ઇઝરાયેલ અને હમાસ (Israel Gaza War) વચ્ચે ઓક્ટોબર 2023થી યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જે પછી એવી અટકળો હતી કે આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે. જોકે હવે આ યુદ્ધ અંતના આરે છે. અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હમાસએ એવી ધમકી આપી હતી કે જો તેમના શપથ ગ્રહણ (Oath-taking) પહેલાં ઇઝરાયેલના બંધકોને મુક્ત નહીં કરવામાં આવે તો સમગ્ર મધ્ય-પૂર્વએ માઠા પરિણામનો સામનો કરવો પડશે. ત્યારે હવે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે આ મામલે ડીલ (Deal) થઇ ચુકી હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
નોંધનીય છે કે 20 જાન્યુઆરીએ અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરવાના છે. ત્યારે આ પહેલાં તે 2 વાર હમાસ અને હમાસને ચેતવણી તથા ધમકી આપી ચુક્યા છે કે તેમના શપથ ગ્રહણ પહેલાં ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવે. ત્યારે આ મામલે રાષ્ટ્રપ્રમુખ જો બાયડન અને નિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ડીલ થઇ ગઈ છે. ટ્રમ્પે કહ્યું હતું કે તે આ કરારનો ઉપયોગ અબ્રાહમ કરારને વિસ્તૃત કરવા માટે કરશે.
🚨 Breaking: Under heavy US 🇺🇲 pressure, Israel 🇮🇱 agreed to release 1,300 terrorists, cease fighting H×mas and leave most of Gaza, in return for release of only 33 hostages (out of 98), of which only 23 alive and 10 dead.
— Dr. Eli David (@DrEliDavid) January 15, 2025
Can't imagine a worse deal 😔
pic.twitter.com/e9pejdoGNJ
નોંધનીય છે કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યુએસ સમર્થિત કરારને કારણે, ઘણા આરબ દેશો સાથે ઇઝરાયલના સંબંધો સામાન્ય થયા. આ મામલે કતરના વડાપ્રધાને કહ્યું હતું કે આ કરાર 19 જાન્યુઆરીથી અમલમાં આવશે. આ કરાર અનુસાર હમાસ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરશે અને ઇઝરાયેલ હમાસના સૈનિકોને મુક્ત કરશે. આ અદલા-બદલી સીઝફાયર દરમિયાન કરવામાં આવશે. આ ડીલ થયા બાદ હમાસમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
6 અઠવાડિયાનો હશે યુદ્ધવિરામ
આ ડીલની વિગતો હજુ સુધી ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર પ્રારંભિક તબક્કામાં છ અઠવાડિયાનો પ્રારંભિક યુદ્ધવિરામ હશે. આ કરારના પ્રથમ તબક્કામાં 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે, જેમાં મહિલાઓ, બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો સામેલ છે. નોંધનીય છે કે અમેરિકા સમર્થિત દેશો કતર અને મિસ્ત્રના નેતૃત્વમાં કેટલાય મહિનાઓથી વાટાઘાટો ચાલી રહી હતી જેનું સફળ પરિણામ મળ્યું છે.
બીજા તબક્કાના અમલીકરણ માટેની વાતચીત પ્રથમ તબક્કાના 16મા દિવસે શરૂ થશે અને તેમાં સૈનિકો સહિત બાકીના તમામ બંધકોની મુક્તિ, કાયમી યુદ્ધવિરામ અને હમાસમાંથી ઇઝરાયેલી દળોની સંપૂર્ણ પાછી ખેંચી લેવાની બાબતોનો સમાવેશ થવાની શક્યતા છે. જોકે સીઝફાયર શરૂ થાય તે પહેલાં ઇઝરાયેલે તેના બંધકોને મુક્ત કરાવવા હમાસ પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.