Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણ'પતિ મોદી-મોદી કરે તો રાત્રિનું ભોજન ન આપો': સામી ચૂંટણીએ PM મોદીની...

    ‘પતિ મોદી-મોદી કરે તો રાત્રિનું ભોજન ન આપો’: સામી ચૂંટણીએ PM મોદીની વધતી લોકપ્રિયતા વચ્ચે કેજરીવાલે હવે આ રીતે મત માગવાનું ચાલુ કર્યું

    કેજરીવાલે કહ્યું કે, "તમારા ઘરના તમામ પુરુષોને વોટ આપવા માટે કહો, ઘણા પુરુષો મોદી-મોદી કરી રહ્યા છે. તેનું મગજ તમે જ ઠીક કરી શકો છો. કરી શકો છો કે નથી કરી શક્તા? જો તમારો પતિ કહે 'મોદી' તો કહેજો રાતનું ભોજન નહીં મળે."

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ શનિવારે (9 માર્ચ) દિલ્હીના સિવિક સેન્ટરમાં આયોજિત ‘મહિલા સન્માન સમારોહ’ સાથે લોકસભા ચૂંટણીના અભિયાનની શરૂઆત કરી છે. AAP સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વખતના બજેટમાં ‘મહિલા સન્માન નિધિ યોજના’ની જાહેરાત કરી હતી. જે બાદ હવે તેમણે મહિલા સન્માન સમારોહનું આયોજન કર્યું છે. તેમણે આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે મહિલાઓને સલાહ આપી છે કે, તેમના પતિ જો મોદી-મોદી કરે તો તેમને રાત્રિનું ભોજન ન આપવું અને કેજરીવાલને મત આપવાના શપથ લેવડાવવા.

    મહિલા સન્માન નિધિ યોજના હેઠળ દર મહિને સ્ત્રીઓને 1 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાના બદલે કેજરીવાલે મહિલાઓ પાસે કેટલીક માંગણીઓ પણ કરી છે. કેજરીવાલે કહ્યું કે, “તમારા ઘરના તમામ પુરુષોને વોટ આપવા માટે કહો, ઘણા પુરુષો મોદી-મોદી કરી રહ્યા છે. તેનું મગજ તમે જ ઠીક કરી શકો છો. કરી શકો છો કે નથી કરી શક્તા?” તેમણે વધુમાં કહ્યું, “જો તમારો પતિ કહે ‘મોદી’ તો કહેજો રાતનું ભોજન નહીં મળે. બધાને સોગંધ અપાવી દેજો. પોતાની પત્નીની વાત તો માનવી પડશે ને દરેક પતિએ અને જો શપથ લીધા હોય તો માનવી જ પડશે.”

    તેમણે ઉમેર્યું કે, “જેટલી માતાઓ છે, તે પોતાના દીકરાઓને સોગંધ ખવડાવશે કે, આ વખતે કેજરીવાલને મત આપવાનો છે. કરશો કે નહીં કરો?, જેટલી દીકરીઓ છે, તે તેના પિતાને અને ભાઈને સોગંધ ખવડાવજો અને મને વોટ અપાવજો.”

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલે પોતાની મહિલા સન્માન નિધિની મફત યોજના વિશે જણાવતાં ઉમેર્યું , “હું દર મહિને દરેક મહિલાના પર્સમાં એક હજાર રૂપિયા નાખીશ. મહિલા સશક્તિકરણ ખાલી ખિસ્સાથી નથી થતું. ખિસ્સામાં પૈસા હશે તો જ સશક્તિકરણ થશે. જો તમે બજારમાં જાઓ અને તમારા ખિસ્સામાં પૈસા ન હોય, તો તે કેવું સશક્તિકરણ? સાચું મહિલા સશક્તિકરણ ત્યારે થશે જ્યારે દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા મળશે. જ્યારથી અમારી સરકારે આ યોજનાની જાહેરાત કરી છે ત્યારથી દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે અને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે તમામ સાત બેઠકો કેજરીવાલ માટે છે.”

    અહીં ઉલ્લેખનીય છે કે કેજરીવાલના આ નિવેદન બાદ તેમનાં જૂનાં નિવેદનો પણ લોકો યાદ કરી રહ્યા છે, જેમાંથી એકમાં તેમણે બાળકોના નામે શપથ લઇને કહ્યું હતું કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. આજે તેઓ ભારતના રાજકારણના મુખ્ય ચહેરાઓ પૈકીના એક છે અને રાજકીય પાર્ટીના સંયોજક બનીને બેઠા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં