હોમપેજસ્પેશ્યલદુર્ગા વિસર્જન યાત્રા, ઇસ્લામી ટોળા અને રામગોપાલ મિશ્રાની હત્યા: કટ્ટરપંથીઓને વ્હાઇટવૉશ કરવા...

દુર્ગા વિસર્જન યાત્રા, ઇસ્લામી ટોળા અને રામગોપાલ મિશ્રાની હત્યા: કટ્ટરપંથીઓને વ્હાઇટવૉશ કરવા ઉતરેલી ગેંગના ગાલ પર તમાચો છે કોર્ટનો ચુકાદો

જે-તે સમયે ઇસ્લામી-વામપંથી ગેંગે જે દુષ્પ્રચાર ફેલાવ્યો હતો, એ આજે એમનો એમ રહી ગયો છે. એવું નથી કે આ જમાતે માત્ર આ કેસમાં જ એવું કર્યું હતું, તે દરેક કટ્ટરપંથીઓને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે અને દરેક કેસમાં 'વર્ગ વિશેષ'ને 'પીડિત' ગણાવી દે છે.

- Advertisement -

એક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા વિસર્જન યાત્રા દરમિયાન થયેલી હિંસા પર હવે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે. આ તે જ ઘટના છે, જેમાં રામગોપાલ મિશ્રાને ભગવો ધ્વજ ફરકાવવા પર ઇસ્લામી કટ્ટરપંથીએ ગોળી ધરબી દીધી હતી. ગોળી મારનારા સરફરાઝ ઉર્ફે રીન્કુને કોર્ટે એક વર્ષ પછી હવે ફાંસીની સજા સંભળાવી છે. તે સિવાય બાકીના દોષિતોને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટનો આ આદેશ એ ઇસ્લામવાદીઓ અને લેફ્ટ-લિબરલ ગેંગના ગાલ પર તમાચો છે, જે રામગોપાલની હત્યા બાદ મુસ્લિમ કટ્ટરપંથીઓને ‘પીડિત’ ગણાવી રહ્યા હતા અને હત્યા પર હાહાહોહો કરી રહ્યા હતા. 

ગુરુવારે (11 ડિસેમ્બર) સ્થાનિક સેશન્સ કોર્ટે બહરાઈચમાં હિંદુવિરોધી હિંસા પર ચુકાદો આપ્યો છે. પોલીસે 13 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી, જેમાંથી 10 આરોપીઓને દોષિત ગણવામાં આવ્યા છે. હિંસામાં મુખ્ય આરોપી સરફરાઝને રામગોપાલની હત્યાનો દોષિત ગણાવીને કોર્ટે ફાંસીની સજાનો આદેશ આપ્યો છે. અન્ય આરોપીઓ સરફરાઝનો અબ્બુ અબ્દુલ હમીદ અને તેના બે ભાઈ ફહીમ અને તાલિબ સહિત સૈફ, જાવેદ, ઝિશાન, નનકાઉ, શોએબ અને મરૂફને કોર્ટે હિંસાના દોષિત ગણ્યા છે. 

બાકીના તમામ દોષિતોને આજીવન કેદની સજા આપવામાં આવી છે. જોકે, કોર્ટનો આ ચુકાદો એ ગેંગના ગાલ પર એક તમાચો છે, જે હિંસા માટે હિંદુઓને, રામગોપાલને અને સનાતન યાત્રાને દોષી ઠેરવી રહ્યા હતા અને સામે પક્ષે મુસ્લિમ કટ્ટરપંથીઓને ‘પીડિત’ ગણાવી રહ્યા હતા. ઘટના બાદથી જ ઇસ્લામવાદીઓ અને લેફ્ટ-લિબરલ લોબીએ દોષિતોને વ્હાઇટવૉશ કરવાનું શરૂ કરી દીધું હતું, જોકે કોર્ટે આખરે ચુકાદો આપીને વાસ્તવિકતાનો તમાચો પણ ધરબી દીધો છે. 

- Advertisement -

શું ઘટના હતી? 

13 ઑક્ટોબર, 2024ના રોજ બહરાઈચના હરદી મહારાજગંજ વિસ્તારમાં સમગ્ર ઘટના શરૂ થઈ હતી. હિંદુ શ્રદ્ધાળુઓ ભક્તિમય વાતાવરણમાં દેવી દુર્ગાની વિસર્જન યાત્રા કાઢી રહ્યા હતા. યાત્રા અંત સુધી નિર્વિવાદ અને શાંતિપૂર્ણ રહી હતી, પણ જેવી યાત્રા મુસ્લિમ વિસ્તારમાં પ્રવેશી કે ઉહાપોહ શરૂ થઈ ગયો. અહીં ઇસ્લામી કટ્ટરપંથીઓએ ડીજે વગાડવા પર વાંધો ઉઠાવ્યો અને યાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થર લાગવાથી માતા દુર્ગાની પ્રતિમા પણ ખંડિત થઈ ગઈ. જવાબી કાર્યવાહીમાં હિંદુઓએ પણ આસપાસનાં મકાનો અને દુકાનોમાં તોડફોડ કરી. 

આ દરમિયાન એક હિંદુ યુવક રામગોપાલ મિશ્રાએ એક ઘરની છત પર ચડીને લીલો ઝંડો નિકાળીને ત્યાં ભગવો ધ્વજ ફરકાવી દીધો. આ એક કારણે ઇસ્લામી કટ્ટરપંથીઓએ રામગોપાલ મિશ્રાની હત્યા કરી નાખી. સલમાન નામના એક શખ્સના ઘર પર અબ્દુલ હમીદ અને તેના પુત્ર સરફરાઝે રામગોપાલની છાતીમાં ગોળીઓ ધરબી દીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, રામગોપાલને ટૉર્ચર કરવામાં આવ્યા હતા, ગોળી માર્યા બાદ પણ તેમને કરંટ આપવામાં આવ્યો હતો. તેમના પગના નખ પણ ઉખેડી નાખવામાં આવ્યા હતા અને ધારદાર હથિયારોના ઘા પણ મળી આવ્યા હતા. 

કરંટ લાગવાથી તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. બર્બરતાના કારણે તેમનું લોહી પણ વહી ગયું હતું અને તેના કારણે જ તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં તેમનો મૃતદેહ લેવા માટે ગયેલા હિંદુઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા. પોલીસે હિંદુઓ પર લાઠીચાર્જ કરવાનો શરૂ કર્યો હતો. જોકે, બાદમાં સીએમ યોગી આદિત્યનાથે હરદી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને મહારાજગંજ ચોકીના સબ-ઇન્સ્પેકટર શિવકુમારને સસ્પેન્ડ કરી દીધા હતા. 

રામગોપાલની હત્યા બાદ તેના વળતાં દિવસે જ ભાઈ હરિમિલન મિશ્રાએ 13 ઑક્ટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને 6 મુસ્લિમો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં પોલીસે હત્યા અને રમખાણો મામલે 7 અન્ય શખ્સોનાં નામ પણ ઉમેર્યા હતા. તપાસ બાદ 11 જાન્યુઆરી, 2025ના રોજ સેશન્સ કોર્ટમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં પોલીસે સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈ સામાન્ય વિવાદ નહોતો, પણ ‘સામાન્ય મગજથી કરવામાં આવેલી ક્રૂર અને સમાજને ભયભીત કરનારી ઘટના’ હતી, જેમાં રામગોપાલ મિશ્રાને 9 ગોળીઓ મારવામાં આવી હતી. 

મુસ્લિમ કટ્ટરપંથીઓને વ્હાઇટવૉશ કરી રહી હતી ગેંગ

બીજી તરફ આ ઘટનાને લઈને ઇસ્લામવાદીઓની સાથે લેફ્ટ-લિબરલ ગેંગ પણ હંમેશાની જેમ મુસ્લિમ કટ્ટરપંથીઓની ઢાલ બનવા માટે મેદાનમાં ઉતરી આવી હતી. દાવો એવો કરવામાં આવ્યો કે ભગવો ઝંડો ફરકાવવાથી મુસ્લિમ ‘યુવાન’ (સરફરાઝ) ઉશ્કેરાયો હતો. પણ આ ગેંગ એ કહેવાનું ભૂલી ગઈ કે, આ જ કટ્ટરપંથીઓએ હિંદુઓના ભગવા ધ્વજ ફાડ્યા હતા અને દેવી દુર્ગાની પ્રતિમા પર પથ્થરો વરસાવ્યા હતા. આ જમાતે કાયમ મુસ્લિમોને ‘પીડિત’ ગણાવી દેવાની રણનીતિ અપનાવી હતી અને આ કેસમાં તેમણે એવું જ કર્યું હતું. 

રામગોપાલ મિશ્રાની નિર્મમ હત્યાને સરફરાઝનો ગુસ્સો ગણાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. અહીં હિંદુઓની જવાબી કાર્યવાહી આ વિશેષ ગેંગને ખોટી લાગી હતી, પરંતુ એ ક્યાંય કહેવામાં ન આવ્યું કે શરૂઆત મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરી હતી. હિંસા પર સોશિયલ મીડિયામાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ પણ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રામગોપાલની હત્યા પર પણ ઘણા કટ્ટરપંથીઓએ રાક્ષસી અટ્ટહાસ્ય કર્યા હતા. 

ઇસ્લામી-વામપંથી મીડિયાએ રામગોપાલ મિશ્રાની હત્યાને ‘યોગ્ય’ ગણાવવા માટેના પ્રયાસો પણ કર્યા હતા. વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ન્યુઝલૉન્ડ્રી’એ એવો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો કે હિંદુ વિસર્જન યાત્રામાં કથિત રીતે ડીજેમાં ‘તેલ લગા લો ડાબર કા, નામ મિટા દો બાબર કા’ ગીત વગાડવામાં આવ્યું હતું, જેના કારણે ‘મુસ્લિમોની લાગણીને ઠેસ પહોંચી’ હતી, આમ હિંદુ યુવકની સરાજાહેર નિર્મમ હત્યા ‘યોગ્ય’ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હિંદુ યાત્રામાં પાકિસ્તાનની મજાક ઉડાવતા ગીતો વગાડવામાં આવ્યા હતા, જેના કારણે કથિત રીતે ઇસ્લામી કટ્ટરપંથીઓને ઠેસ પહોંચી હતી. 

ઇસ્લામવાદીઓએ ન્યુઝલૉન્ડ્રી દ્વારા ઓનલાઈન વાયરલ કરવામાં આવેલા પ્રોપગેન્ડા ગ્રાઉન્ડ રિપોર્ટને વ્યાપકપણે ફેલાવ્યો હતો, જેથી એવો નેરેટિવ સેટ કરી શકાય કે હિંદુઓએ ‘અપમાનજનક’ ગીતો વગાડ્યા હતા અને તેના કારણે મુસ્લિમો ભડકી ઉઠયા અને અશાંતિ ફેલાઈ. તે સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને અન્ય માધ્યમો દ્વારા પણ ઇસ્લામી કટ્ટરપંથીઓએ ‘વિકટીમ કાર્ડ’ ખેલવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 

દુષ્પ્રચારની છાતી ચીરીને સામે આવ્યું સત્ય

મૂળ રીતે લીલો ઝંડો ઉતારીને ભગવો ધ્વજ લગાવવાને લઈને રામગોપાલની હત્યાને યોગ્ય ગણાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા પણ અંતે સત્ય હંમેશાથી જેમ અસત્ય અને દુષ્પ્રચારની છાતી ચીરીને બહાર નીકળ્યું છે. બહરાઈચની સેશન્સ કોર્ટે હિંસા પર 142 પેજનો ચુકાદો આપ્યો છે, જેમાં 13માંથી 10 આરોપીઓને દોષિત ગણવામાં આવ્યા છે અને મુખ્ય આરોપી સરફરાઝને ફાંસીની તથા અન્ય 9 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. 

ચુકાદામાં કોર્ટે મનુસ્મૃતિના એક શ્લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ગુનાઓ પર કઠોર સજાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે મનુસ્મૃતિનો શ્લોક- ‘दंड शास्ति प्रजा: सर्वा दंड एवाभिरक्षति। दंड सप्तेषु जागर्ति, दंड धर्म विदुवर्धा’નો ઉલ્લેખ પણ કર્યો હતો. જેનો અર્થ છે, ‘રાજધર્મના પાલન માટે દંડ વિધાન જરૂરી છે. દંડના ભયથી જ સમાજમાં અનુશાસન બની રહે છે. જન-ધનની સુરક્ષા માટે ગુનેગારોને દંડિત કરવા શાસકનો પરમ ધર્મ છે.” કોર્ટે એ પણ સ્વીકાર્યું કે રામગોપાલ મિશ્રાની નિર્મમ હત્યા સમાજ માટે એક ભયાનક અપરાધ છે.

જે-તે સમયે ઇસ્લામી-વામપંથી ગેંગે જે દુષ્પ્રચાર ફેલાવ્યો હતો, એ આજે એમનો એમ રહી ગયો છે. એવું નથી કે આ જમાતે માત્ર આ કેસમાં જ એવું કર્યું હતું, તે દરેક કટ્ટરપંથીઓને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે અને દરેક કેસમાં ‘વર્ગ વિશેષ’ને ‘પીડિત’ ગણાવી દે છે. અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરનારા લોકો પણ આ જ હતા અને રામગોપાલ મિશ્રાની હત્યાને યોગ્ય ગણવનારા લોકો પણ આ જ છે. જોકે, એક વાત તેમણે હંમેશા યાદ રાખવી જરૂરી છે કે, દુષ્પ્રચારના અંધકારમાં પણ એક સમયે સત્યનો દીપ પ્રજ્વલિત થઈ જાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં