Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકથિત 'ઈશનિંદા' વિવાદ: હવે વડોદરાના ઇસ્લામવાદીઓ કરવા ઈચ્છે છે ભાજપ નેતા નુપુર...

    કથિત ‘ઈશનિંદા’ વિવાદ: હવે વડોદરાના ઇસ્લામવાદીઓ કરવા ઈચ્છે છે ભાજપ નેતા નુપુર શર્મા વિરુદ્ધ ફરિયાદ, મામલતદારને આપ્યું આવેદન

    2017માં વડોદરાના જ એક વ્યક્તિની નુપુર શર્માની રેકી કરીને તમને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભદ્ર મેસેજ કરીને જાનથી મરવાની ધમકી આપવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ભાજપા પ્રવકતા નુપુર શર્મા વિરુદ્ધ ઇસ્લામવાદીઓનો રોષ શાંત પાડવાનો નામ નથી લઈ રહ્યો. કથિત ઈશનિંદાના આરોપ લગાવીને હમણાં સુધી નુપુર શર્મા સામે મહારાષ્ટ્રમાં 2 અને હૈદરાબાદમાં 1 એમ 3 એફઆઇઆર બાદ હવે વડોદરામાં ચોથી એફઆઇઆર દાખલ કરવા માટે ઇસ્લામવાદીઓએ મામલતદારને આવેદન આપ્યું હતું.

    શનિવારે ગુજરાતમાં વડોદરાના પાદરા તાલુકાના મુસ્લિમ સમુદાયના આશરે 150-200 સભ્યોએ મામલતદારને એક આવેદન આપીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કથિત રીતે પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવા અને મુસ્લિમો સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR દાખલ કરવા વિનંતી કરી હતી.

    નોંધનીય છે કે જ્ઞાનવાપી વિવાદિત માળખા કેસના વિષય પર ટેલિવિઝન ચર્ચા દરમિયાન 27 મે, 2022ના રોજ નૂપુર શર્માએ આ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. આ પહેલા મહારાષ્ટ્રમાં શર્મા વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રથમ FIR શંકાસ્પદ ઇસ્લામિક સંગઠન રઝા એકેડમીની ફરિયાદના આધારે 29 મેના રોજ નોંધવામાં આવી હતી. બીજી FIR મુંબ્રાના એક મોહમ્મદ ગુરફાનની ફરિયાદના આધારે તેમની વિરુદ્ધ નોંધવામાં આવી હતી.

    - Advertisement -

    30 મેના રોજ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્મા સામે હૈદરાબાદમાં એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન પયગંબર મુહમ્મદ વિશેની કથિત ‘નિંદાજનક’ ટિપ્પણી બદલ ત્રીજો પ્રથમ તપાસ રિપોર્ટ નોંધવામાં આવી હતી.

    એક ટીવી ડિબેટમાં નુપુર શર્માએ કહ્યું હતું કે, “તેઓને (કો પેનલિસ્ટ કે જે મુસ્લિમ હતા)ને કહેવામાં આવવું જોઈએ કે તેઓ ચૂપ રહે અને અમારા (હિંદુ) ધર્મનું અપમાન કરવાનું બંધ કરે, નહીં તો, જ્યાં દુઃખ પહોંચે ત્યાં અમે તેમને મારવામાં ખૂબ સક્ષમ છીએ. ઉદાહરણ તરીકે, તેઓ તેને (જ્ઞાનવાપી સંકુલ શિવલિંગ)ને ગમે તેટલો ફુવારો કહેવા માંગે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સર્વોચ્ચ અદાલતે પણ તે વિસ્તારની તાત્કાલિક સુરક્ષાનો આદેશ આપ્યો હતો.”

    ભાજપા પ્રવકતા નુપુર શર્મા વધુમાં કહે છે કે, “શું અમે તમારા ઉડતા ઘોડાઓ અને કુરાનમાં લખેલા તથ્યો કે પ્રોફેટ મુહમ્મદ છ વર્ષની ઉંમરે લગ્ન કરે છે અને જ્યારે તે નવ વર્ષની થાય ત્યારે લગ્ન પૂર્ણ કરે છે તેની મજાક શરૂ કરીએ… કુરાન 88 : 20 મુજબ પૃથ્વી સપાટ છે. ફક્ત તમારા ઉડતા ઘોડાઓ પર ઉડી જાઓ …”

    નુપુર શર્માની લાઈવ ટીવી પર કરવામાં આવેલ આ ટિપ્પણીઓના કારણે જ આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો અને જેમાં ગઈ કાલે વડોદરાના ઇસ્લામવાદીઓ દ્વારા આ પગલું લેવાયું હતું. આરોપ છે કે ફેક્ટચેકના નામે પ્રોપોગેન્ડા ફેલાવતા ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મ્દ જુબૈરે ભાજપ નેતાની એક ટ્વિસ્ટેડ સ્પીચ ટ્વિટ કરીને ટ્રોલરોને ભડકાવ્યા હતા. જે બાદ કેટલાક કટ્ટરપંથીઓએ ભાજપ મહિલા નેતાને ધમકી આપી હતી તો કેટલાકે માથું કાપી લેવાની ધમકી પણ આપી હતી.

    અત્રે એ પણ નોંધનીય છે કે 2017માં વડોદરાના જ એક વ્યક્તિની નુપુર શર્માની રેકી કરીને તમને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભદ્ર મેસેજ કરીને જાનથી મરવાની ધમકી આપવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં