Thursday, April 25, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાતમાં જળક્રાંતિનું સરવૈયું: 21 વર્ષ પહેલા જે રાજ્ય એક એક ટીંપા પાણી...

    ગુજરાતમાં જળક્રાંતિનું સરવૈયું: 21 વર્ષ પહેલા જે રાજ્ય એક એક ટીંપા પાણી માટે વલખા મારવા મજબુર હતું, તે બન્યું ‘હર ઘર જલ’ રાજ્ય

    નરેન્દ્ર મોદીએ લાંબી લડત બાદ એક ઐતિહાસિક પગલાં અંતર્ગત નર્મદા ડેમની ઊંચાઈ વધારીને 138.68 મીટર કરી હતી. જેનો લાભ સમગ્ર ગુજરાતને મળ્યો. નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં અને ત્યાંથી ગુજરાતના ખૂણે ખૂણે કુલ મળીને 1,126 કિલોમીટરની કેનાલોના જાળા વડે સિંચાઈ માટેની પાણી પહોંચાડાયુ હતું.

    - Advertisement -

    ઓક્ટોબર 2022માં ગુજરાત રાજ્યને ‘હર ઘર જલ’ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે રાજ્યના તમામ ઘરોમાં હવે વહેતું નળનું પાણી ઉપલબ્ધ છે. ‘જલ જીવન મિશન’ના ભાગરૂપે વર્ષોમાં આ પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યના તમામ 91,73,378 ઘરોમાં હવે નળના પાણીનું જોડાણ છે. જે રાજ્ય 21 વર્ષ પહેલા પાણીના એક એક ટીંપા માટે વલખા મારતું તેને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફાળો મોટો છે.

    કેવો રહ્યો ગુજરાતના ઘરે ઘરમાં નળથી પાણી પહોંચાડવાનો સફર એ વિષયમાં આજે ભારતના ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટર પર એક વિડીયો શેયર કરીને પાતળો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે.

    CM મોદીએ 2001માં જોયું હતું સ્વપ્ન

    2001માં જયારે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સમગ્ર ગુજરાત તીવ્ર જળસંકટથી ઝઝૂમી રહ્યું હતું. કેટલાક વિસ્તારોમાં તો પીવાના પાણીના પણ ફાંફાં પડી રહ્યા હતા. પોતાના પહેલા જ કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ગુજરાતની આ પીડા જાણી ગયા હતા અને તેમણે પ્રાથમિકતાના ધોરણે ગુજરાતના જળસંકટ સામે લાડવાનો નિર્ણય કરી લીધો હતો.

    - Advertisement -

    જે બાદ CM નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ગુજરાત વોટર પ્લાન બનાવ્યો, જે અંતર્ગત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલ બનાવવામાં આવી હતી. જે બાદ ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્ત્તર ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડયું હતું.

    આગળ જતા મોદીએ ગાંધીનગર ખાતે BISAG (ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ) ની સ્થાપના કરી હતી. BISAG એ નકશા-આધારિત જીઓસ્પેશિયલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સના અમલીકરણમાં સેવાઓ અને ઉકેલો પ્રદાન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સ્તરની એજન્સી છે. BISAG નું SATCOM નેટવર્ક એ ઉપગ્રહ સંચાર નેટવર્ક સેવા છે જે રાજ્યવ્યાપી દૂરવર્તી ક્રિયાપ્રતિક્રિયા પૂરી પાડે છે. હાલમાં BISAG કૃષિ, જમીન અને જળ સંસાધન વ્યવસ્થાપન, પડતર જમીન/વોટરશેડ વિકાસ, વનસંવર્ધન, આપત્તિ વ્યવસ્થાપન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણને લગતી આયોજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભૌગોલિક-અવકાશી તકનીકોનો અમલ કરવા માટે કામ કરી રહી છે.

    BISAG અને GPS દ્વારા સેટેલાઇટ આધારિત જનકરીઓની મદદથી શોધવામાં આવ્યું કે જમીનમાં ક્યાં ક્યાંથી પાણી મળી શકે છે અને તેની મદદથી કુવાઓ અને બોર કરીને પાણી મેળવવામાં આવ્યું હતું.

    આ GPS આધારિક વૈજ્ઞાનિક ડેટાનો ઉપયોગ કરીને ‘સુઝલામ સુફલામ યોજના’ અને ‘સૌની યોજના’ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કેનાલોનું એક જાળ પાથરવામાં આવ્યું અને આ કેનાલોમાં નર્મદા મુખ્ય કેનાલનું જોડાણ આપી નર્મદાનું પાણી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

    આ બાદ નરેન્દ્ર મોદીએ લાંબી લડત બાદ એક ઐતિહાસિક પગલાં અંતર્ગત નર્મદા ડેમની ઊંચાઈ વધારીને 138.68 મીટર કરી હતી. જેનો લાભ સમગ્ર ગુજરાતને મળ્યો. નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં અને ત્યાંથી ગુજરાતના ખૂણે ખૂણે કુલ મળીને 1,126 કિલોમીટરની કેનાલોના જાળા વડે સિંચાઈ માટેની પાણી પહોંચાડાયુ હતું. સાથે સાથે ઐતિહાસિક 1 લાખ ચેકડેમો પણ બનાવવામાં આવ્યા હતા.

    અને આ રીતે ઓક્ટોબર 2022માં ગુજરાત રાજ્ય દરેક ઘર સુધી નળ વડે પાણી પહોંચાડનાર રાજ્ય બન્યું હતું અને તેને ‘હર ઘર જલ’ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

    ગુજરાતને ‘હર ઘર જલ’ રાજય બનાવવામાં મહત્વનો ભાગ ભજવનાર મુખ્ય યોજનાઓ

    • સરદાર સરોવર ડેમ યોજના
    • નર્મદા મુખ્ય કેનાલ યોજના
    • સુઝલામ સુફલામ યોજના
    • સૌની યોજના
    • ચેકડેમ યોજના
    • જલ જીવન મિશન
    • PM ગતિ શક્તિ યોજના
    • BISAG, 3-D સેટેલાઇટ ઇમેજિંગ અને GIS આધારિત નકશાઓ

    આ ખરેખર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીતા જ હતી જેણે આજે ગુજરાતને આ સ્થિતિમાં મૂક્યું છે કે રાજ્યના દરેક ઘર સુધી નળ દ્વારા જળ પહોંચી ગયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં