Tuesday, June 17, 2025
More

    ‘દેશ કી શાન, મોદી ભાઈજાન… દેશ કા માન, મોદી ભાઈજાન…’: મુંબઈમાં મુસ્લિમ સમાજે લગાવ્યા મોદી અને વક્ફ બિલના સમર્થનમાં નારા

    2 એપ્રિલની મધ્યરાત્રિએ લોકસભામાં વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં રાજ્યસભામાં તેની ચર્ચા ચાલી રહી છે. આ જ દરમિયાન વિડીયો સામે આવ્યા છે જેમાં મુંબઈમાં મુસ્લિમ સમુદાયના લોકો આ બિલ બદલ PM મોદીનો (PM Narendra Modi) આભાર વ્યક્ત કરી રહ્યા છે અને તેમના વખાણ કરી રહ્યા છે.

    વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, મુસ્લિમ સમુદાયના ભાઈઓ તથા બહેનો PM મોદીના અને બિલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે. તેઓ ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી. આ વિડીયો મુંબઈનું હોવાનો કહેવાઈ રહ્યું છે.

    આ વિડીયોમાં ‘દેશ કી શાન… મોદી ભાઈજાન’ (Modi Bhaijaan), ‘દેશ કા માન… મોદી ભાઈજાન’, ‘મોદીજી આપ સંઘર્ષ કરો… હમ આપકે સાથ હૈ’, ‘મોદીજી આપ આગે બઢો… હમ આપકે સાથ હૈ’, ‘દેશ કા નેતા કૈસા હો… મોદી ભૈયા જેસા હો’ જેવા નારા લાગી રહ્યા છે. લોકો શુક્રિયા મોદીજી એવા પોસ્ટર લઈને ઉભેલા પણ દેખાઈ રહ્યા છે.

    આ સિવાય લોકો એક બીજાને મીઠાઈ ખવડાવતા પણ દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે ગઈકાલે પણ મધ્યપ્રદેશ સહિતના સ્થાનો પર આ બિલના સમર્થનમાં મુસ્લિમોએ રેલી કાઢી હોય એવા વિડીયો સામે આવ્યા હતા. ઘણા મુસ્લિમ સંગઠનો પણ વક્ફ બિલનું સમર્થન કરી ચૂક્યા છે.