Monday, March 17, 2025
More

    ‘લૉરેન્સને જે મારશે, તેને આપીશ ₹1 કરોડ, 11 લાખ, 11 હજાર, 111..: કરણી સેનાના રાજ શેખાવતે ખુલ્લેઆમ આપી સોપારી

    રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના (Rajput karni Sena) અધ્યક્ષ રાજ શેખાવતે (Raj Shekhawat) એક વિડીયો વાયરલ (Video Viral) કરીને લૉરેન્સ બિશ્નોઈને (Lawrence Bishnoi) મારવા માટે કહ્યું છે. તેમણે વિડીયોમાં ખુલ્લેઆમ કહ્યું છે કે, લૉરેન્સની હત્યા કરનારને તેઓ ₹1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રોકડા આપશે.

    વિડીયોમાં તેમણે કહ્યું છે કે, “મને માત્ર એટલું ખબર છે કે, અમારી ધરોહર, પરમ આદરણીય, અમર શહીદ સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યા લૉરેન્સ બિશ્નોઈ દ્વારા કરાવવામાં આવી હતી.” તેમણે વધુમાં કહ્યું કે, “જે પોલીસકર્મી લૉરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તે પોલીસકર્મીને 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું ઈનામ કરણી સેના દ્વારા આપવામાં આવશે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “અમને અને અમારા દેશવાસીઓને ભયભીત નહીં, પરંતુ ભયમુક્ત ભારતવર્ષની જરૂર છે.” નોંધવા જેવું છે કે, ક્ષત્રિય આંદોલન સમયે પણ રાજ શેખાવત ચર્ચાનો વિષય રહ્યા હતા. તેમણે વામન મેશ્રામના સમર્થનથી ચુંટણી લડ્યા બાદ તેમનો રાજપૂત સમાજમાં પણ ભારે વિરોધ થયો હતો.