Wednesday, June 18, 2025
More

    286 દિવસ અવકાશમાં રહ્યા બાદ પૃથ્વી પર પરત ફર્યાં સુનિતા વિલિયમ્સ

    ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આખરે 286 દિવસ અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફર્યાં છે. જુલાઈ 2024માં સ્પેસમાં ગયા બાદ થોડા જ દિવસમાં તેઓ પરત ફરવાનાં હતાં, પરંતુ તકનીકી ખામી સર્જાવાના કારણે અટકી પડ્યાં. આખરે 9 મહિના બાદ તેઓ ઘરે પરત ફર્યાં. 

    સુનિતા સાથે તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મર પણ હતા. બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાઈ ગયા હતા. આખરે ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સના એક અવકાશયાનને મોકલીને બંનેને પરત લાવવામાં આવ્યાં. 

    સ્પેસ એક્સનું ડ્રેગન ફ્રિડમ કેપ્સ્યુલ ISS પહોંચ્યું અને અવકાશયાત્રીઓને લઈને પરત ફર્યું હતું. જે અમેરિકાના સમય પ્રમાણે મંગળવારે સાંજે 5:57 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું. ભારતમાં તે સમયે બુધવારે મળસ્કે 3:27 થયા હતા. તેમને લગભગ 17 કલાક લાગ્યા. 

    સુનિતા વિલિયમ્સ પરત ફર્યા બાદ ભારત સહિત દુનિયાભરમાંથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.