6 માર્ચે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને ISI મોડ્યુલના સક્રિય આતંકવાદી લઝર મસીહની (Terrorist Lajar Masih) ધરપકડ (Arrested) થઈ હતી. આ આતંકવાદી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યાયિક કસ્ટડીમાં હતો ત્યારે ભાગી ગયો હતો. આતંકવાદીની ધરપકડ UP ATS અને પંજાબ પોલીસે ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી કરી હતી.
બબ્બર ખાલસાનો આતંકવાદી લઝર મસીહ પંજાબના અમૃતસર જિલ્લાનો રહેવાસી છે. 6 માર્ચની સવારે 3.20 વાગ્યે કૌશાંબીના કોખરાજ વિસ્તારમાંથી પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી ત્રણ સક્રિય હેન્ડ ગ્રેનેડ, બે સક્રિય ડેટોનેટર, એક રશિયન પિસ્તોલ અને 13 વિદેશી કારતૂસ પણ મળી આવ્યા હતા.
એવું પણ બહાર આવ્યું છે કે આતંકવાદી લાઝર મસીહ બબ્બર ખાલસાના જર્મન મોડ્યુલના આતંકવાદી સ્વર્ણ સિંહ ઉર્ફે જીવન ફૌજી માટે કામ કરતો હતો અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના એજન્ટોના સંપર્કમાં હતો. આ આતંકવાદી 24 સપ્ટેમ્બર 2024ના રોજ પંજાબ ખાતેની ન્યાયિક કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.