Sunday, July 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટમાં કેજરીવાલની સભા : તીર્થયાત્રા, મફત વીજળી અને સરકારી શાળાઓના વાયદા, પણ...

  રાજકોટમાં કેજરીવાલની સભા : તીર્થયાત્રા, મફત વીજળી અને સરકારી શાળાઓના વાયદા, પણ સત્ય શું છે?

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર રાજકોટથી કર્યો હતો જ્યાં તેમણે તેમના જુના મફતની લ્હાણીવાળા વચનોનો પુનરોચ્ચાર કર્યો હતો.

  - Advertisement -

  પંજાબ જીત્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. છેલ્લા ઘણા સમયથી ‘આપ’ ગુજરાતમાં સક્રિય થઇ છે તો પાર્ટીના નેતાઓ પણ અવારનવાર ગુજરાતની મુલાકાત લેતા રહે છે. પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ હાલમાં જ અમદાવાદ આવ્યા હતા. જે બાદ બુધવારે તેઓ ફરી ગુજરાત આવ્યા હતા. જ્યાં રાજકોટમાં કેજરીવાલની સભા યોજાઈ હતી.

  રાજકોટમાં સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે અરવિંદ કેજરીવાલની સભા યોજાઈ હતી. દરમ્યાન તેમણે સંબોધન પણ કર્યું હતું. જેમાં પણ તેમણે મફત વીજળી-પાણી અને વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવાના તેમના કાયમી વચનોનો વરસાદ વરસાવ્યો હતો.

  કેજરીવાલે દાવો કરતા કહ્યું કે, ગુજરાતના અનેક લોકો તેમને મળવા આવે છે અને સમસ્યાઓ સંભળાવે છે તેમજ ગુજરાત વિશે ચર્ચા કરે છે. તેમણે કહ્યું કે, એક વૃદ્ધ મહિલાએ તેમને કહ્યું કે તેઓ ખૂબ ગરીબ છે અને ગુજરાતના એક ગામડામાં રહે છે અને તેઓ અયોધ્યા જવા માંગે છે. જે બાદ તેમણે કહ્યું કે, ગુજરાતમાં તેમની સરકાર બન્યા બાદ વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે ત્રણ વર્ષમાં પચાસ હજાર વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવી છે.

  - Advertisement -

  જોકે, ગુજરાતમાં ચૂંટણી ટાણે આવીને વૃદ્ધોને અયોધ્યાની મફત યાત્રા કરાવવાનું કહેતા અરવિંદ કેજરીવાલ ભૂતકાળમાં ભગવાન રામ વિશે અને અયોધ્યા વિશે હિન્દુઓની ભાવનાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલે એક રેલીમાં કહ્યું હતું કે, “જ્યારે બાબરી મસ્જિદ ધ્વંસ થઇ ત્યારે મેં મારી નાનીને પૂછ્યું હતું કે તમે તો ખૂબ ખુશ થયા હશો? હવે તમારા ભગવાન રામનું મંદિર બનશે. ત્યારે નાનીએ જવાબ આપ્યો- નાં બેટા, મારો રામ કોઈની મસ્જિદ તોડીને બનાવવામાં આવેલા મંદિરમાં બિરાજમાન ન થઇ શકે.” હવે મતદારોને લલચાવવા એજ કેજરીવાલ અયોધ્યાની તીર્થયાત્રા કરાવવાની વાત કરી રહ્યા છે.

  આ ઉપરાંત, તેમણે સરકારી શાળાઓનો મુદ્દો પણ ફરી ઉઠાવ્યો હતો. તેમણે વધુ એક વ્યક્તિ તેમને મળ્યો હોવાનો દાવો કરતા કહ્યું કે, એક ગરીબ વ્યક્તિ તેમની પાસે આવ્યો અને કહ્યું કે તેઓ ગુજરાતની સરકારી શાળાઓ ઠીક કરે. તેમણે દાવો કર્યો કે, પાંચ વર્ષની અંદર તેમણે દિલ્હીની સરકારી શાળાઓની તાસીર બદલી નાંખી હતી.

  અહીં એ પણ નોંધવું જોઈએ કે, ગત મહિને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશને 12 એપ્રિલના રોજ દિલ્હીની કેજરીવાલ સરકારને પત્ર લખીને સરકારી શાળાઓમાં આચાર્યની 824 ખાલી જગ્યાઓ મામલે સ્પષ્ટતા માંગી હતી. કમિશનના અધ્યક્ષના નેતૃત્વમાં એક ટીમે દિલ્હીની અનેક શાળાઓની મુલાકાત લીધી, જેમાં પાયાના માળખા અને અન્ય બાબતોમાં પણ ખામી નોંધાઈ હતી. જેમાં ઘણી શાળાઓમાં આચાર્ય જ ન હતા.

  ઉપરાંત, કેજરીવાલે સીઆર પાટીલના તાજેતરના નિવેદનને ટાંકીને ફરીથી સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયત્નો કર્યા હતા. સીઆર પાટીલે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે, એક મહાઠગ ગુજરાતમાં આવી રહ્યો છે, જનતાએ સાવધાન રહેવાની જરૂર છે. જે મામલે કેજરીવાલે ઓઢી લઈને સભામાં કહ્યું હતું કે તેમને ઠગ અને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં