
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે શુક્રવારે (17 ઑક્ટોબર) 48 કલાક માટે યુદ્ધવિરામ પર સહમતી બની હતી. પરંતુ, તેના ગણતરીના કલાકોમાં જ આતંકી દેશ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તાલિબાને દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો છે.
આ હુમલામાં અફઘાનિસ્તાનના 10 નાગરિકો અને ત્રણ ક્રિકેટરોનાં મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (ACB) આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અફઘાન ક્રિકેટરોની ઓળખ કબીર, સિબગાતુલ્લા અને હારુન તરીકે થઈ છે. આ હુમલામાં સાત અન્ય લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ત્રિકોણીય ટી20 સીરિઝ નહીં રમાવનો નિર્ણય કર્યો છે.
Statement of Condolence
— Afghanistan Cricket Board (@ACBofficials) October 17, 2025
The Afghanistan Cricket Board expresses its deepest sorrow and grief over the tragic martyrdom of the brave cricketers from Urgun District in Paktika Province, who were targeted this evening in a cowardly attack carried out by the Pakistani regime.
In… pic.twitter.com/YkenImtuVR
બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે “અલ્લાહ શહીદોને જન્નત આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરીને તેમના પરિવારોને આ કપરા સમયમાં હિંમત આપે.”

