવરોની હડતાળ– દરેક વખતે એક જ પેટર્ન જોવા મળે છે.

    કેન્દ્ર સરકારે અગાઉથી જ નવા લેબર કોડમાં ગિગ વર્કર્સના હિતોનું ધ્યાન રાખ્યું છે, પરંતુ લેફ્ટ અને કોંગ્રેસી માનસિકતા ધરાવનારાઓ માત્ર રાજકારણ ચમકાવવા માટે આ યુવાનોની આજીવિકાને જોખમમાં મૂકી રહ્યા છે. જે રીતે આ શક્તિઓએ ક્યારેક કાનપુર જેવા ઔદ્યોગિક હબને હડતાળો કરીને ખંડેર બનાવી દીધું હતું, હવે તેવો જ પ્રયાસ નવા ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરવામાં આવી રહ્યો છે.

    પ્રોપગેન્ડા સામે જીતી ગઈ આવશ્યકતાઓ

    અંતમાં, એ કહેવું ખોટું નથી કે ધ્રુવ રાઠી જેવા ‘કરોડપતિ યુટ્યુબર્સ’ માટે એક દિવસની કમાણી છોડી દેવાનું જ્ઞાન આપવું સહેલું છે, પરંતુ જે હાડ થીજવતી મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એવા ગિગ વર્કસ માટે કામ જ પૂજા છે.

    31 ડિસેમ્બરે દેશની જનતાને હેરાન કરવા અને અર્થતંત્રને ઈજા પહોંચાડવાનું જે સપનું લ્યુટિયન્સ દિલ્હી અને વિદેશી ધરતી પર બેસીને જોવામાં આવ્યું હતું, તેને ભારતના મહેનતુ યુવાનોએ તેમનું કામ ચાલુ રાખીને વાસ્તવિકતા ન બનવા દીધું. માહોલ બનાવવાની તમામ કોશિશો નિષ્ફળ રહી અને સત્યનો વિજય થયો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં