ગુજરાત ATSને મોટી સફળતા, અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓને પકડ્યા 

ગુજરાત ATSએ બુધવારે (23 જુલાઈ) આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આતંવાદીઓની ધરપકડ કરી લીધી. 

આ તમામ અલ-કાયદાના જ એક સંગઠન અલ-કાયદા ઇન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) માટે કામ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. ATSએ એક ઑપરેશન ચલાવીને ચારેયની ધરપકડ કરી લીધી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારમાંથી ત્રણ ગુજરાતના અને એક બહારનો છે. 2 ગુજારાથી પકડાયા હતા, જ્યારે બાકીના 2માંથી એક દિલ્હીથી અને એક નોઇડાથી પકડાયો હતો. 

પકડાયેલા શખ્સો સોશિયલ મીડિયા અને અમુક એપ્લિકેશનોના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા હતા. અમુક ગ્રુપમાં પણ સામેલ હતા, જેમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ચર્ચા થતી હતી. 

કટ્ટરપંથી માનસિકતા ધરાવતા આ શખ્સો ગુજરાત વિશે પણ ચર્ચા કરતા હોવાનું ચેટ્સમાં જાણવા મળ્યું હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. તેમની ચેટની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.