Sunday, July 13, 2025
More

    મુસ્લિમ મહિલાઓનું વક્ફ બિલને સમર્થન: ‘થેંક્યું મોદીજી’ અને ‘મોદીજી ઝિંદાબાદ’ના લગાવ્યા નારા, મધ્યપ્રદેશમાં ઢોલ-નગારા સાથે કાઢી રેલી

    આજે સંસદમાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) રજૂ થઈ રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશના ભોપાલનો (Bhopal) એક વિડીયો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ સમુદાયના ઘણા લોકો વકફ સુધારા બિલને સમર્થન આપી રહ્યા છે અને રેલી કાઢી છે. આ ઉપરાંત આ સમર્થન સમર્થન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ છે.

    ન્યુઝ અજેન્સી ANIએ પોસ્ટ કરેલ આ વિડીયો ભોપાલના હટાઈ ખેડા ડેમ પાસેનો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ‘થેંક્યુ મોદીજી’ ના પોસ્ટર હાથમાં લઈને રસ્તાઓ પર ઉતરી છે અને ‘મોદીજી ઝિંદાબાદ’ના નારા પણ લગાવી રહી છે.

    મુસ્લિમ સમુદાયની મહિલાઓ આ બિલના સમર્થનમાં હાથમાં પોસ્ટર અને ફૂલો પકડીને PM મોદીનો આભાર વ્યક્ત કરતી દેખાઈ હતી. આ ઉપરાંત મુસ્લિમ સમુદાયના લોકો આ રેલીમાં ઢોલ વગાડતા અને ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા.