ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી છે. ત્યારે આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે (CR Patil) સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. તથા તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના છે.
ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.”
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 18, 2025
ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા…
આગળ લખ્યું હતું કે, “ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહીં, પણ નક્કર વિકાસની રાજનીતિ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે.”
આ સિવાય સી.આર પાટીલે પણ અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, “ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં અભૂતપૂર્વ વિજય બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું.”
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં અભૂતપૂર્વ વિજય બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું.
— C R Paatil (@CRPaatil) February 18, 2025
ગુજરાતને માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ પર અતૂટ વિશ્વાસ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયે…
આગળ લખ્યું હતું કે, “આ અતૂટ અને મૂલ્યવાન વિશ્વાસ બદલ હું ગુજરાતનાં સૌ મતદાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનાં આધારસ્તંભ સમાન કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવું છું, આ એ કાર્યકર્તાશ્રીઓ છે-જેમણે ‘સત્તા થકી સેવા’નાં સંસ્કારને સાકાર કર્યા છે. જનસેવાને જીવનનું સૂત્ર બનાવ્યું છે.”