
મહારાષ્ટ્રના નાશિક સ્થિત TCS શાખામાં સામે આવેલા હિંદુ યુવતીઓ-મહિલાઓના યૌન ઉત્પીડન અને ધર્મ પરિવર્તન કેસમાં મુખ્ય આરોપીઓ પૈકીની એક નિદા ખાનને સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા છે. અગાઉ નિદા ખાનની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે નિયમિત જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટે તેને રાહત આપી છે.
આ કેસમાં અનેક હિંદુ મહિલા કર્મચારીઓએ કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન, માનસિક હેરાનગતિ, હિંદુ દેવી-દેવતાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયેલા હોવાના આરોપો લગાવ્યા હતા. પોલીસે અનેક FIR નોંધ્યા બાદ વિશેષ તપાસ ટીમની (SIT) રચના કરી હતી. તપાસ દરમિયાન નિદા ખાન સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Court grants bail to TCS employee Nida Khan in sexual harassment-religious conversion case at company's branch in Nashik.
— Press Trust of India (@PTI_News) July 6, 2026
આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં આરોપીઓ વિરુદ્ધ એકત્ર કરાયેલા ડિજિટલ તેમજ અન્ય પુરાવાઓનો ઉલ્લેખ કર્યો છે. જામીન મળવાનો અર્થ આરોપોમાંથી મુક્તિ નથી અને કેસની સુનાવણી તથા તપાસ અગાઉની જેમ ચાલુ રહેશે.

