
જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને સુપ્રીમ કોર્ટની અવહેલના કરી છે. ભોપાલમાં જમિયત ઉલેમા-એ-હિન્દની ગવર્નિંગ બોડી કાઉન્સિલની બેઠકમાં મૌલાના મહમૂદ મદનીએ સુપ્રીમ કોર્ટ વિશે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. મદનીએ કહ્યું કે કોર્ટ સરકારી દબાણ હેઠળ કામ કરી રહી છે. મદનીએ તો ત્યાં સુધી કહ્યું કે સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો કોઈ અધિકાર નથી.
મૌલાના મદનીએ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયો અને તેની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, “બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોમાં કોર્ટ પર સરકારનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. જ્ઞાનવાપી અને મથુરા વિવાદોની સુનાવણી, જ્યારે ઇબાદતગાહ અધિનિયમને અવગણવી, ચિંતાનો વિષય છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “સુપ્રીમ કોર્ટ ફક્ત ત્યારે જ ‘સર્વોચ્ચ’ કહેવાને પાત્ર છે જો તે બંધારણનું સમર્થન કરે.” જેહાદ પર બોલતા મૌલાના મદનીએ કહ્યું કે ઇસ્લામના વિરોધીઓએ જેહાદને હિંસાના સમાનાર્થી તરીકે રજૂ કર્યો છે. તેમણે કહ્યું, “ઇસ્લામમાં જેહાદ એક પવિત્ર ફરજ છે. કુરાનમાં માનવતા અને સમાજ સુધારણા માટે તેના અલગ અલગ અર્થ છે.”
તેમણે ભારપૂર્વક કહ્યું, “જ્યારે પણ જુલમ થશે, ત્યારે જેહાદ થશે… હું ફરીથી કહું છું, જુલમ સામે ઊભા રહેવું એ મજહબની નૈતિક જવાબદારી છે.” આ નિવેદન પછી સભામાં ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના મજહબી નારા પણ લાગ્યા હતા.
વધુમાં મદનીએ વંદે માતરમના વિવાદ પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ‘મુર્દા કોમ સરેન્ડર કરે છે. જો તેમને ‘વંદે માતરમ’ ગાવાનું કહેવામાં આવશે, તો તેઓ સરેન્ડર કરી લેશે. જીવતા લોકો પરિસ્થિતિનો સામનો કરે છે.”

