Sunday, May 19, 2024
More
  હોમપેજદેશકૂતરાએ ના ખાધા બિસ્કિટ તો કોંગ્રેસના કાર્યકર્તાને ખવડાવ્યા, રાહુલ ગાંધીના વાયરલ વિડીયો...

  કૂતરાએ ના ખાધા બિસ્કિટ તો કોંગ્રેસના કાર્યકર્તાને ખવડાવ્યા, રાહુલ ગાંધીના વાયરલ વિડીયો બાદ લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા: CM બિસ્વાએ કહ્યું- ‘એટલે જ છોડી હતી કોંગ્રેસ’

  "જે પાર્ટીના અધ્યક્ષ અને યુવરાજ પોતાના પક્ષના કાર્યકરો સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરે છે, તો આવી પાર્ટીનું લુપ્ત થઇ જવું સ્વાભાવિક છે."- અમિત માલવિયા

  - Advertisement -

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હાસ્યાસ્પદ વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહેતા હોય છે, અને લોકો પણ તેની ખુબ મજા લેતા હોય છે. ત્યારે ઈન્ટરનેટ પર રાહુલ ગાંધીનો તાજેતરનો જ એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ભારત જોડો ન્યાય યાત્રા માટે કાઢેલી રેલી દરમિયાન એક કૂતરાને બિસ્કિટ ખવડાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પરંતુ કૂતરો જયારે તે બિસ્કિટ નથી ખાતો અને મોં ફેરવી લે છે, ત્યારે એ જ બિસ્કીટ નજીકમાં ઉભેલા એક કોંગ્રેસી કાર્યકરને ખાવા માટે આપે છે. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને જેના પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

  રાહુલ ગાંધીના વાયરલ વિડીયો પર દેશના મોટા નેતાઓ પણ સોશિયલ મીડિયા ટિપ્પણી કરી રહ્યા છે. BJP IT સેલના પ્રમુખ અને નેતા અમિત માલવિયાએ આ વિડીયોને X હેન્ડલ પર શેર કરતા લખ્યું કે, “થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના બૂથ એજન્ટોની સરખામણી કૂતરાઓ સાથે કરી હતી, અને હવે રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે અને જ્યારે કૂતરાએ ખાધું ન હતું, તેણે તે જ બિસ્કિટ તેના કાર્યકરને આપ્યા.”

  તેઓએ કટાક્ષ કરતા આગળ લખ્યું કે, “જે પાર્ટીના અધ્યક્ષ અને યુવરાજ પોતાના પક્ષના કાર્યકરો સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરે છે, તો આવી પાર્ટીનું લુપ્ત થઇ જવું સ્વાભાવિક છે.”

  - Advertisement -

  ત્યારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ આ વાયરલ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ અમિત માલવીય દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોને શેર કરતા લખ્યું, “કોને દોષ આપું? સુવિધ સંપન્ન પરિવારની માનસિકતાને કે તે લોકો કે જેઓ પોતાનું અપમાન સહન કરવા છતાંય તેમના યુવરાજ સામે નમતા રહે છે?”

  રાહુલ ગાંધીના આ જ વિડીયોને પલ્લવી CT નામની વ્યક્તિએ શેર કરી લખ્યું કે, “કેટલું શરમજનક. પહેલા રાહુલ ગાંધીએ તેમના કૂતરાની થાળીમાંથી હિમંતા બિસ્વા સરમાને બિસ્કિટ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટી કાર્યકર્તાઓની સરખામણી કૂતરાઓ સાથે કરી, અને હવે શહેજાદા પણ પાર્ટી કાર્યકર્તાઓને તે જ બિસ્કિટ આપી રહ્યા છે. શું આ લોકો તેમના પક્ષના કાર્યકરો, સમર્થકો અને મતદારોનું આટલું જ સન્માન કરે છે?”

  આ મામલે હવે પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા આસામના CM હિમંતા બિસ્વાએ પણ ટિપ્પણી કરી છે. પલ્લવી CTએ શેર કરેલી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા તેઓ લખે છે કે, “ફક્ત રાહુલ ગાંધી જ નહીં, પરંતુ તેમનો પૂરો પરિવાર મને તે બિસ્કિટ ખવડાવી શક્યો નથી. હું એક ગૌરવવંતો આસામી અને ભારતીય છું. મેં તે ખાવાની ના પાડતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.”

  ઉલ્લખનીય છે કે હિમંતા બિસ્વા સરમાએ જયારે કોંગ્રેસમાં હતા ત્યારનો એક કિસ્સો શેર કરતા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જયારે તેઓ એક મહત્વપૂર્ણ મીટીંગ માટે રાહુલ ગાંધીને મળવા ગયા હતા ત્યારે તેઓ કૂતરા સાથે રમવામાં વ્યસ્ત હતા. તે દરમિયાન નાસ્તા માટે ચા અને બિસ્કિટ આવી ગયા. એટલામાં જ તેમનો કૂતરો આવ્યો અને એ જ થાળીમાંથી બિસ્કિટ ઉપાડીને ખાવા લાગ્યો. તેમને લાગ્યું કે હવે કદાચ રાહુલ ગાંધી પોતાની થાળી બદલશે. જો કે આવું બન્યું નહિ અને બાકીના નેતાઓએ એક જ થાળીમાંથી ખાવાનું શરૂ કર્યું. તે જ સમયે CM હિમંતા બિસ્વા સરમાએ નક્કી કર્યું હતું કે, તેઓ કોંગ્રેસ છોડી દેશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં