Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાઇરલ વિડીયો: રિલીફ રોડ ખાતે એક મુસ્લિમ વ્યક્તિએ પ્લેકાર્ડ હાથમાં લઈને મોદી,...

    વાઇરલ વિડીયો: રિલીફ રોડ ખાતે એક મુસ્લિમ વ્યક્તિએ પ્લેકાર્ડ હાથમાં લઈને મોદી, નૂપુર શર્મા અને કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ જહેર ઓક્યું, મુસ્લિમોને ઉશ્કેર્યા

    પ્લેકાર્ડમાં લખેલું છે કે, "BJP, નૂપુર શર્મા, કાજલ હિન્દુસ્તાની ઉર્ફ શૈતાન, શૈતાન કી ઓલાદ હૈ."

    - Advertisement -

    ગઈકાલે સોશિયલ મીડિયા પર ગુજરાતના એક મુસ્લિમ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે અમદાવાદનાં રિલીફ રોડ ખાતે હાથમાં ભાજપા પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ લખાણ લખેલ પ્લેકાર્ડ લઈને સ્થાનિક મુસ્લિમ રાહદારીઓને ઉશ્કેરતો નજરે પડે છે. રિલીફ રોડ પર પ્લેકાર્ડ સાથે આ મુસ્લિમ વ્યક્તિનો વિડીયો થઈ રહ્યો છે વાઇરલ.

    વાઇરલ વીડિયોમાં એક મોટી ઉંમરનો મુસ્લિમ વ્યક્તિ રિલીફ રોડ પર પ્લેકાર્ડ હાથમાં લઈને ઝવેરિવાડ ખાતેના એક વ્યસ્ત રસ્તાની વચ્ચોવચ્ચ ઊભેલો નજરે પડે છે. તે વ્યક્તિ આજુ બાજુ ટ્રાફિકમાં રહેલા લોકોને સંબોધીને કઈક બોલી રહેલ પણ જણાય છે.

    પ્લેકાર્ડમાં લખેલું છે કે, “BJP, નૂપુર શર્મા, કાજલ હિન્દુસ્તાની ઉર્ફ શૈતાન, શૈતાન કી ઓલાદ હૈ.” એટલે કે એ મુસ્લિમ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી, ભાજપ પ્રવક્તા અને મહિલા નેતા નૂપુર શર્મા તથા ગુજરાતના હિંદુવાદી મહિલા આગેવાન કાજલ હિન્દુસ્તાની ત્રનેવને શૈતાનની ઓલાદ કહી રહ્યો છે.

    - Advertisement -
    વિડિયોમાં દેખાઈ રહેલ પ્લેકાર્ડમાંનુ લખાણ

    રિલીફ રોડ પર પ્લેકાર્ડ લઈને તે ચારેય બાજુ સામાન્ય રાહદારીઓ તરફ ફરતો રહે છે અને મોટા અવાજે કહે છે કે, “આ શૈતાનોની વિરુદ્ધ છે. મોદી ચોર છે. મુસલમાન જાગી નથી રહ્યા. સ્વર પડતાં જ કૂતરાની જેમ પૈસા પાછળ ભાગે છે મુસલમાન, નબી વિરુદ્ધ બોલાય ત્યારે એક પણ મુસલમાન સામે નથી આવતો. તમારી જિંદગી પે લાનત છે, મુસલમાન હોવા પર લાનત છે તમને.” આમ આ મુસ્લિમ વ્યકિત ખુલ્લેઆમ જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે મોદીને ચોર કહે છે અને પ્લેકાર્ડમાં લખેલ લોકો સામે મુસલમાનોને ઉશ્કેરે છે.

    બીજો એક મુસ્લિમ વ્યક્તિ કે જે આ વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે એ આ પ્લેકાર્ડવાળા ભાઈનો જુસ્સો વધારતો અને તેની વાહવાહી કરતો સંભળાય છે. એ બોલતો સંભળાય છે કે, “માસાઅલ્લાહ ચાચા તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. તમે આશિક એ રસૂલ છો.” આગળ કહે છે કે, “આ છે એક સાચ્ચા આશિક એ રસૂલ. આટલા તાપમાં પણ અહી ઊભા છે.”

    ટ્વિટર પર @iamharunkhan નામનો મુસ્લિમ યુઝર આ વિડીયો શેર કરીને લખે છે કે, “આપણા વહાલા પયગંબર મોહમ્મદ સાહેબનો દુરુપયોગ એ 1.8 અબજ મુસ્લિમ મુસ્લિમ વિશ્વ માટે લાલ રેખા છે, તમારે જાણવું જોઈએ કે ભારતમાં શાસક પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા લાઈવ ડિબેટમાં ખુલ્લેઆમ આપણા પ્રોફેટનો દુરુપયોગ કરી રહ્યા છે, તે શાંતિ માટે ખતરો છે અને તેની ધરપકડ થવી જોઈએ. પ્રોફેટ મુહમ્મદનું અપમાન કરવાનું બંધ કરો.” આમ આ વ્યક્તિ વૈશ્વિક પટલ પર એમ્બ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે અને ભારતનો શાસકપક્ષ ઇનો જવાબદાર છે.

    અન્ય એક ટ્વિટર યુઝર @UwaisQr પોતાની પ્રતિક્રિયામાં લખે છે કે, “આ પૃથ્વી પરના દરેક મુસલમાન માટે, આપણા પ્રિય પયગંબર મુહમ્મદ સ.અ.વ.ના સન્માન સિવાય બીજું કશું જ મહત્વનું નથી… અલ્લાહનો કોપ એ લોકો પર હોજે જેમણે આપણી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે..”

    @SamKhan999 લખે છે કે, “આ ભાઈ સન્માન બચાવવા બહાર આવ્યા. તેઓ ગુજરાતના છે. તે ગુજરાતનો હોય કે યુપી કે કર્ણાટકનો હોય તેનો કોઈ અર્થ નથી. તે સન્માન વિશે છે. સ્વાભિમાન ધરાવતો કોઈપણ મુસ્લિમ વિરોધ કરશે.”

    એક યુઝર @youssermfc ઉર્દુમાં લખે છે કે, “એકલા ઊભા રહીને, ભગવાન સિવાય કોઈનાથી ડર્યા વિના, તેઓ મોટા અવાજે કહે છે કે અમે અમારા પયગંબર મુહમ્મદને ટેકો આપવા માટે નમ્ર નહીં રહીશું – ભગવાનની પ્રાર્થના અને શાંતિ તેમના પર રહે – કહેવાતા મોદીથી ડરવાની જરૂર નથી. મુહમ્મદ ઇબ્ન અબ્દ અલ-વહાબે કહ્યું: “જેણે ભગવાન, તેના મેસેન્જર અને તેના ધર્મની મદદ કરી તેના પર ભગવાન દયા કરે, અને દોષ કરનારનો દોષ તેને ભગવાનની ખાતર લેવામાં આવ્યો ન હતો. આ મર્દ છે.”

    અન્ય એક ટ્વિટર યુઝર @Shyark3 લખે છે કે, “અલ્લાહુ-અકબર!! આ હિંમતથી જ કાફિરોને સૌથી વધુ ડર લાગે છે. પ્રોફેટ_મુહમ્મદનું અપમાન કરવાનું બંધ કરો” અહી તે બિનમુસ્લિમો માટે શબ્દ વાપરે છે જે એક ખરાબ ગાળ સમાન છે.

    નોંધનીય છે કે ગત અઠવાડિયે એક ટીવી ડીબેટમાં કથિત રીતે ભાજપા પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદને નિંદા કરી હોય એવો આરોપ લાગ્યો હતો. જે બાદ કથિત ફેક્ટ ચેકર અને સગીર યુવતીને પરેશાન કરવાના આરોપી એવા મોહંમદ ઝુબેર દ્વારા શર્માનો ક્રોપ કરેલો વિડિયો સોશિયલ મીડિયામાં મૂકીને સૌને ઉશ્કેરવાનો પ્રયત્ન થાય છે. જે બાદ દેશના જુદા જુદા સ્થળે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. કાનપુર હિંસા પણ એનો જ એક ભાગ છે.

    આ વિષયમાં હમણાં સુધી નૂપુર શર્મા પર મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં ત્રણ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને શક્ય છે કે ગુજરાતના વડોદરામાં ચોથી ફરિયાદ નોંધાય.

    આવા કિસ્સાઓ ડાબેરી લિબરલોના દવા કરે છે પોકળ

    અહીંયા નોંધ કરવા યોગ્ય બાબત એ છે કે ઘણાં ડાબેરી ન્યુઝ પોર્ટલો હંમેશા પોતાની તમામ શક્તિ મુસ્લિમોને ‘ડરા હુઆ મુસ્લિમ’ , ગુજરાતને મુસ્લિમો માટે નર્ક તથા નરેન્દ્ર મોદીને ફાંસીવાદી બતાવવામાં વાપરી નાખતી હોય છે. તેઓના માટે દરેક બાબતમાં મુસ્લિમોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હોય છે અને જ્યાં મુસ્લિમ કાયદાકીય રીતે આરોપી સાબિત થાય ત્યાં પણ તેઓ કોઈકને કોઈક એવી વાત ઉપજાવી કાઢતા હોય છે જેનાથી તેઓ કહી શકે કે તે મુસ્લિમ ડ્રેલો અથવા મજબૂર હતો એટ્લે આ કૃત્ય કર્યું.

    પરંતુ જ્યારે જ્યારે આવા કિસ્સા બહાર આવે છે ત્યારે એમના તમામ દાવા પોકળ સાબિત થતા હોય છે. જેમ કે જો મુસ્લિમો ખરેખર ડરેલા હોય તો એક સામાન્ય મુસ્લિમ વ્યક્તિમાં આવી હિમ્મત ક્યાંથી આવે. જો ગુજરાત ખરેખર નર્ક હોત મુસ્લિમો માટે તો ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં રીલીફ રોડ જેવા કેન્દ્રસ્થાને ખરાં દિવસે જાહેરમાં કોઈ મુસ્લિમ આમ લોકોને કઈ રીતે ભડકાવી શકે. તથા જો મોદી ફાંસીવાદી હોય તો કોઈની હિંમત ચાલે જાહેરમાં હજારો લોકો વચ્ચે મોદીને ચોર કહેવાની!

    બીજી મહત્વની બાબત એ છે કે આ વીડિયો એટલો બધો વાઇરલ થયો છે કે માત્ર ગુજરાત અને ભારતમાં જ નહિ ભારતની બહાર પણ ફરી રહ્યો છે. તો એક જોતા એમ પણ માની શકાય કે મુસ્લિમો જ આને ભરપૂર શેયર કરી રહ્યા છે. અને જો એમ હોય તો એ પણ સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના મુસ્લિમો આ વ્યક્તિના વિચારોના સમર્થનમાં છે એટલે કે તેઓ પણ મોદીને ચોર માને છે અને નૂપુર શર્મા તથા કાજલ હિન્દુસ્તાની જેવી હિન્દુ મહિલાઓ માટે તેમના મનમાં પણ ઝેર છે.

    નોંધવા જેવી વાત એ છે કે પ્રોપગેન્ડાજીવી અલ્ટન્યુઝ, કથિત પત્રકાર ઝુબેર અને એમના જેવા ડાબેરી લિબરલો હંમેશા કોઈકને કોઈક રીતે મુસ્લિમ સમાજને ઉશ્કેરતા રહેતા હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેમને છાવરતા અને ઢાંકતા પણ હોય છે. આ પણ એક કારણ છે કે મુસ્લિમ સમાજ શિક્ષણ, સન્માન, સમન્વયથી દૂર રહી જાય છે કેમ કે ડાબેરી લિબરલો તેમને આ બધામાં j વ્યસ્ત રાખે છે અને આગળ વધતા અટકાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં