Friday, May 3, 2024
More
    હોમપેજદેશ40 વિભાગ, 10 હજાર સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ: કેજરીવાલ સરકાર દિવાળી પહેલાં તેમને...

    40 વિભાગ, 10 હજાર સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ: કેજરીવાલ સરકાર દિવાળી પહેલાં તેમને કરી શકે છે બેરોજગાર, પગાર માટે કરી રહ્યા છે પ્રદર્શન

    એક અઠવાડિયા પહેલાં જ મંગળવારે (10 ઓકટોબર, 2023) દિલ્હી પરિવહન નિગમ (DTC)ની બસોમાં માર્શલ તરીકે કામ કરતાં કેટલાક સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સે પગારની ચુકવણી ના કરવા પર ISBT કાશ્મીર ગેટ અને તીસ હજારી કોર્ટની વચ્ચે એક રસ્તાને બ્લોક કરી દીધો હતો.

    - Advertisement -

    દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકાર 10 હજારથી વધુ સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની સેવા સમાપ્ત કરી શકે છે. આ લોકોને આ વર્ષે એપ્રિલ મહિનાથી પગાર મળ્યો નથી. પગાર માટે થઈને તે લોકો સતત પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશના 40 વિભાગોમાં આ વોલન્ટિયર્સ સેવા આપી રહ્યા છે. એવું સામે આવી રહ્યું છે કે કેજરીવાલ સરકાર 10 હજાર જેટલા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સને દિવાળી પહેલાં બેરોજગાર કરી શકે છે.

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મહેસૂલ વિભાગે વિવિધ રૂટિન ડયુટીમાં રોકાયેલા 189 સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સને દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોને ઓકટોબરના અંત સુધીમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે CM કેજરીવાલે તેમનો પગાર તાત્કાલિક રિલીઝ કરવાનું કહ્યું છે.

    સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે CM કેજરીવાલે ભવિષ્યમાં વોલન્ટિયર્સને ફરી પાછા નોકરીમાં લેવા માટે યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની સૂચના પણ આપી છે. તેમણે હવે એડહોક નિમણૂકો ન કરવા જણાવ્યું છે. આ મામલે દિલ્હી સરકારની પ્રતિક્રિયા હજુ આવી નથી.

    - Advertisement -

    વોલન્ટિયર્સની સરકારને ફરિયાદ

    એક અંદાજ મુજબ દિલ્હી સરકાર આ વોલન્ટિયર્સના પગાર માટે વાર્ષિક ₹400 કરોડ આપે છે. તેમાંથી ₹280 કરોડનો પગાર બસના માર્શલોના ખાતામાં જાય છે. તેને લઈને અધિકારિઓનું કહેવું છે કે તેમની ડયુટી નાગરિક સુરક્ષા અધિનિયમ મુજબ નથી.

    એક અધિકારીના જણાવ્યા અનુસાર, “આ વોલન્ટિયર્સને તેમની ફરજિયાત જવાબદારીઓ અને ફરજો વિરુદ્ધની સ્થિતિને વિભિન્ન વિભાગો દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી અને તેમના પગાર અટકાવવામાં આવ્યા હતા.” વેતન ન મળતું હોવાથી સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સે તાજેતરમાં અનેક વિરોધ પ્રદર્શનો કર્યાં છે. એક અઠવાડિયા પહેલાં જ મંગળવારે (10 ઓકટોબર, 2023) દિલ્હી પરિવહન નિગમ (DTC)ની બસોમાં માર્શલ તરીકે કામ કરતાં કેટલાક સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સે પગારની ચૂકવણી ન કરવા પર ISBT કાશ્મીર ગેટ અને તીસ હજારી કોર્ટની વચ્ચે એક રસ્તાને બ્લોક કરી દીધો હતો.

    નોંધનીય છે કે દિલ્હીના 10,792 સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સમાંથી 8,574ને પરિવહન વિભાગ દ્વારા DTC અને કલસ્ટર બસોમાં માર્શલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય મહેસૂલ, MCD, પર્યાવરણ, ખાદ્ય અને પુરવઠા, વેપાર અને કર તથા ચૂંટણી જેવા અન્ય વિભાગો પણ આ વોલન્ટિયર્સની સેવાનો ઉપયોગ કરે છે. પણ હવે એવું સામે આવીઓ રહ્યું છે કે કેજરીવાલ સરકાર 10 હજાર સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સને સેવામુક્ત કરી બેરોજગાર કરી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં