
કેરળ હાઇકોર્ટે ગુરુવારે (29 ઑક્ટોબર) એક આદેશ આપીને એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની ધરપકડ પર રોક લગાવી દીધી. જજનો સગીર પુત્ર મર્સિડીઝ કાર લઈને નીકળ્યો હતો અને બેફામ કાર હંકારીને એક વ્યક્તિને ટક્કર મારી હતી, જેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં જજને પણ આરોપી બનાવવામાં આવ્યા છે, જેમણે જામીન માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરતાં કોર્ટે રાહત આપી છે.
જજે હાઇકોર્ટમાં આગોતરા જામીનની માંગ સાથે અરજી કરી હતી. જેની ઉપર આદેશ પસાર કરતાં હાઇકોર્ટે કહ્યું, “આગામી આદેશ સુધી પોલીસ અરજદારની ધરપકડ કરી શકશે નહીં. તેઓ આજે 1:00 વાગ્યે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેશે અને ત્યારબાદ પણ જરૂર પડે અને બોલાવવામાં આવે તો તેમણે હાજર રહેવાનું થશે. અરજદારની પૂછપરછ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશિત દિશાનિર્દેશો અનુસાર કરવાની રહેશે.”
Court: There is no scope for custodial interrogation. He will cooperate with interrogation. Necessarily he has to be granted protection. He is a sitting judge. He will cooperate.
— Live Law (@LiveLawIndia) October 29, 2026
અરજી દાખલ કરતાં જજના વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અતિઆવશ્યક સંજોગોના કારણે તેમણે સેશન્સ કોર્ટ ન જઈને સીધા હાઇકોર્ટ આવવું પડ્યું હતું. જેની હાઇકોર્ટે પણ નોંધ લીધી. ત્યારબાદ પોલીસને કહ્યું, “તેઓ જ્યુડિશિયલ ઑફિસર છે. તેઓ સહયોગ આપશે. તમારા તેમની ધરપકડ કેમ કરવી છે? તેમની પૂછપરછ તો ચાલી જ રહી છે.”
કોર્ટે આગળ કહ્યું, “કસ્ટોડિયલ પૂછપરછનો કોઈ સ્કોપ નથી. તેઓ તપાસમાં સહયોગ આપશે. એટલે તેમને રક્ષણ આપવું પડશે. તેઓ સીટીંગ જજ છે, સહયોગ આપશે.” ત્યારબાદ કોર્ટે આગામી આદેશ સુધી ડિસ્ટ્રિક્ટ જજની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.
બીજી તરફ મૃતકના પરિજનોએ જજની અરજીનો વિરોધ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે જજને ઘટનાની જાણકારી મળી ત્યારબાદ તેમણે પુરાવા સાથે ચેડાં કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોર્ટે એ દલીલો ગ્રાહ્ય ન રાખી અને કહ્યું કે કાયદા પ્રેમને જજને ધરપકડથી રક્ષણ આપવું જરૂરી છે.
શું છે સમગ્ર મામલો
ઘટના ગત 25 ઑક્ટોબરની છે. કેરલમના કોચીના ચેરાનલ્લુરમાં ડિસ્ટ્રીક્ટ જજના 17 વર્ષીય પુત્રએ મર્સિડીઝ બેન્ઝ કાર એક ટોઓ વ્હીલર સાથે ભટકાવી દીધી હતી, જેમાં સ્કૂટર ચાલક જયાબાલાકૃષ્ણનનું મોત થયું હતું.
જે જજનો પુત્ર અકસ્માતમાં સંડોવાયો છે તે જજ ત્રિસૂર જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલના જજ છે. ઘટના બાદ કાયદાકીય રીતે જજનું નામ પણ આરોપી તરીકે નોંધવામાં આવ્યું હતું.

FIRમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (ગેરઇરાદાતન હત્યા) સાથે મોટર વ્હિકલ્સ એક્ટ, 1988ની કલમો 181, 183, 199A, 199A(2) લગાડવામાં આવી છે.
કલમ 199A હેઠળ જો કોઈ સગીર વાહન સંબંધિત અકસ્માત કરે તો તેના વાલી કે વાહન માલિકને સમાન રીતે જવાબદાર ગણવામાં આવે છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો રહે છે. એટલે જજ સામે પણ FIR થઈ છે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીનની અરજીમાં જજે દાવો કર્યો હતો કે તેમને પુત્ર કાર લઈને ગયો હોવાની જાણકારી ન હતી અને પોતે ક્યારેય લાયસન્સ વગર કાર ચલાવવાને પ્રોત્સાહન આપ્યું નથી.
સગીરને બે દિવસ બાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તરફથી જામીન આપી દેવામાં આવ્યા હતા. જેની સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જે પેન્ડિંગ છે. બીજી તરફ મૃતકના પરિજનો પણ કેરળ હાઇકોર્ટ પહોંચ્યા છે અને જજ વિરુદ્ધ તપાસની માંગ કરી છે.

