Wednesday, February 26, 2025
More

    વડાપ્રધાન મોદીએ અકબંધ રાખી વર્ષોની પરંપરા, કચ્છમાં સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી

    વડાપ્રધાન મોદીએ (PM Modi) પોતાની વર્ષોની એક પરંપરા આ વખતે પણ અકબંધ રાખી છે. તેમણે કચ્છમાં (Kutch) સેનાના જવાનો (Army) સાથે દિવાળીની (Diwali) ઉજવણી કરી છે. વડાપ્રધાન મોદી પોતાની દરેક દિવાળી સેનાના જવાનો સાથે ઉજવે છે. આ વર્ષે પણ તેમણે પોતાની તે પરંપરાને જાળવી રાખી છે.

    માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીએ કચ્છમાં તહેનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. દરમિયાન તેમણે જવાનો સાથે વાતચીત કરી હતી અને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યારબાદ તેમણે જવાનોને મીઠાઈ ખવડાવીને તેમના મોં મીઠા કર્યા હતા.

    નોંધવા જેવું છે કે, આ પહેલાં વડાપ્રધાન કેવડીયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરી હતી અને સરદાર પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.