Wednesday, March 5, 2025
More

    ‘કમબખ્તને કાઢો પાર્ટીમાંથી… નહીં તો મોકલી દો યુપી.. અમે કરીશું સારવાર’: સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના ઔરંગઝેબ પરના નિવેદનને લઈને ભડક્યા CM યોગી

    સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ધારદાર પ્રહાર કર્યા છે. વિધાન પરિષદના બજેટ સત્ર દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે ઔરંગઝેબ મામલે સમાજવાદી પાર્ટીને ઘેરી હતી.

    CM યોગીએ કહ્યું હતું કે, “સમાજવાદી પાર્ટી ઔરંગઝેબને આદર્શ માને છે. ઔરંગઝેબના અબ્બા શાહજહાંએ તેમના જીવનચરિત્રમાં લખ્યું છે કે ભગવાન ના કરે કે આવો કમબખ્ત વ્યક્તિ કોઈના ત્યાં ન જન્મે.”

    તેમણે અબુ આઝમી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “આ સમાજવાદી પાર્ટીનો નેતા, ધારાસભ્ય… તે કમબખ્તને કાઢી મૂકો પાર્ટીમાંથી…અને મોકલી દો યુપીમાં…સારવાર અમે કરી દઈશું. શું જે વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજના વારસાથી શરમ અનુભવે છે અને ગર્વ કરવાને બદલે ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે, તેને આપણા દેશમાં રહેવાનો અધિકાર છે?”

    તેમણે સમાજવાદી પાર્ટીને પણ લપેટમાં લઈ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “સમાજવાદી પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ. એક તરફ તમે મહાકુંભને દોષ આપો છો… બીજી તરફ તમે ઔરંગઝેબ જેવા વ્યક્તિની પ્રશંસા કરો છો, જેણે દેશના મંદિરોનો નાશ કર્યો… તમે તમારા ધારાસભ્ય પર લગામ કેમ નથી લગાવી શકતા? તમે તેમના નિવેદનની નિંદા કેમ ન કરી?”