દેશમાં ભાષાના નામે રાજનીતિએ જોર પકડ્યું છે, એવામાં મહારાષ્ટ્રના (Maharashtra) થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNC) કાર્યકર્તાઓએ એક મીઠાઈની દુકાનમાં ગુજરાતી વેપારીને મરાઠી (Marathi) ન બોલી શકવાના કારણે માર માર્યો હતો. હવે આ મામલે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપ નેતા (BJP) નીતેશ રાણેએ આકરી પ્રતિક્રિયા આપી છે.
રાણેએ એક પ્રેસ નિવેદનમાં ભાષાના નામે હિંદુઓ પર થતા અત્યાચારોને કડક શબ્દોમાં વખોડતા કહ્યું હતું કે, “મારવામાં આવ્યો ને એ એક હિંદુને મારવામાં આવ્યો છે. મારે એટલું જ કહેવું છે કે, આટલી જ હિંમત નલબજાર અને મોહમ્મદ અલી રોડ પર જઈને બતાવોને ! પેલા જે દાઢી વાળા અને ગોળ ટોપી વાળા છે એ શું મરાઠી બોલે છે ? ત્યાં જવાની અને તેમણે તમાચો મારવાની હિંમત નથી તમારામાં ? જાવેદ અખ્તર, આમીર ખાન શું મરાઠીમાં વાત કરે છે ? શું તેઓ શુદ્ધ મરાઠીમાં વાત કરે છે ! જો આ લોકો પાસે મરાઠી બોલાવવાની તમારામાં હિંમત નથી, તો ગરીબ હિંદુઓને કેમ મરાઠી બોલવા માટે મજબુર કરો છો ?”
गरीब हिंदुओं पर हाथ उठाने वालोंने नलबजार और मोहम्मद अली रोड पर जाकर जिहादियों को पीटने की भी हिम्मत दिखानी चाहिए! क्योंकि उनके मुंह से कभी मराठी सुनने में नहीं आती ! pic.twitter.com/0rgQSSQtv4
— Nitesh Rane (@NiteshNRane) July 3, 2025
વિડીયોમાં તેઓ એમ પણ કહેતા દેખાઈ રહ્યા છે કે, “આ બધું હિંદુરાષ્ટ્રમાં હિંદુઓ વચ્ચે ભાગલા પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. આ ભારતને એક ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું ષડ્યંત્ર છે. મુંબઈમાં હિંદુઓની સંખ્યા ઘટાડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ કરી હિંદુ પલાયન થાય એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ફક્તને ફક્ત હિંદુઓને મારવાના કાર્યક્રમો થઇ રહ્યા છે.”
અંતે રાણેએ ચેતવણીના સ્વરમાં કહ્યું કે, “આ સરકાર હિંદુઓએ બનાવી છે. હિંદુત્વની વિચારધારાવાળી આ સરકાર છે. એટલે જો કોઈ કારણ વગર આમ કરશે તો અમારી સરકાર પણ ત્રીજી આંખ ખોલશે. જો આ રીતે હિંદુઓ પર કોઈ દાદાગીરી કરશે તો અમારી સરકાર કાર્યવાહી કરશે.”